Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અવિશ્વાસ દરખાસ્તને ડાબેરીઓ, કોંગ્રેસ, અન્ય પક્ષોએ આપેલો ટેકો : મોદી સરકાર સામે સોમવારે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાશે : શિવસેનાનું વલણ કેવું રહેશે તેનાં પર બધાંની નજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સામે પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી કરવામાં આવી ચુકી છે. આ દરખાસ્તને હવે મંજુરી મળી શકે છે. કારણ કે, મોટાભાગના વિરોધ પક્ષોએ આને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. વાયએસઆર કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મોટાભાગના વિરોધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે. કોંગ્રેસ, અન્નાદ્રમુક, ટીએમસી, એનસીપી અને સીપીએમ જેવા મોટા પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. અલબત્ત વર્તમાન સ્થિતિમાં ભાજપ એકલા દમ પર બહુમતિ પુરવાર કરવાની સ્થિતિમાં તેની સામે કોઇ સંકટ નથી પરંતુ વિરોધ પક્ષોને મોદી સરકાર ઉપર પ્રહાર કરવાની તક મળશે. રાજ્યસભામાં પીયુષ ગોયેલે કહ્યું હતું કે, કોઇપણ સરકાર વર્તમાનની મોદી સરકારથી આંધ્રપ્રદેશના લોકોની જરૂરિયાતો અને માંગોને લઇને વધારે સંવેદનશીલ હોઈ શકે નહીં. સરકાર ખુબ જ ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. આંધ્રપ્રદેશ તમામ મદદ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ પણ મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપવાની જાહેરાત કરી છે. ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસની દરખાસ્તને શિવસેના પણ ટેકો આપી શકે છે. ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ પક્ષોએ આજે તેમના નિર્ણયની જાહેરાત કરી હતી. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ટીડીપીની યોજના હતી પરંતુ સ્પીકરે સોમવાર સુધી ગૃહને મોકૂફ કરી દીધું છે. કેટલાક વિરોધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે. આનો મતલબ એમ થયો કે, અવિશ્વાસની દરખાસ્ત માટે જરૂરી સભ્યો મળી ગયા છે. ગૃહમાં સંસદમાં ઓછામાં ઓછા ૫૦ સભ્યો હોવાની સ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવામાં આવે છે. એનડીએની સરકારની અવધિ દરમિયાન પ્રથમ દરખાસ્ત લાવવામાં આવનાર છે. લોકસભામાં કોંગ્રેસના ૪૮ સાંસદો છે. અન્નાદ્રમુકના ૩૭, ટીડીપીના ૧૬, વાયએસઆર કોંગ્રેસ અને સીપીએમના ૯-૯ સભ્યો રહેલા છે. એઆઈએમઆઈએમ એક સાંસદ ધરાવે છે. સીપીએમના નેતા સીતારામ યેચુરીએ આજે કહ્યું હતું કે, સીપીએમ અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપશે. કારણ કે આંધ્રપ્રદેશ માટે ખાસ દરજ્જાનું વચન પાળવામાં આવ્યું નથી. ઓવૈસીએ કહ્યું છે કે કેટલાક કારણોસર તેમની પાર્ટી પણ ટેકો આપશે. આ પાર્ટી લોકસભામાં પોતાની રજૂઆત કરવા ઇચ્છુક છે. જો કે, ભાજપ આને લઇને કોઇપણ પ્રકારથી ચિંતિત નથી. મોદી સરકાર સામે ૨૧મીના દિવસે દરખાસ્ત લાવવામાં આવે તેવી શક્યતા છે. મોટાભાગના વિરોધ પક્ષો દરખાસ્તને લઇને આગળ આવી રહ્યા છે ત્યારે હવે આની ક્રેડિટને લઇને લડાઈ શરૂ થઇ ગઇ છે. આ દરખાસ્ત ક્યારે લવાશે તેને લઇને સસ્પેન્સ છે પરંતુ સોમવારના દિવસે આ દરખાસ્ત લાવવામાં આવી શકે છે. આ દરખાસ્ત કોણે લાવી તેને લઇને ક્રેડિટ લેવાની લડાઈ પણ શરૂ થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અવિશ્વાસ દરખાસ્તને લઇને કેટલાક એનડીએના સાથી પક્ષો પણ નાખુશ દેખાઈ રહ્યા છે. શિવસેના પણ આને ટેકો આપી શકે છે. ટીડીપીએ મોદી સરકારની સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવાની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ એનડીએના વધુ એક અસંતુષ્ટ સાથી પક્ષ શિવસેના પણ કેન્દ્ર સરકારને મોટો ફટકો આપવાની તૈયારીમાં છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના સાંસદો અને વરિષ્ઠ નેતાઓની સાથે બેઠક કરીને અંતિમ નિર્ણય લઇ શકે છે. શિવસેના હાલના દિવસોમાં મહારાષ્ટ્રમાં ભાજપ સામે સતત આક્ષેપો કરતી રહી છે. શિવસેના તરફથી અવિશ્વાસ દરખાસ્તના મુદ્દે ઉદ્ધવ ઠાકરેની બેઠક ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. શિવસેના મોદી સરકારથી ખુબ લાંબા સમયથી નાખુશ છે. શિવસેનાએ ૨૦૧૯માં મહારાષ્ટ્ર અને લોકસભાની ચૂંટણી એકલા હાથ લડવાની જાહેરાત પહેલાથી જ કરી દીધી છે. આવી સ્થિતિમાં અવિશ્વાસ દરખાસ્ત પર નિર્ણય પર તમામની નજર રહેશે. લોકસભામાં શિવસેનાના ૧૮ સાંસદો છે. અકાળીદળ અને ભાજપમાં પણ ખેંચતાણ હોવા છતાં આને લઇને બંને પક્ષો સાથે છે. અકાળી દળે તો આજે જ જાહેરાત કરી હતી કે, તે એનડીએ સાથે મક્કમરીતે છે. અકાળી દળના ચાર સાંસદો છે. જો આ બંને પક્ષો પણ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણ કરે છે તો સત્તારુઢ ભાજપ સામે કોઇ તકલીફ થશે નહીં. તમામ સાથી પક્ષો ભાજપનો સાથ છોડે તો પણ ભાજપ સામે કોઇ તકલીફ દેખાઈ રહી નથી. અવિશ્વાસ પ્રસ્તાવ આવવાની સ્થિતિમાં સરકાર સામે કોઇ ખતરો નથી. લોકસભામાં ભાજપ પાસે હાલમાં ૨૭૩ સભ્યો છે. લોકસભામાં ફુલબેંચની સ્થિતિમાં બહુમતિ માટે ૨૭૨ સાંસદોનો આંકડો હોવો જોઇએ. આવી સ્થિતિમાં ભાજપ એકલા હાથે જ બહુમતિ મેળવી જશે.

Related posts

Bihar Jansamvad Rally : रैली का उद्देश्य ‘आत्मनिर्भर भारत’ अभियान से लोगों को जोड़ना है : शाह

editor

દેશમાં દર કલાકે આશરે ૩૯ રેપ થાય છે : રિપોર્ટ

aapnugujarat

સિદ્ધુ મને મુખ્યમંત્રી પદથી દૂર કરવા માંગે છે : કેપ્ટન અમરિંદરસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1