Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઈએ હોમ લોન વધારે સસ્તી બનાવી

દેશની સૌથી મોટી ધિરાણ આપતી બેંક એસબીઆઈએ આજે ૭૫ લાખથી ઉપરની હોમ લોન ઉપર વ્યાજદરમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો હતો. આની સાથે જ આવાસની ખરીદી કરવા ઇચ્છુક લોકો માટે ખુબ સારા સમાચાર છે. એસબીઆઈએ હોમ લોનને સસ્તી કરવાની જાહેરાત કરી દીધી છે. હોમ લોનને લઇને બેંકો વચ્ચે હાલમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. પગારદાર મહિલા માટે પાંચ ટકા અને અન્યો માટે ૮.૬ ટકાનો વ્યાજદર રાખ્યો છે. ૧૫મી જૂનથી આ નવા દરોને અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બે મહિનાના ગાળામાં જ એસબીઆઈ દ્વારા વ્યાજદરમાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈએ છેલ્લે ૯મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો.
નેશનલ બેંકિંગના મેનેજિંગ ડિરેક્ટરના કહેવા મુજબ આવાસ ખરીદવાનો નિર્ણય ખુબ મોટો નિર્ણય હોય છે. આ વ્યાજદરમાં ઘટાડાથી આવાસની ખરીદી કરવા ઇચ્છુક લોકો આગળ આવશે અને પોતાના ઘરના સપનાને પૂર્ણ કરવા પ્રયાસ કરી શકે છે. કસ્ટમરોના હિતમાં આગળ વધવા માટે એસબીઆઈ હંમેશા સજ્જ રહે છે. આ દિશામાં આજે એસબીઆઈએ ૭૫ લાખથી ઉપરની હોમ લોનના વ્યાજદરમાં ૧૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. એસબીઆઈની સાથે સાથે એચડીએફસી બેંકે પણ અગાઉ ઘટાડો કર્યો હતો. એસબીઆઈ દ્વારા હોમલોનના સંદર્ભમાં નિયમો હળવા કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ એસબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરીને એક નવી સ્પર્ધા જગાવી હતી. ત્યારબાદ અન્ય બેંકો દ્વારા પણ લોન સસ્તી કરવાનો નિર્ણય કરાયો હતો. એસબીઆઈ બાદ અન્ય બેંકોએ પણ હોમ લોન માટેના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો જેથી લાખોની સંખ્યામાં લોકો ધિરાણ લેવા માટે આગળ આવ્યા હતા.

 

Related posts

ડભોઇ – શિનોર પંથકમા એફએમસીજી પ્રોડક્ટ બનાવતી ઓકટોપસ કેર કંપની દ્વારા નવા યુનિટનું ઉદ્‌ઘાટન

editor

કોલસા કૌભાંડ મુદ્દે નવીન જિંદાલ અને અન્યો સામે ચાર્જશીટ

aapnugujarat

FMCG કંપનીઓએ 10 ટકા ભાવવધારો ઝીંકી દીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1