Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સાથે ગઠબંધન તોડવા ટીડીપીની તૈયારી

આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને ટીડીપી વચ્ચે ખેંચતાણ વધવાના સંકેત દેખાઇ રહ્યા છે. રાજ્યને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગને મોદી સરકારે ફગાવી દીધા બાદ ટીડીપી અને ભાજપ વચ્ચે ગઠબંધનનો અંત આવી શકે છે. બન્નેના રસ્તા અલગ થઇ શકે છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની બાબત શક્ય નથી તેવી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કર્યા બાદ ટીડીપીના સભ્યો નારાજ દેખાઇ રહ્યા છે. ટીપીડીના અધ્યક્ષ ચન્દ્રબાબુ નાયડુ ટુંક સમયમાં જ એનડીએની સાથે અલગ થવાની જાહેરાત કરી શકે છે. ટીડીપીના મોટા ભાગના સભ્યો અને નેતા ઇચ્છે છે કે પાર્ટી ભાજપની સાથે તેના સંબંધનો અંત લાવીદે. જેથી નાયડુ ટુંક સમયમાં જ આ અંગેના નિર્ણયની જાહેરાત કરી શકે છે. કેન્દ્રમાં ટીડીપીના ક્વોટાના બે પ્રધાનો અશોક ગજપતિ રાજુ અને વાયએસ ચૌધરી દ્વારા મોદી પ્રધાનમંડળમાંથી રાજીનામુ આપવાની સાથે જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. સુત્રોના કહેવા મુજબ વિજયવાડામાં મંગળવારના દિવસે ટીડીપીના ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં તમામ ૧૨૫ ધારાસભ્યો અને ૩૪ એલએલસી હાજર રહ્યા હતા. જેમાં તમામ સભ્યોએ ભાજપ સાથે ગઠબંધનનો અંત લાવવા માટેની રજૂઆત કરી હતી. ચન્દ્રબાબુ નાયડુ પર દબાણ વધારી દેવામાં આવ્યુ હતુ. સુત્રોએ કહ્યુ છે કે મુખ્યપ્રધાન નાયડુ ગઠબંધનનો અંત લાવવાની ટુંક સમયમાં જ જાહેરાત કરી શકે છે. આની શરૂઆત બે કેન્દ્રિય પ્રધાનોના રાજીનામા સાથે થનાર છે. ૧૦મી માર્ચના દિવસે કેન્દ્રિય પ્રધાનમંડળમાંથી બે પ્રધાનો રાજીનામુ આપી શકે છે. આગામી થોડાક દિવસમાં તેમના રાજીનામાની જાહેરાતની સાથે જ આ પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધી શકે છે. ભાજપના સુત્રોએ કહ્યુ છે કે પાર્ટી પણ અલગ થવા માટે તૈયાર છે. ભાજપના નેતાએ કહ્યુ છે કે આંધ્રપ્રદેશના વિકાસ માટે પગલા લેવામાં આવી રહ્યા છે. જો કે તેમની આ પ્રકારની માંગ સ્વીકારી શકાય નહી. અમે પછાતપણાના આધારે ખાસ દરજ્જો આપી શકીએ નહી. કારણકે આ આધાર પર તો બિહારને સૌથી પહેલા આ દરજ્જો મળવો જોઇએ.

Related posts

દલિત સાંસદોની તકલીફને દૂર કરાશે : મોદી મનાવશે

aapnugujarat

जम्मू कश्मीर : नए वीडियो में साथ दिखे लश्कर-हिज्बुल के आतंकी

aapnugujarat

पीएम मोदी के लक्ष पर बोले चिदम्बरम – 5 ट्रिलियन इकॉनमी बड़ी बात नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1