Aapnu Gujarat
બિઝનેસ

ત્રણ નવા આઈપીઓને લઇને કારોબારી ઉત્સુક

દલાલ સ્ટ્રીટમાં આ સપ્તાહમાં ત્રણ આઇપીઓ પ્રવેશ કરનાર છે. આઈપીઓ માર્કેટમાં અવિરત તેજી જોવા મળી રહી છે. ત્રણ ઇશ્યુને લઇને કારોબારીઓ ઉત્સુક બનેલા છે. ઓટોના ઘટક બનાવતી સંધાર ટેકનોલોજી દ્વારા આવતીકાલે સોમવારના દિવસે આઈપીઓ લોંચ કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે કંપની દ્વારા એન્કર રોકાણકારો પાસેથી ૧૫૪ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. ઓફર માટે પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૩૨૭થી ૩૩૨ રૂપિયા રાખવામાં આવી છે. આ આઈપીઓ ૨૧મી માર્ચના દિવસે બંધ થશે. આ ઉપરાંત સરકારી કંપની મિશ્ર ધાતુ નિગમનો ઇશ્યુ ૨૧મી માર્ચના દિવસે બજારમાં આવનાર છે. ૪૩૮.૪ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના રહેલી છે. આ ઉપરાંત જેની વધારે ચર્ચા રહી છે તે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીનો આઈપીઓ ૨૨મી માર્ચના દિવસે આવશે. ૪૦૦૦ હજાર કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના રહેલી છે. આ ઓફરની પ્રાઇઝબેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૫૧૯ રૂપિયા રખાઈ છે.આ ઓપર ૨૬મી માર્ચના દિવસે બંધ થશે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી ખાનગી સેક્ટર બેંકની શાખા છે.

Related posts

૧૧ પરિબળો વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના

aapnugujarat

બજેટમાં મહિલાઓને વધારે ટેક્સમાં રાહત મળવાની વકી

aapnugujarat

૭.૭૫ ટકા વ્યાજ આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, દર મહિને એકાઉન્ટમાં જમા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1