Aapnu Gujarat
ગુજરાત

તમામ બાગાયતી પાકના પોષણક્ષમ ભાવો અપાશે : જયદ્રથસિંહ પરમાર

રાજ્યના ખેડુતોને વિવિધ બાગાયતી પાકોના પોષણક્ષમ ભાવો સમયસર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના ખેડુતોને ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ-૨૦૧૬-૨૧ અમલી બનાવી છે. ખેત ઉત્પાદન પ્રોસેસ ઉદ્યોગ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ મિનિમલ પ્રોસેસીંગ એકમ શરૂ કરવા સહાય આપવામાં આવે છે, તેમ વિધાનસભા ગૃહમાં ખેત ઉત્પાદન પ્રોસેસ અંગેની રકમ ફાળવવા સંદર્ભે ધારાસભ્ય દ્વારા પ્રોશ્નોત્તરીકાળ દરમિયાન પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્ય કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સુગંધિત પાક પામારોઝના પ્રોસેસ માટે કેન્દ્ર પુરસ્કૃત નેશનલ હોર્ટીકલ્ચર મશીન હેઠળ ૯.૩૩ લાખ તેમજ સુગંધિત પાક પામારોઝના પ્રોસેસ માટે રાજ્ય સરકારના સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ ૨.૫૦ લાખ એમ કુલ ૧૧.૮૩ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ રાજ્ય કૃષિ મંત્રી પરમારે ઉમેર્યું હતું.

Related posts

સિવિલમાં ચાર પગવાળી પાંચ મહિનાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું

aapnugujarat

ગુનાની દુનિયાના જય-વીરૂ પકડાયા

editor

રેલવેમાં સરક્યુલર સહિતની માહિતી ડિજિટલાઇઝ બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1