Aapnu Gujarat
મનોરંજન

સંજય દત્તને લઇ અબ્બાસ મસ્તાન ફિલ્મ બનાવશે

અભિનેતા સંજય દત્તને લઇને અબ્બાસ મસ્તાન નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મ એક્શન અને સસ્પેન્સથી ભરપુર રહેશે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે. સંજય દત્ત હાલના દિવસોમાં પોતાની આવનાર ફિલ્મ સાહેબ બીબી ઔર ગૈંગસ્ટર્સમાં કામ કરી રહ્યો છે. તેની પાસે અન્ય કેટલાક મોટા પ્રોજેક્ટ પણ રહેલા છે. બીજી બાજુ એવા અહેવાલ આવ્યા છે કે અબ્બાસ મસ્તાનની નવી ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી ચુકી છે. ફિલ્મના બાકીના કલાકારોના સંબંધમા ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે. ટુંક સમયમાં જ અન્ય કલાકારોની પસંદગી કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મના શુટિંગના સંબંધમાં નિર્ણય લેવામાં આવનાર છે. જો કે સંજય દત્તની પસંદગી તો પહેલાથી જ કરી લેવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે ફિલ્મ આગામી વર્ષે ફ્લોર પર જશે. જો નિર્ધારિત કાર્યક્રમ મુજબ ફિલ્મ આગળ વધશે તો પ્રથમ વખત થશે જ્યારે સંજય દત્ત અબ્બાસ મસ્તાની સાથે ફિલ્મમાં રહેશે. અબ્બાસ મસ્તાન મોટા ભાગે સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અબ્બાસ મસ્તાનની વિતેલા વર્ષોની મોટા ભાગની સસ્પેન્સ ફિલ્મ સફળ સાબિત થઇ ચુકી છે. તેમના ચાહક વર્ગમાં એક્શન ફિલ્મના શોખીન લોકો રહે છે. અબ્બાસ મસ્તાન મોટા ભાગે અક્ષય કુમાર, બોબી દેઓલ, સેફ અલી ખાન સાથે ફિલ્મ બનાવતા રહ્યા છે. સંજય દત્તની લોકપ્રિયતા હજુ સુધી અકબંધ રહી છે. તે મોટા ભાગે કોમેડી ફિલ્મમાં વધારે છવાયો છે. છતાં તેની જોરદાર એક્શન ફિલ્મો પણ આવી ચુકી છે. તે હજુ પણ આટલી વયમાં મુખ્ય અભિનેતા તરીકેની ફિલ્મો મેળવી રહ્યો છે. તેની છેલ્લે ભૂમિ ફિલ્મ આવી હતી. જેમાં તે અદિતી રાવના પિતાની ભૂમિકામાં હતો.

Related posts

एक ही मिस्टर इंडिया है और वह हैं अनिल कपूर

editor

કેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ

aapnugujarat

બિપાશા બાસુ પાસે હાલમાં કોઇ પણ મોટી ફિલ્મ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1