Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ફરીથી ઇક્વિટીમાં ૬૪૦૦ કરોડનું રોકાણ કરાયું

વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ભારતીય ઇક્વિટીમાં જંગી રોકાણ કર્યુ છે. હજુ સુધી માર્ચ મહિનામાં આ સેગમેન્ટમાં વિદેશી રોકાણકારોએ ૬૪૦૦ કરોડ રૂપિયા ઠાલવ દીધા છે. કોર્પોરેટ કમાણીમાં રિબાઉન્ડની સ્થિતી રહેશે અને વૈશ્વિક તેલ કિમતો હળવી થશે તેવા સંકેત વચ્ચે નવો વિશ્વાસ જાગ્યો છે. નવેસરના આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે આ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૬૦૦કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. પહેલીથી લઇને ૧૬મી માર્ચ વચ્ચેના ગાળામાં જંગી નાણાં ઠાલવી દેવામાં આવ્યા છે. તે પહેલા ઇક્વિટીમાંથી ૧૧૦૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ગયા મહિનામાં ૨૫૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. હાલમાં ભારતીય મૂડી માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાનો સિલસિલો અવિરતપણે જારી રહ્યો છે. કારણ કે, અમેરિકી ડોલર માટેની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. ફેડરલ રેટમાં વધારો થવાની અપેક્ષા વચ્ચે ડોલરની માંગ વધી રહી છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, ફેબ્રુઆરી મહિનામાં એફપીઆઈ માટે વૈશ્વિક અને સ્થાનિક મોરચે સારા સમાચાર રહ્યા નથી. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આના કારણે શેરબજારમાં મોટો ફટકો પડ્યો હતો. એફપીઆઈ પાસેથી પણ ફટકો પડવાની શરૂઆત થઇ હતી. મોડેથી વૈશ્વિક વેચવાલીના કારણે પણ શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડીના દોર વચ્ચે પીએનબી ફ્રોડ અને અન્ય કેટલાક છેતરપિંડીના મામલા સપાટી ઉપર આવ્યા હતા જેના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો પણ હચમચી ઉઠ્યા હતા. ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્થિતિમાં સુધારો થાય તે પહેલા વૈશ્વિક વેચવાલી વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમને લઇને કેટલાક નવા પગલા જાહેર કરી દીધા હતા. આ પ્રકારની સ્થિતિમાં ભારત જેવા ઉભરતા માર્કેટમાંથી નાણા પરત ખેંચી લેવાની શરૂઆત થઇ હતી. વિકસિત માર્કેટોમાં નાણા રોકવાની શરૂઆત થઇ હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ શેરબજાર અને ભારતીય બજારોની સ્થિતિ વધારે વણસી હતી. આનાથી સ્થાનિક શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. સાથે સાથે વિદેશી મૂડીરોકાણકારોએ પણ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવ્યું હતું. દેશના ઇક્વિટી માર્કેટમાંથી નાણા પરત ખેંચવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં જ આરબીઆઈ દ્વારા નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં તમામ ચાવીરુપ રેટ યથાવત રખાયા હતા.

Related posts

ટીએમસી અને કોંગ્રેસમાં તિરાડ પાડવા ભાજપ સજ્જ

aapnugujarat

S&P એ ભારતના વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડી ૯.૫ ટકા કર્યું

editor

પરમાણુ સક્ષમ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ : ૫,૦૦૦ કિ.મી.ની રેન્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1