Aapnu Gujarat
શિક્ષણ

રાજ્ય સરકારે શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડ જાહેર કર્યું

કોરોનાની બીજી લહેર શાંત થતાં જ રાજ્યમાં ૭મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ત્યારે હવે રાજયની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના ૧૧૭ દિવસ રહેશે. જ્યારે બીજા સત્રમાં ૧૩૬ દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન ૨૪૫ દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર ૩૦ ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામા આવશે. જ્યારે બીજા સત્રનો પ્રારંભ ૨૨ નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ ૮૦ રજાઓ નક્કી કરાઈ છે. જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ગત ૭મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેમાં હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પ્રથમ સત્રમાં અભ્યાસના ૧૧૭ દિવસો રહેશે. જેમાં જૂનમાં ૨૦, જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૩, સપ્ટેમ્બરના ૨૫ અને ઓક્ટોબરના ૨૩ દિવસોનો સમાવેશ થાય છે.બીજા સત્રની શરૂઆત ૨૨ નવેમ્બરથી થઈ શકે છે. જેમાં અભ્યાસના ૧૩૬ દિવસ રહેશે. નવેમ્બરના ૮, ડિસેમ્બરના ૨૬, જાન્યુઆરીના ૨૪, ફેબ્રુઆરીના ૨૪, માર્ચના ૨૫, એપ્રિલના ૨૩ અને મે ના ૬ દિવસ મળીને કુલ ૧૩૬ દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ ૨૫૩ દિવસનુ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય થશે. જેમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસના ૨૪૫ દિવસો બાકી રહેશે.
૭મી મેના રોજ બીજુ સત્ર પૂર્ણ થયા બાદ ૯મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવશે. ૩૫ દિવસનું ઉનાળું વેકેશન ૧૩ જૂન સુધી ચાલશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઈ શકે છે. હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત ૨૧ દિવસનું દિવાળી વેકેશન અને ૩૫ દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે ૧૬ જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ ૮૦ દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન ૮૦થી વધુ રજાઓ થવી જાેઈએ નહીં. જેથી આ મુજબનું માળખું નક્કી કરવામાં આવ્ચું છે.

Related posts

શાળાઓ શરૂ કરવા માટે વેક્સિનેશન પૂર્ણ થવાની રાહ જાેવાની જરૂર નથી : વર્લ્ડ બેંક

editor

કેનેડા ભણવા જવામાં ભારતીયોએ રેકોર્ડ કર્યો, 2022માં 2.26 લાખ સ્ટુડન્ટ કેનેડા પહોંચ્યા

aapnugujarat

પટણાના વિદ્યાર્થીઓને પાટણ પહોંચીને પરીક્ષા આપવા ફરજ : ‘નીટ’ની પરીક્ષામાં તંત્રનો બહુ મોટો છબરડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1