Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શનિવાર સિવાય ગુરુવારથી સોમવાર સુધી બેંકો બંધ હશે

આ સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ બેંક ખુલ્લા રહેશે. બાકી ચાર દિવસ અને આગામી સોમવારના દિવસે પણ બેંક બંધ રહેશે. હકીકતમાં ગુરુવારના દિવસે મહાવીર જ્યંતિ છે અને આગલા દિવસે શુક્રવારે ગુડ ફ્રાઇડે છે. બંને દિવસોની રજાઓ બાદ શનિવાર અને રવિવારના દિવસો આવે છે. આવી સ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે કે, બુધવાર બાદ સતત ચાર દિવસ બેંક બંધ રહેશે પરંતુ હકીકત આ નથી. કારણ કે, શનિવારના દિવસે તે વખતે જ બંધ હોય છે જ્યારે મહિનાના બીજા અને ચોથા શનિવાર હોય છે. આગામી શનિવાર મહિનામાં પાંચમા શનિવાર તરીકે છે. આવી સ્થિતિમાં આ શનિવારે બેંક ખુલ્લા રહેશે. એટલે કે બુધવાર બાદ એક દિવસ માટે શનિવારના દિવસે બેંક ખુલ્લા રહેશે અને એ દિવસે સામાન્ય કામકાજ પણ થશે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશનના મહાસચિવ ડી થોમસ ફ્રેન્કોએ કહ્યું છે કે, બેંકોમાં ૩૧મી માર્ચના દિવસે કામકાજ થશે. સતત રજાઓ રહેશે નહીં. સોશિયલ મિડિયામાં આવી રહેલા અહેવાલ ખોટા છે. તેમણે ઉમેર્યું હતું કે, બેંક ગુરુવારના દિવસે મહાવીર જ્યંતિ અને શુક્રવારે ગુડફ્રાઈડેના કારણે બંધ રહેશે. બેંક શનિવારના દિવસે ખુલ્લા રહેશે. આ મહિનાનો પાંચમો શનિવાર રહેશે જ્યારે બેંક બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. સોમવારે બીજી એપ્રિલના દિવસે પણ બેંકો બંધ રહેશે. કારણ કે, નાણાંકીય વર્ષ ૨૦૧૭ના ખતમ થવાના અનુસંધાનમાં આ દિવસે એકાઉન્ટ એન્યુઅલ ક્લોઝિકનું કામ થશે. બેંક તરફથી જુદી જુદી સ્પષ્ટતાઓ આ સંદર્ભમાં કરવામાં આવી હોવા છતાં અનેક ગુંચવણ હાલ પ્રવર્તી રહી હતી જેથી આ સ્પષ્ટતા કરાઈ છે.

Related posts

२०१९ में नीतीश केे बिना बीजेपी जीत नहीं पाएगी

aapnugujarat

ગુજરાતનાં સાત જિલ્લામાં પુરની સ્થિતિ

aapnugujarat

महबूबा मुफ्ती ने रिहा होने के बाद की पीडीपी नेताओं संग बैठक

editor

Leave a Comment

UA-96247877-1