Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મુકેશ અંબાણી ૪૦.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતમાં પ્રથમ ક્રમે

ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી નવી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં અબજોપતિની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અબજોપતિની કુલ સંખ્યાના મામલામાં ભારત દુનિયામાં ત્રીજા સ્થાને છે. સૌથી વધારે અબજોપતિ અમેરિકામાં છે. ત્યારબાદ ચીનમાં છે. ફોર્બ્સની અબજોપતિની યાદી મુજબ ભારતમાં ૧૯ નવા અબજોપતિ ઉમેરાઈ ગયા છે. કુલ અબજોપતિની સંખ્યા ભારતમાં ૧૨૧ થઈ છે. મુકેશ અંબાણીની સંપત્તિ ગયા વર્ષેની સરખાણીમાં ૧૬.૯ અબજ ડોલર અથવા તો ૧.૦૯ લાખ કરોડ વધી છે. તેમની સંપત્તિ હવે ૪૦.૧ અબજ ડોલર અથવા તો ૨.૬૦ લાખ કરોડ સુધી પહોચી છે. મુકેશ અંબાણી ભારતના સોથી અમીર વ્યક્તિ તરીકે અકબધ રહ્યા છે. ફોર્બ્સની વૈશ્વિક યાદીમાં મુકેશ અંબાની ૧૯માં સ્થાને છે. ૨૦૧૭માં અંબાણી ૨૩.૨ અબજ ડોલરની સ્થાને ૩૩માં સ્થાને હતા. ૨૦૧૭માં આ યાદીમાં ૧૦૨ ભારતીયો હતા. જે વધીને હવે ૧૨૧ થયા છે. સોફટવેયર ક્ષેત્ર સાથે જોડાયેલા અજીમ પ્રેમજી આ વર્ષે લક્ષ્મી મિતલને પાછળ છોડીને દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. પ્રેમજી ગયા વર્ષે ૭૨માં સ્થાને હતા અને આ વર્ષે તેઓ ૧૮.૮ અબજ ડોલર સાથે ૫૮માં સ્થાને છે. સ્ટીલ સમ્રાટ લક્ષ્મી મિતલની કુલ સંપત્તિ ૧૮.૫ અબજ ડોલર થઈ ગઈ છે. પરંતુ તેઓ ૬૨માં સ્થાને પહોંચી ગયા છે. સોફ્ટવેયર કંપની એચસીએલના સ્થાપક શિવ નાદર ચોથા સૌથી અમીર ભારતીય છે. ૧૪.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે તેઓ ૯૮માં સ્થાને છે. સન ફાર્માના સ્થાપક દિલિપ સાઘવી પાંચમાં સૈૌથી અમીર વ્યક્તિ છે. વૈશ્વિક યાદીમાં તેઓ ૧૨.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે ૧૧૫માં સ્થાને છે. ફોર્બ્સની યાદીમાં ભારતીય મહિલા જિંદલ સ્ટીલ એન્ડ પાવરની સાવિત્રી જિંડાલ પણ છે. ગ્લોબલ લિસ્ટમાં તેઓ ૮.૮ અબજ ડોલર સાથે ૧૭૬માં સ્થાને છે.
પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા ૧.૭ અબજ ડોલર સાથે ગ્લોબલ લિસ્ટમાં જગ્યા બનાવનાર સૌથી નાની વયના ભારતીય બન્યા છે. પેટીએમની બોલબાલા ભારતમાં હાલના સમયમાં વધી છે. કારણ કે ડિજીટલ ક્રાંતિ થઈ રહી છે. કેશલેસની બોલબાલા વધી રહી છે. પેટીએમને લઈને લોકો વધુ ને વધુ આગળ આવવાના પ્રયાસ કરી રહ્યા છે.

 

Related posts

राष्ट्रीय राइफल्स का मुख्यालय शिफ्ट होगा ऊधमपुर

aapnugujarat

કર્ણાટકમાં ભાજપ ૧૨૫થી વધારે સીટો જીતશે : યેદીયુરપ્પા

aapnugujarat

There is not even 1% possibility of RaGa continuing as party prez : Moily

aapnugujarat

Leave a Comment

UA-96247877-1