Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ મહિલા દિને નન્હીપરી અવતરણની ઉમળકા ભેર ઉજવણી કરાઈ

વિશ્વ મહિલા દિવસ તા. ૮ મી માર્ચ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નન્હી પરી અવતરણને વધામણી કરી ઉજવણી કરાઇ હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સરકારી હોસ્પિટલમાં બીજ ગામના મોતીબેન જેસુકભાઈ સોલંકીને ત્યાં રાત્રે ૧.૫૫ મિનિટે બાળકીનો જન્મ થતાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્માએ બાળકીને પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો, મમતા કિટ અને શુધ્ધ ઘીની મીઠાઈ અર્પણ કરી બાળકીના જન્મને વધાવી લેવામાં આવેલ. ઉપરાંત વેરાવળની નિલકંઠ વર્ણી તેમજ આર્શીવાદ ખાનગી હોસ્પીટલમાં પ્રવિણાબેન પ્રવિણભાઈ ભાદરકા કુકસવાળા તેમજ નંદાબેન પ્રકાશભાઈ કડવાને ત્યા પણ બાળકીનો જન્મ થયો હતો તેમને પણ વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા દ્વારા ચાંદીનો સિક્કો તેમજ કિટ આપી નન્હીપરી અવતરણ ઉજવણીને વધાવી લેવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટરશ્રી મોદી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આચાર્ય, ડો.બામરોટીયા, ડો.ચૌધરી, ડો.નિમાવત સહિતના આરોગ્ય શાખાના કર્મચારીઓએ બાળકીના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટર :- ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગીર-સોમનાથ જિલ્લાની લીધી મુલાકાત

editor

તમારા સ્માર્ટફોનમાં આ ૮ ખતરનાક એપ્સ હોય તો તુરંત ડિલિટ કરો

editor

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાના હેતુ સાથે મેદાનમાં ઉતરીશું : સ્મીથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1