Aapnu Gujarat
મનોરંજન

તમન્ના અને રણવીર એક સાથે નજરે પડશે

યુવા પેઢીમાં રણવીર પણ હવે લોકપ્રિયતા મેળવી રહ્યો છે. તેની પાસે સારી અને મોટા બેનરોની ફિલ્મ આવી રહી છે. તે હાલમાં સંજય લીલાની ફિલ્મને લઇને વ્યસ્ત છે. અલબત્ત આ ફિલ્મ બની ચુકી છે પરંતુ વિવાદના કારણે હજુ સુધી રજૂ કરી શકાઇ નથી. બાજીરાવ બાદ સંજયલીલાની જ પદ્માવતિ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યો છે જેમાં તેની સાથે ફરી દિપિકા છે. આ ઉપરાંત તે એક ફિલ્મમાં તમન્ના ભાટિયા જેવી સુપરસ્ટાર અભિનેત્રી સાથે પણ કામ કરવા જઇ રહ્યો છે. રણવીર સિંહ પાસે હવે વધુ એક મોટી ફિલ્મ આવી હોવાના અહેવાલ મળ્યા છે. રણવીરને એક્શન ફિલ્મના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ હાથ લાગી ગઇ છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકેની ભૂમિકા તમન્ના ભાટિયા અદા કરનાર છે. તમન્ના ભાટિયા પણ બાહુબલી ધ બિગનિંગ નામની ફિલ્મમાં રેકોર્ડ સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મ બાદ બોલિવુડમા ંતેની માંગ પણ અનેક ગણી વધી ગઇ હતી. તેની પાસે નવી નવી મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. રણવીર અને રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યા છે તેવા સમાચાર છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા હતા. હવે નવી અને નક્કર વિગત સપાટી પર આવી છે. હવે રોહિત શેટ્ટી નવી ફિલ્મ પર કામ શરૂ કરી ચુક્યા છે. રોહિત શેટ્ટીએ પોતે કહ્યુ છે કે તે રણવીર સિંહની એનર્જી અને ઉત્સાહથી ભારે પ્રભાવિત છે. તમન્ના ભાટિયા સાઉથથી મોટી સુપરસ્ટાર અભિનેત્રી તરીકે છે. તેની માંગ ભારતીય હિન્દી ફિલ્મો કરતા દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે છે. રોહિત શેટ્ટીએ કહ્યુ છે કે તે રણવીર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ હોવાથી એવી અટકળો સરળતાથી લગાવી શકાય છે કે રણવીર નવી ફિલ્મમાં જોરદાર એક્શન કરતો નજરે પડી શકે છે. ફિલ્મના નામની ટુંકમાં જાહેરાત કરાશે

Related posts

દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર થયા 5 કરોડ ફોલોઅર્સ

editor

‘सत्ते पे सत्ता’ के रीमेक में रितिक के ऑपोजिट नजर आएंगी कटरीना

aapnugujarat

મેઘનાની ફિલ્મમાં દિપિકા કામ કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1