Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દલાલસ્ટ્રીટમાં ફેડના પરિણામને લઇ ઉથલપાથલ રહેવાની શક્યતા

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ફેડના પરિણામ, સ્થાનિક પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત રાજકીય સ્તરે થઇ રહેલા ઘટનાક્રમની અસર પણ બજાર ઉપર જોવા મળશે. દલાલસ્ટ્રીટમાં આ તમામ પરિબળોની અસર રહી શકે છે. છેલ્લા સપ્તાહમાં વધુ એક નિરાશાજનક દેખાવ રહ્યા બાદ હવે આ સપ્તાહ દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ રહી શકે છે. શુક્રવારના દિવસે ઇક્વિટી માર્કેટમાં વેચવાલીનું મોજુ રહ્યું હતુ ંજેથી તેમાં ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ ૦.૩૯ ટકા ઘટીને ૩૩૧૭૬ની સપાટીએ સાપ્તાહિક આધાર પર રહ્યો હતો જ્યારે નિફ્ટી ૦.૩૦ ટકા ઘટીને ૧૦૧૯૫ની સપાટી ઉપર રહ્યો હતો. ચાવીરુપ હાઈલાઇટ્‌સમાં આઇપીઓ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આગામી સપ્તાહમાં બજાર ઉપર સૌથી વધારે અસર અમેરિકાના ફેડ રિઝર્વની પોલિસીના નિર્ણય ઉપર રહેશે. અમેરિકા દ્વારા ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવી શકે છે. મૂડીરોકાણકારો પોલિસીને લઇને આશાસ્પદ દેખાઈ રહ્યા છે. નવા ફેડના ચેરમેન જેરોમ પોવેલના નેતૃત્વમાં પ્રથમ વખત અમેરિકાની સેન્ટ્રલ બેંકની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક ૨૦મી અને ૨૧મી માર્ચના દિવસે યોજાશે જેના પરિણામ ૨૧મી માર્ચે જાહેર કરાશે. આ ઉપરાંત સ્થાનિક પરિબળો રહેલા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ઉથલપાથલ જોવા મળી ચુકી છે. શુક્રવારે એસબીઆઈ દ્વારા ૨૨ લાખ શેર અથવા તો ૪.૪ ટકા હિસ્સો ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં વેચી દેવામાં આવ્યા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડની કિંમતો,સ્થાનિક અને વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ જેવા પરિબળની અસર પણ રહેશે. ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે. હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે.હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો. જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Related posts

India’s historic 2nd Moon Mission, ISRO launch Chandrayaan-2

aapnugujarat

સબરીમાલા : હવે ૨૨ જાન્યુઆરીએ સુનાવણી

aapnugujarat

राष्ट्रपति कोविंद के लिए एयरस्पेस खोलने से पाकिस्तान ने किया इनकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1