Aapnu Gujarat
મનોરંજન

મૌની રોયની ફિલ્મ ‘ગોલ્ડ’નું શુટિંગ પૂર્ણ

ટીવી અભિનેત્રી મૌની રોય ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેની ફિલ્મ હવે ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કારશે. પ્રથમ જ ફિલ્મ તેને અક્ષય કુમારની સાથે મળી ગઇ છે. મૌનીએ પોતાની આવનારી ફિલ્મ ગોલ્ડના શૂટિંગને પૂર્ણ કરી લીધું છે. હાલમાં પટિયાલા ખાતે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. અભિનેત્રી શહેરના લોકોને મળીને ખુબ જ ખુશ થઇ હતી. બીજી બાજુ અક્ષય કુમારનું કહેવું છે કે, પંજાબના લોકો અને ખાસ કરીને પટિયાલાના લોકોથી તે ખુબ જ પ્રભાવિત થયો છે. અક્ષય કુમારે સોશિયલ મિડિયા ઉપર ફોટાઓ પણ મુક્યા છે જેમાં અક્ષય કુમાર ચાહકોની સાથે નજરે પડી રહ્યો છે. ફોટાઓ રજૂ કરતા અક્ષય કુમારે કહ્યું છે કે, ગોલ્ડ એક શાનદાર ફિલ્મ છે. આ ફિલ્મની પટકથા તમામ લોકોને ગમશે. પટિયાલામાં શૂટિંગ કરતી વેળા લોકો સાથે રહેવાની ખુબ મજા પડી હતી. રિમા કાગતી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ગોલ્ડ આગામી વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ગોલ્ડની પટકથા સ્વતંત્રતા બાદ વર્ષ ૧૯૪૮માં ૧૪મી ઓલિમ્પિક રમતો ઉપર આધારિત છે જેમાં ભારત દ્વારા જીતવામાં આવેલા પ્રથમ ચંદ્રકને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પહેલા ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું હતું. લંડન ઓલિમ્પિકને લઇને તમામ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફિલ્મનું શૂટિંગ લંડન અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. ટીવી સિરિયલોમાં ધૂમ મચાવી રહેલી મોની રોય આ ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના બેનર હેઠળ બનાવવામાં આવી છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

Related posts

कांग्रेस पार्टी में शामिल हुईं अभिनेत्री उर्मिला मातोंडकर

aapnugujarat

प्रड्यूसर ने सीधे मुझे सेक्स करने को कहा था : ऊषा जाधव

aapnugujarat

‘રેડ’ અજયની ૮મી ૧૦૦ કરોડ કમાનારી ફિલ્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1