Aapnu Gujarat
મનોરંજન

અમિતાભ બચ્ચન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શુટિંગમાં વ્યસ્ત

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે હાલમાં સૌથી વધારે ફિલ્મો છે. બોલિવુડના અન્ય અભિનેતા કરતા તેમની પાસે આજની તારીખમાં પણ સૌથી વધારે ફિલ્મો છે જે દર્શાવે છે કે તેમની લોકપ્રિયતા આજે પણ કેટલી છે. દરેક નિર્માતા નિર્દેશક અમિતાભ સાથે ફિલ્મ કરવા માટે ઉત્સુક છે. આટલી મોટી વય થઇ હોવા છતાં ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા અકબંધ રહી છે. તેઓ સૌથી વધારે ફિલ્મો સાઇન કરી રહ્યા છે. તેમની ફિલ્મ ૧૦૨ નોટઆઉટ હાલમાં રજૂ કરવામાં આવી નથી. આ ફિલ્મના ઇન્તજારમાં તમામ ચાહકો છે. આ ફિલ્મને લઇને તમામ કામ પૂર્ણ કરી લીધા પછી અમિતાભ બચ્ચન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનુ શુટિંગ કરનાર છે. જેમાં તેની સાથે આમીર ખાન અને કેટરીના કેફ પણ કામ કરી રહ્યા છે. આમીર અને અમિતાભ પ્રથમ વખત એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કર્યા બાદ અમિતાભ ઝુન્ડ ફિલ્મનુ શુટિંગ કરનાર છે. અમિતાભ આવનાર પોતાની ફિલ્મ ઝુન્ડમાં આગામી ફેબ્રુઆરીમાં વ્યસ્ત થઇ જશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનુ શુટિંગ વહેલી તકે જારી છે. ત્યારબાદ તેઓ નાગરાજ મંજુલેની ફિલ્મ માટે શુટિંગ કરશે.અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં પોતે આ અંગેની માહિતી આપી છે.અમિતાભ બચ્ચન બ્લોગને લઇને પણ સતત વ્યસ્ત રહે છે અને પોતાના કરોડો ચાહકોને પોતાની ફિલ્મના સંબંધમાં માહિતી આપતા રહે છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પર દિન રાત કામ થઇ રહ્યુ છે. ઝુન્ડના સંબંધમાં વાત કરતા અમિતાભે કહ્યુ છે કે આ ફિલ્મ ગરીબ ઝુપડપટ્ટીમાં રહેનાર બાળકો પર છે. ફિલ્મના અન્ય કલાકારોના સંબંધમાં હજુ વિગત જાહેર કરવામાં આવી નથી.

Related posts

સારા સાવધાનીપૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક

aapnugujarat

ટીઆરપીમાં નંબર વનની પોઝિશન પર કૌન બનેગા કરોડપતિ

aapnugujarat

રણબીર અને અજય દેવગન ફરી એકવખત સાથે ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1