Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એસસી-એસટી એક્ટ : પોતાના ચુકાદા ઉપર સ્ટેની સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા નિર્ણય પર ફેરવિચારણા કરવાની માંગ કરતી કેન્દ્ર સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. આ અરજી ઉપર કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા પર સ્ટે આપવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આ મામલા પર ત્રણ દિવસની અંદર જવાબ આપવા માટે આદેશ કર્યો છે. સાથે સાથે આગામી ૧૦ દિવસ બાદ વધુ સુનાવણી કરવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટે તેના ૨૦મી માર્ચના આદેશ પર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કરતા કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાયત ધારાની ચોક્કસ જોગવાઈઓને દૂર કરવા માટેના તેના ૨૦મી માર્ચના આદેશ પર સ્ટે મુકવાનો સુપ્રીમે ઇન્કાર કરી દીદો છે. જો કે, તેના ગયા મહિનાના ચુકાદા પર ૧૦ દિવસ બાદ ફેરવિચારણા કરવાની તૈયારી દર્શાવી છે. બે દિવસની અંદર લેખિત રજૂઆત કરવા માટે સંબંધિતોને આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, એટર્ની જનરલ એકે વેણુગોપાલ દ્વારા કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલા સમીક્ષા અરજી પર કારણો ઉપર સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અમે એક્ટ સામે નથી. નિર્દોષ લોકોને સજા થવી જોઇએ નહીં. એનડીએ સરકારે ગઇકાલે તેના આદેશના સંદર્ભમાં ફેરવિચારણા કરવાની માંગ કરીને અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કેટલીક સ્પષ્ટ વાત કરી હતી. એસસી-એસટી એક્ટ હેઠળ ગુનેગારો કેસોની નોંધણી અને ઓટોમેટિક ધરપકડ ઉપર પ્રતિબંધ મુકવાનો સુપ્રીમે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે કેટલાક કારણો આપતા સ્પષ્ટ વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, તેઓ એક્ટની વિરુદ્ધમાં નથી. નિર્દોષ લોકોને બચાવવામાં આવે તે જરૂરી છે. એક્ટને કમજોર કરવાનું કામ કરવામાં આવ્યું નથી પરંતુ ધરપકડ અને સીઆરપીસીની જોગવાઈઓના સંદર્ભમાં નવી પરિભાષા નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે તરત ધરપકડની જોગવાઈને લઇને કહ્યું છે કે, તેનો હેતુ નિર્દોષ લોકોને બચાવવા માટેનો રહ્યો છે. નિર્દોષ લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની ખુલ્લી અદાલતમાં સુનાવણી કરતા કહ્યું હતું કે, એસસી-એસટી એક્ટની જોગવાઈ સાથે કોઇ ચેડા કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટની બે જજની બેંચે કહ્યું હતું કે, તે આ એક્ટની વિરુદ્ધમાં નથી પરંતુ નિર્દોષ લોકોને સજા મળવી જોઇએ નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, કોર્ટની બહાર શું થઇ રહ્યું છે તેની સાથે તેને કોઇ લેવા દેવા નથી. કોર્ટનું કહેવું છે કે, તેનું કામ કાયદાકીય બાબતો ઉપર વાત કરવાનું રહ્યું છે. બંધારણ હેઠળ કાયદાના મૂલ્યાંકનનું તેનું કામ રહેલું છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, એસસી-એસટી એક્ટમાં પીડિતોને વળતર આપવામાં વિલંબ થશે નહીં. આના માટે એફઆઈઆરની રાહ જોવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર તરફથી વારંવાર ૨૦મી માર્ચના ચુકાદા પર સ્ટે મુકવાના આદેશને કોર્ટે ફગાવી દીધો હતો. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે દેખાવકારોની પણ ઝાટકણી કાઢી હતી. એસસી-એસટી એક્ટ ઉપર સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદાના સંદર્ભમાં કેન્દ્ર સરકારે ફેરવિચારણા અરજી દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે આ ચુકાદાની સામે આપવામાં આવેલા ભારત બંધ દરમિયાન થયેલી હિંસાની વાત કરીને સ્ટેની વાત કરી હતી.

Related posts

દેશમાં અતિભારે વરસાદની ચેતવણી : હવામાન વિભાગ

aapnugujarat

હનુમાનનો વધ થતો હોય ત્યારે રામ ચૂપ રહે તે યોગ્ય નથી : ચિરાગ પાસવાન

editor

अनुच्छेद 370 ख़त्म करने के साथ ही 8 हजार जवान घाटी के लिए हुए रवाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1