Aapnu Gujarat
મનોરંજન

બિપાશા બાસુ પાસે હાલમાં કોઇ પણ મોટી ફિલ્મ નથી

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુએ કહ્યુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કોઇ મતભેદો છે તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે.બિપાશા હાલમાં કો નવી ફિલ્મમાં કામ કરી રહી નથી. જો કે તેની પાસે હવે સારી અભિનેત્રીવાળી ફિલ્મો પણ આવી રહી નથી. જો કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે આશાવાદી બનેલી છે. સહાયક અભિનેત્રીવાળી ફિલ્મોની ઓફર તેની સાથે આવી રહી છે. બિપાશા બાસુએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે. પોતાના પતિ કરણની પ્રશસા કરતા બિપાશા બાસુએ કહ્યુ છે કે તે મનથી ખુબ રોમેન્ટિક છે. જ્યારે પ્રેમના મામલે તે વધારે પ્રેકટિલ છે. ૩૭ વર્ષીય મોડલ બિપાશા બાસુએ થોડાક વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા. કરણ સાથે લગ્ન પ્રસંગમાં તમામ બોલિવુડ હસ્તીઓને બોલાવવામાં આવી હતી. બિપાશાએ કહ્યુ છે કે બન્ને વચ્ચે સંતુલનની સ્થિતી રહેલી છે. લગ્ન કરવામાં આવ્યા બાદ થોડાક સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે તેમની વચ્ચે મતભેદો સર્જાઇ ગયા છે. જો કે બિપાશાએ આ અહેવાલને રદિયો આપ્યો છે. બિપાશાએ કહ્યુ છે કે સોશિયલ મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ પાયાવગરના છે. લગ્ન કરતા પહેલા કરણ સાથે બિપાશાએ એલોન નામની ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. બિપાશા નવી ફિલ્મમાં પણ કરણ સાથે કામ કરવા ઇચ્છુક છે તેનુ કહેવુ છે કે કેટલીક ફિલ્મોની ઓફર આવી પણ રહી છે. જો કે તેમની પાસે ડેટને લઇને તકલીફ જોવા મળી રહી છે.
બન્ને એક સાથે તારીખ મેળવવામાં મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. બિપાશા બાસુ કહી ચુકી છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી ઓફર આવી રહી નથી. જો કે તે કેટલાક યાદગાર રોલ કરવા માટે ઇચ્છુક છે.

Related posts

અફઘાન મામલે કંગના બોલી : કાલે આપણી સાથે પણ આવું થઇ શકે છે

editor

नहीं चला अनिल और एश्वर्या का जादू

aapnugujarat

ઇલિયાના સાઉથમાં હિટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1