Aapnu Gujarat
બિઝનેસ

૬ કંપનીઓની માર્કેટ મૂડી ૫૨૦૦૦ કરોડ ઘટી ગઇ

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૫૨૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ, એચડીએફસી, એચયુએલ, ઓએનજીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટાડો થયો છે. એચડીએફસી બેંક, આઈટીસી, મારુતિ સુઝુકી ઇન્ડિયા અને ઇન્ફોસીસમાં ઉલ્લેખનીય ઉછાળો નોંધાયો છે. ટીસીએસની માર્કેટ મૂડી ૪૦૦૦૮.૬૧ કરોડ ઘટીને ૫૪૦૮૮૧.૯૬ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ આરઆઈએલની માર્કેટ મૂડી ૭૩૧૬.૫૩ કરોડ ઘટીને ૫૭૦૪૩૫.૩૨ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસીની માર્કેટ મૂડી પણ ઉલ્લેખનીયરીતે ઘટી ગઈ છે. એચડીએફસી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૯૮૯.૨ કરોડ અને ૪૭૪.૭૬ કરોડનો ઘટાડો થયો છે. આવી જ રીતે હિન્દુસ્તાન યુનીલીવરની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૧૯૮૭.૫૫ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૨૫૬૦૮૭.૪૦ કરોડ થઇ છે. આઈટીસી, એચડીએફસી બેંક અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન બીએસઈ બેંચમાર્ક સેંસેક્સમાં ૧૩૧.૧૪ પોઇન્ટનો ઘટાડો થયો હતો જેથી તેની સપાટી ૩૩૧૭૬ નોંધાઈ હતી. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ સ્થાન ઉપર અકબંધ છે જ્યારે ટીસીએસ બીજા ક્રમ ઉપર યથાવત છે. અત્રે નોંધનીય છે કે, શેરબજારમાં શુક્રવારના દિવસે યથાવતરીતે મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૫૧૦ પોઇન્ટ ઘટીને નવી નીચી સપાટીએ રહ્યો હતો. વર્તમાન સ્થિતિને જોડાતા સેંસેક્સ ૩૩ હજારની સપાટી પણ હવે ગુમાવી દે તેવી શક્યતા છે. શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે જોરદાર ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ ૫૧૦ પોઇન્ટ ઘટીને ૩૩૧૭૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬૫ પોઇન્ટ ઘટીને ૧૦૧૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો. એનડીએ સરકારમાંથી ટીડીપીએ વિધિવતરીતે છેડો ફાડવાની જાહેરાત કર્યા બાદ આની અસર જોવા મળી હતી.

Related posts

એસબીઆઈએ હોમ લોન વધારે સસ્તી બનાવી

aapnugujarat

मुंबई में अडाणी की कंपनी ने लिया बिजली आपूर्ति का जिम्मा

aapnugujarat

ભારત અને ઈટલી બેડ લોન મામલે સૌથી ખરાબ દેશોની યાદીમાં સૌથી ટોચ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1