Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોનસુન સિઝનમાં નોર્મલ વરસાદ હશે : સ્કાયમેટની આગાહી

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેેટે તેની પ્રથમ આગાહી કરી હતી. જેમાં સ્કાયમેટે કહ્યુ છે કે વર્ષ ૨૦૧૮માં દક્ષિણપશ્ચિમ મોનસુન લોંગ પિરિયડ અવરેજના ૧૦૦ ટકા રહી શકે છે. એટલે કે નોર્મલ મોનસુનની આગાહી કરવામાં આવતા સરકાર અને ખેડુત સમુદાયમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. તેનુ કહેવુ છે કે તેની આગાહીમાં પાંચ ટકા ફેરફાર થઇ શકે છે. આગાહીમાં કહેવામાં આવ્યુ છે કે જુનતી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં લોંગ પિરિયડ અવરેજ ૮૮૭ મીલીમિટર રહી શકે છે. એજન્સીએ કહ્યુ છે કે દેશવ્યાપી દુષ્કાળ અથવા તો ઓછા વરસાદની શક્યતા નહીંવત જેવી છે. દેશભરમાં કુલ સિઝનલ વરસાદનો આંકડો એલપીએના ૯૦ ટકાની આસપાસ રહી શકે છે. આગાહીમાં કહેવામાં આવ્યુ છે કે આ વર્ષે એલપીએના ૯૬-૧૦૪ ટકા સુધી વરસાદ રહી શકે છે. એટલે કે નોર્મલ વરસાદની શક્યતા છે. છેલ્લી ત્રણ સિઝનમાં વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬માં સ્કાયમેટની પ્રથમ આગાહીથી વાસ્તવિક વરસાદ ઓછો રહ્યો હતો. જો કે એપ્રિલ મહિના માટે કરવામાં આવેલી આગાહી યોગ્ય રહી હતી. સ્કાયમેટ દ્વારા વિસ્તૃત માહિતી રિપોર્ટમાં આપવામાં આવતા કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. સાથે સાથે ખેડુત સમુદાયમાં પણ ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. સામાન્ય વરસાદના કારણે મોટી રાહત તમામને થશે. ઉત્પાદન પર તેની સારી અસર રહેશે. જરૂરી ચીજવસ્તુઓની કિૅંમત સામાન્ય રહી શકે છે. સ્કાયમેટની આગાહી મોટાભાગે યોગ્ય સાબિત થતી રહી છે. સ્કાયમેટે તેની પ્રથમ આગાહી આજે કરી હતી જેમાં કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તેને લઇને પણ વાત કરી છે. સ્કાયમેટના કહેવા મુજબ જૂન મહિનામાં મોનસુની વરસાદ લોંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના ૧૧૧ ટકાની આસપાસ રહેશે. ૯૦ ટકા સામાન્ય વરસાદની આગાહી આ મહિના માટે કરવામાં આવી છે. જૂનમાં સામાન્યરીતે ૧૬૪ મિલીમીટર વરસાદ પડે છે જ્યારે જુલાઈ મહિનામાં એલપીએના ૯૭ ટકા આસપાસ વરસાદ થશે. દેશમાં જુલાઈ મહિનામાં ૨૮૯ મિલીમીટર વરસાદ થયા છે જે ચાર મહિનાના મોનસુનની સીઝમાં સૌથી વધારે રહે છે. જૂન મહિનાથી મોનસુનની સિઝનની શરૂઆત થઇ જાય છે. ખરીફની વાવણી માટે આ મહિનાને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. ઓગસ્ટ મહિનામાં દેશમાં એલપીએના ૯૬ ટકાની આસપાસ વરસાદ થઇ શકે છે. ઓગસ્ટ મહિનામાં દેશમાં ૨૬૨ મિલીમીટર જેટલો વરસાદ થયા છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં એલપીએના ૧૦૧ ટકાની આસપાસ વરસાદ થઇ શકે છે. મોનસુની સિઝનના છેલ્લા મહિનામાં ૧૭૩ મિલીમીટરની આસપાસ વરસાદ થયા છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન કૃષિ ગ્રોથ માટે ઉપયોગી નથી બલ્કે સિંચાઈ જમીન માટે પણ ઉપયોગી રહે છે. દેશના અર્થતંત્ર માટે પણ દક્ષિણ પશ્ચિમ મોનસુન ઉપયોગી સાબિત થયા છે. સારા મોનસુનના પરિણામ સ્વરુપે બમ્પર ખરીફ પાકની તકો વધી જાય છે. આ ઉપરાંત ભૂગર્ભ જળના સંશાધનોમાં વધારો થાય છે જે રવિ પાક માટે પણ ઉપયોગી સાબિત થાય છે. જૂનથી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં ૭૦ ટકાની આસપાસ વરસાદની ગણતરી કરવામાં આવે છે.

Related posts

ભારતમાં કોરોનાના નવા કેસ ૧ લાખની અંદરઃ ૩,૪૦૩નાં મોત

editor

किसानों की आय दोगुनी कर सकती है केंद्र सरकार

aapnugujarat

રાજનાથની શહીદ જવાનના શવને ખભો આપી શ્રદ્ધાંજલિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1