Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૮ ટકાનો ઘટાડો !

૨૦૧૭માં અમેરિકા જતા ભારતીય સ્ટૂડન્ટ્‌સની સંખ્યામાં ૨૮ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આના માટે વીઝા મળવામાં મુશ્કેલી અને અમેરિકામાં મોંઘું થયેલું ભણતર પણ જવાબદાર માનવામાં આવે છે. તેથી એક તો વીઝા માટે અરજીઓની સંખ્યામાં ઘટાડા સાથે વીઝા ઈસ્યૂ થવામાં પણ ઘટાડો નોંધાયો હોવાની દલીલ થઈ રહી છે. ન્યૂ સ્ટેટ ડેટા દ્વારા આ આંકડા સામે આવ્યા છે. અમેરિકાના દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ એફ-૧ સ્ટૂડન્ટ વીઝામાં લગભગ ૧૭ ટકાનો ઘટાડો આવ્યો છે.ગત વર્ષ ૨૦૧૭માં અમેરિકા દ્વારા ત્રણ લાખ ત્રાણું હજાર ૫૭૩ એફ-૧ વીઝા જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૧૬માં ચાર લાખ સત્તર હજાર ૭૨૮ એફ-૧ સ્ટૂડન્ટ વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાથી ૨૦૧૬માં ૬૫ હજાર ૨૫૭ જેટલા ભારતીય વિદ્યાર્થીઓને વીઝા મળ્યા હતા. તો ૨૦૧૭માં માત્ર ૪૭ હજાર ૩૦૨ ભારતીય વિદ્યાર્થીને વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. આના સિવાય ૨૦૧૭માં ચીનના સ્ટૂડન્ટ્‌સને પણ અમેરિકામાં ભણવાની તકમાં ઘટાડો થયો છે.ચીનના વિદ્યાર્થીઓને અમેરિકાના વીઝા મળવાની સંખ્યામાં ૨૪ ટકાનો ઘટાડો આવ્યો છે. આના માટે ૨૦૧૪માં ચીન માટે અમેરિકાની બદલાયેલી નવી વીઝા નીતિ જવાબદાર છે. આ વર્ષે અમેરિકામાં અન્ય દેશોના વિદ્યાર્થીઓને સ્ટૂડન્ટ વીઝા નહીં મળી શકવાની દ્રષ્ટિએ ભારત અને ચીન સૌથી ઉપર છે. ત્યાર બાદ દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા અને કેનેડાના ક્રમાંક આવે છે.

Related posts

इजरायल के राष्‍ट्रपति रुवेन रिवलिन की पत्‍नी का निधन

aapnugujarat

યુરોપ-અમેરિકા ૫રમાણુ હથિયારોનો નાશ કરે ૫છી જ વાતચીત શક્ય : ઇરાન

aapnugujarat

અમેરિકા ગુગલ એકાઉન્ટની જાસૂસી કરાવે છે

editor

Leave a Comment

UA-96247877-1