Aapnu Gujarat
Uncategorized

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાના હેતુ સાથે મેદાનમાં ઉતરીશું : સ્મીથ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે વોર્મ અપ મેચોની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થઈ રહી છે. આની સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ક્રિકેટ ક્રેઝ ચરમસીમા ઉપર પહોંચી જશે. આવતીકાલે વોર્મઅપ મેચમાં ઓસ્ટ્રેલિયા શ્રીલંકા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉતરતા પહેલા કેટલી વોર્મઅપ મેચ રમનાર છે. જેના ભાગરૂપે ૨૯મીએ તે પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ વધુ વોર્મઅપ મેચ પણ રમશે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથે કહ્યું છે કે ચેમ્પિન્સ ટ્રોફીમાં શક્તિશાળી દેખાવના ઈરાદા સાથે તેમની ટીમ મેદાનમાં ઉતરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે હાલમાં ચાલી રહેલા વિવાદના સંદર્ભમાં કોઈ માહિતી આપવાનો સ્મીથે ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે અને વિવાદને ધ્યાનમાં લેશે નહીં. ઓસ્ટ્રેલિયાના વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરે હાલમાં જ એવું સૂચન કરીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ ચાહકોની ચિંતાને વધારી દીધી હતી કે જો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પ્રવર્તમાન રેવેન્યુ ડિસ્ટ્રીબ્યુશન મોડલને જાળવવામાં સફળ રહેશે નહીં તો કેટલાક સ્ટાર ખેલાડીઓ આ શ્રેણીમાં રમશે નહીં અને એશીઝ શ્રેણીમાંથી બહાર થઈ જશે. જોકે આની સાથે સ્ટીવ સ્મીથ સહમત નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા રેવેન્યુ મોડલને લઈને જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશને ગયા સપ્તાહમાં જ બોર્ડ સમક્ષ એક વિકલ્પ મુક્યો હતો પરંતુ આ વિકલ્પને ફગાવી દેવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનના વડા એલસ્ટર નિકોલસન દ્વારા આ સપ્તાહમાં જ લંડનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વડા જેમ્સ સુથરલેન્ડ સાથે વાતચીત કરવામાં આવનાર છે. સાથે સાથે કોઈ ઉકેલ શોધી કાઢવા માટે ટીમ પરફોર્મન્સ મેનેજર કેટ હોવાર્ડ સાથે પણ વાત કરવામાં આવશે. કોઈપણ કેસમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માને છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ પ્રશ્ન ખેલાડીઓને સતાવવો જોઈએ નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ વિવાદનો ઉકેલ આવી જવો જોઈએ. સ્મીથનું કહેવું છે કે જો અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા બનવામાં સફળ રહીશું તો આ દિશામાં આગળ વધવામાં આવશે. જોકે સ્મીથ પોતે પણ માને છે કે રેવન્યુ મોડલને લઈને ચાલી રહેલા વિવાદનો વહેલીતકે ઉકેલ આવવો જોઈએ. બીજી બાજુ સુથરલેન્ડે ચેતવણી આપી છે કે કોઈપણ નવા વૈકલ્પિક મોડલ હેઠળ નાણા ચૂકવવામાં આવશે નહીં. ખેલાડીઓના ભાવિને ધ્યાનમાં લઈને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશન દ્વારા ક્રિકેટર્સ બ્રાન્ડ નામની એક કંપનીની રચના કરી છે. સ્મીથનું કહેવું છે કે નવા વેન્ચરમાં તમામ ખેલાડીઓ રહેશે. એશીઝ શ્રેણીને લઈને પણ ઓસ્ટ્રેલિયા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

Related posts

રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે શ્રી પ્રમુખ સ્વામીમહારાજ દ્રારનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જશાભાઈ બારડ

aapnugujarat

ભગા બારડને રાહત : તલાલા પેટાચૂંટણી ઉપર સુપ્રીમની રોક

aapnugujarat

કુંવરજી સામે આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1