Aapnu Gujarat
ગુજરાત

રાજ્યસભા : ગુજરાત કોંગ્રેસનાં મોટા માથાને રાહુલે કદ પ્રમાણે વેતર્યા

કોગ્રેસે રાજ્યસભાનાં ઉમેદવાર જાહેર કર્યાં પરતું બે ઉમેદવારોની પસંદગી પાછળ પ્રદેશનાં નેતાઓનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. ઉમેદવારોની પસંદગી ટીમ રાહુલે કરી જેના કારણે પ્રદેશના પાંચ નેતાઓ મનબોળ તૂટી ગયાં છે. રાજ્યસભાનાં ઉમેદવારોની પસંદગીમાં પણ કોંગ્રેસનો કકરાટ કાયમીની જેમ જોવા મળ્યાં છે. અમી યાજ્ઞિકનો કોંગ્રેસની મહિલા પાંખે જ વિરોઘ નોંધાવ્યો તો નારણ રાઠવાં પોતાના ડોક્યુમેન્ટ પુરા ન કરી શકતાં ચર્ચામાં રહ્યાં પણ રાજ્યસભામાં માટેના આ બન્ને નામ પ્રદેશ કોંગ્રેસનાં નેતાઓ માટે આશ્વર્યજનક રહયાં હતાં. કારણ કે ઉમેદવારોની પસંદગી મામલે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી સહિત આ પાંચમાંથી એક પણ નેતાની વાત હાઈકમાન્ડે સાંભળી નથી. વિધાનસભાની ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઠવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌઘરીની કારમી હાર થઈ છે તો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલકીં ચૂંટણી લડ્યા ન હતા અને આ તમામ નેતાઓની રાજ્યસભામાં જવાના અભરખાં હતાં પરતું હાઈકમાન્ડે તેમાંથી નેતાની વાતને ગણકારી નહીં. પ્રદેશ નેતાઓ તો ઠીક પરતું કોંગ્રેસનાં સુત્રોની માનીએ તો પ્રભારીની પણ વાતને હાઈકમાન્ડે નજરઅંદાજ કરીને રાહુલ ગાંધીની પસંદ પ્રમાણે જ ઉમેદવાર મુકવામાં આવ્યાં છે. રાજ્યસભા માટે પ્રદેશ નેતાઓ ખુબ લોંબીગ કર્યું. તો અંતિમ સમય સુધી રાજ્યસભાનાં ફોર્મ પણ તૈયાર રાખ્યા હતાં પરતું હાઈકમાન્ડની સામે એક પણ નેતા વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ અવાજ ન ઉઠાવી શક્યાં ત્યારે કોંગ્રેસના ઉમેદવારનો સફળતાં પૂર્વક જીતાડવા પ્રદેશ નેતાઓ કેવી રણનીતી ધડે છે તે જોવુ રહ્યું.કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવારોની પંસદગી ૨૦૧૯ની લોકસભાની ચુંટણી માટે ખાસ ફાયદાકારક નિવડે તેવુ હાલનાં તબક્કે દેખાતું નથી. અમીબેન યાજ્ઞિકે કોંગ્રેસનાં સંગઠનમાં કામ નથી કર્યુ તો નારણ રાઠવાના પરીવારને કોંગ્રેસ દ્રારા વધારે મહત્વ આપતાં અન્ય આદિવાસીઓ અને સ્થાનિક નેતાઓ પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં છે.રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તમામ અટકળો વચ્ચે નારણ રાઠવા અને અમી યાજ્ઞિકને ટિકીટ તો ફાળવી દીધી છે પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસની આ રણનીતિની સફળતા અંગે ખુદ કોંગ્રેસમાં જ ગણગણાટ શરૂ થયો છે. પુરૂષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાએ જ્યારે રાજ્યસભાનું ફોર્મ માટે ઉમેદવારી નોંધાવી ત્યારે ભાજપના હજારો કાર્યકર્તા તેમને ટેકો આપવા ઉપસ્થિત હતા. બીજી તરફ કોંગ્રેસે અમદાવાદ કે ગાંધીનગર જિલ્લાનાં એક પણ કાર્યકર્તાને ફોર્મ ભરતી વખતે ઉત્સાહ વધારવા માટે બોલાવાયા ન હતા.

Related posts

अमित शाह के गुजरात दौरे पर सभी की निगाहे होंगी

aapnugujarat

૮૨૨ ઉમેદવાર પૈકીના ૧૦૧ ઉમેદવારો સામે ફોજદારી કેસ

aapnugujarat

સુરતમાં વિજ કરંટથી યુવકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1