Aapnu Gujarat
મનોરંજન

અફઘાન મામલે કંગના બોલી : કાલે આપણી સાથે પણ આવું થઇ શકે છે

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. તેમણે એક નિવેદન બહાર પાડ્યું તેમણે કહ્યું કે દેશને રક્તપાતથી બચાવવા માટે તેમણે દેશ છોડી દીધો.અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદથી પરિસ્થિતિ ભયજનક રહી છે. લોકો કોઈપણ સંપત્તિ લીધા વિના દેશ છોડીને નાસી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર લોકોમાં ભય સ્પષ્ટ દેખાય છે. લોકો કોઈપણ રીતે દેશ છોડવા માંગે છે.
બોલિવૂડમાં દરેક મુદ્દાઓ પર બોલતી અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે. એક ન્યૂઝની તસવીર પોસ્ટ કરતા કંગનાએ લખ્યું, ‘આજે આપણે આ ચૂપચાપ જાેઈ રહ્યા છીએ, કાલે આપણી સાથે પણ આવું થઈ શકે છે’.
કંગનાએ એક અન્ય સમાચાર પર પોતાના વિચારો શેર કર્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનના તમામ હિન્દુઓને ભારતમાં લાવશે. આના જવાબમાં કંગનાએ લખ્યું, ‘સારું મેં સીએએ માટે લડત લડી છે, હું આખી દુનિયાને બચાવવા માંગુ છું પણ મારે તેની શરૂઆત કરવી પડશે. તે તમારા ઘરેથી કરવું પડશે ‘.
આ સાથે, બીજી સ્ટોરી પોસ્ટ કરતી વખતે, કંગનાએ લખ્યું, ‘એ સાચું છે કે અફઘાનિસ્તાનને આપણી જરૂર છે. તે બધા ડ્રામે બાઝ જાે પેલેસ્ટાઇન મુસ્લિમો માટે આંસુ વહાવતા હતા, તેઓ હવે અફઘાન મુસ્લિમોના મૃત્યુની ઉજવણી કરી રહ્યા છે. હું મારી સરકારનો આભાર માનું છું જે સીએએ લાવ્યા અને એક આશા આપી કે તમામ હિન્દુઓ, શીખ, જૈનો, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસીઓ અને પડોશી ઇસ્લામિક દેશોના અન્ય ધર્મ-સમુદાયોના લોકોને રહેવાની જગ્યા મળશે.

Related posts

मैं जज किए जाने से नहीं डरती : समीरा रेड्डी

aapnugujarat

સની લિયોનને મજરાતી કાર પસંદ છે

aapnugujarat

अपने करियर से ‘शानदार’ को मिटा देना चाहूंगा : शाहिद कपूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1