Aapnu Gujarat
મનોરંજન

અર્જુન કપુર અને પરિણિતી ચોપડા શુટિંગમાં વ્યસ્ત

અર્જુન કપુર અને પરિણિતા ચોપડા હાલમાં એક સાથે બે નવી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. વિતેલા વર્ષોમાં બન્નેની જોડી ઇશ્કજાદે ફિલ્મમાં પણ ચમકી હતી. હાલમાં બન્ને નમસ્તે ઇંગ્લેન્ડ નામની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ બન્નેએ પંજાબમાં પૂર્ણ કરી લીધુ છે. બન્ને દ્વારા તમામ પ્રકારની માહિતી હાલમાં સોશિયલ મિડિયા પર જારી કરવામાં આવી છે. ઇન્સાગ્રામ પર વિગત જાહેર કરવામાં આવી છે. વિપુલ અમૃતલાલ શાહ દ્વારા ફિલ્મનુ નિર્દેશન અને નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. શાહના કહેવા મુજબ આ ફિલ્મ નવી પેઢીને ગમી જાય તેવી સ્ટોરી ધરાવે છે. બે વ્યક્તિગત જસમીત અને પરમ નામની વ્યક્તિની આ સ્ટોરી છે. તેમની લવ સ્ટોરી તમામ ચાહક વર્ગને ગમી જશે. કારણ કે આ સ્ટોરી એક અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મનુ શુટિંગ પંજાબથી ઢાકા, પેરિસ, બ્રસલ્સ અને લંડનમાં કરવામાં આવનાર છે. સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવી શકે તે રીતે ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. બન્ને પ્રથમ વખત કામ કરી રહ્યા નથી. બન્ને પહેલા પણ ઇસ્કજાદેમાં સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. હાલમાં બન્ને નમસ્તે ઇંગ્લેન્ડ ઉપરાંત સંદીપ ઔર પિન્કી ફરાર નામની ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે. હાઉસફુલ-૪ ફિલ્મમાં પણ પરિણિતીને લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ૨૯ વર્ષીય પરિણિતાના પ્રવકતાએ કહ્યુ છે કે હાઉસફુલ-૪ ફિલ્મને લઇને હજુ સુધી તેનો સંપર્ક કરવામાં આવ્યો નથી. જો કે તેની પસંદગી નિશ્ચિત છે. પરિણિતી ચોપડા બોલિવુડમાં કેટલાક વર્ષોથી સક્રિય છે. તે સફળ સાબિત થઇ રહી છે. તેની પાસે મોટી ફિલ્મ આવી રહી છે. તે છેલ્લે ગોલમાલ શ્રેણીની નવી ફિલ્મમાં નજરે પડી હતી. જેમાં અજય દેવગનની મુખ્ય ભૂમિકા હતી.

Related posts

સુનિધિ ચૌહાણ પાસે છે કરોડોની સંપત્તિ

editor

માનસિક આરોગ્ય વિશે ભ્રમ દુર કરવાની જરૂર : કંગના

aapnugujarat

તમન્ના અને રણવીર એક સાથે નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1