Aapnu Gujarat
ગુજરાત

સિવિલમાં ચાર પગવાળી પાંચ મહિનાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ચાર પગવાળી એક પાંચ મહિનાની છોકરીનો બહુ વિચિત્ર અને જટિલ કેસ આવ્યો હતો, કેસ વિચિત્ર અને જટિલ એટલા માટે હતો કે, બાળકી સ્ત્રી અને પુરૂષના એમ બંને લિંગ ધરાવતી હતી. સ્ત્રી લિંગના શરીરના પગથી લઇ માથા સુધી સંપૂર્ણ શરીર વિકાસ પામ્યુ હતું અને નોર્મલ અવસ્થામાં હતું પરંતુ પુરૂષ અંગ ધરાવતા શરીરમાં માત્ર કમરથી નીચેના જ અંગો વિકાસ પામ્યા હતા, જેમાં બે પગ, લિંગ, કિડની સહિતના તમામ અંગો. પુરૂષ અંગ ધરાવતું આ શરીર કમર સુધી વિકાસ પામ્યુ હતું અને પછી તેનો વિકાસ અટકી જતાં તે સ્ત્રીલિંગ ધરાવતા શરીર સાથે ચોંટી ગયુ હતું અને કરોડરજ્જુની ચેતાઓની ગાંઠમાં પરિવર્તિત થઇ ગયું હતું જેના પરિણામે આ બહુ વિચિત્ર અને જટિલ એવો પેરાસીટીક ટવીન્સ-હેટેરોપેગસનો કેસ બન્યો હતો. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરના માર્ગદર્શન હેઠળ પીડિયાટ્રીક સર્જન સહિતના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા પાંચ થી છ કલાકની ભારે જહેમત બાદ બાળકીનું સફળ સર્જરી અને ઓપરેશન કરાયા. જેમાં પુરૂષ લિંગ ધરાવતાં અર્ધવિકસિત નકામા શરીરના બે પગ અને અન્ય હિસ્સાને કાયમી ધોરણે છૂટા કરી સ્ત્રી લિંગવાળા બાળકીના શરીરને બચાવી લેવાઇ. ચાર પગવાળી બાળકીનો દેશનો સંભવતઃ આ પ્રથમ કિસ્સો છે, જેમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સફળતાપૂર્વક ઓપરશન પાર પાડી તેમની કાબેલિયત અને નિપુણતાનો ફરી એકવાર પરિચય કરાવી સિવિલ હોસ્પિટલનું નામ દેશ અને દુનિયામાં ફરી એકવાર રોશન કર્યું છે. સિવિલ હોસ્પિટલના આ ગૌરવવંતા કાર્ય અંગે અત્રે એક પત્રકાર પરિષદમાં માહિતી આપતાં સિવિલ હોસ્પિટલના સુુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર, પીડિયાટ્રીક વિભાગના પ્રોફેસર ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના રતનપુર ગામના ખેડૂત પ્રતાપભાઇ અને તેમના પત્ની સુરેખાબહેનના ત્યાં ૪થા સંતાનમાં એક બાળકી જન્મી હતી, જે ચાર પગવાળી હોઇ તેનો કેસ સિવિલ હોસ્પિટલમાં રિફર થયો હતો. બાળકી સ્ત્રી અને પુરૂષના એમ બંને લિંગ ધરાવતી હતી. સ્ત્રી લિંગના શરીરનો પગથી લઇ માથા સુધી સંપૂર્ણ શરીર વિકાસ પામ્યુ હતું અને નોર્મલ અવસ્થામાં હતું પરંતુ પુરૂષ અંગ ધરાવતા શરીરમાં માત્ર કમરથી નીચેના જ અંગો વિકાસ પામ્યા હતા, જેમાં બે પગ, લિંગ, કિડની સહિતના તમામ અંગો. પુરૂષ અંગ ધરાવતું આ શરીર કમર સુધી વિકાસ પામ્યુ હતું અને પછી તેનો વિકાસ અટકી જતાં તે સ્ત્રીલિંગ ધરાવતા શરીર સાથે ચોંટી ગયુ હતું અને કરોડરજ્જુની ચેતાઓની ગાંઠમાં પરિવર્તિત થઇ ગયું હતું. બાળકીના પુરૂષ લિંગ ધરાવતા અંગો ખાસ કરીને બે પગ અને કરોડરજ્જુની ચેતાઓની ગાંઠને ઓપરેશન મારફતે કાઢવાનો અમારી સામે સૌથી મોટો પડકાર હતો. બાળકીના અલ્ટ્રા સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઇ, કિડની સહિતના તમામ રિપોર્ટ કરાવ્યા બાદ પ્લાસ્ટિક સર્જન, ન્યુરોસર્જન સહિતના નિષ્ણાતોના ઓપીનીયન બાદ તા.૨૪-૫-૨૦૧૭ના રોજ પીડિયાટ્રીક નિષ્ણાત ડો.રાકેશ જોષી, પીડિયાટ્રીક વિભાગના એસો.પ્રોફેસર ડો.જયશ્રી રામજી, ન્યુરોસર્જરી વિભાગના એસો.પ્રોફેસર ડો. જયમીન શાહ, એનેસ્થેટીક ડો.મોનલ રામાણી સહિતના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સળંગ પાંચથી છ કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન કરી બાળકીનો જીવ બચાવી લીધો હતો. બાળકીના શરીર સાથે ચોંટાયેલા બે પગ સહિતના અંગો અને કરોડરજ્જુની ચેતાઓની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરી તે કાઢી નાંખવામાં આવ્યા હતા. સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે વધુમાં ઉમેર્યું હતું કે, તબીબી ક્ષેત્રના ઇતિહાસમાં આવો કિસ્સો કયારેય જોયો કે સાંભળ્યો નથી, તેથી દેશભરમાં આવો વિચિત્ર અને જટિલ કિસ્સો કદાચ સૌપ્રથમ છે. બાળકીના સફળ ઓપરેશનનો શ્રેય હોસ્પિટલની નિષ્ણાત તબીબોની ટીમને જાય છે. ઓપરેશન બાદ બાળકીની સ્થિતિ સારી છે અને તેની રિકવરી પણ સારી છે. ભવિષ્યમાં તે બિલકુલ નોર્મલ લાઇફ જીવી શકશે. ટૂંક સમયમાં જ તેણીને રજા અપાશે.

Related posts

મોબાઈલ ચોર મહિલાને લોકોએ કેવો પાઠ ભણાવ્યો જુઓ ગુજરાતમાંથી ઘણીવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ મોખરે જણાય છે.

aapnugujarat

अल्पेश-धवलसिंह भाजपा में शामिल होने की संभावना

aapnugujarat

સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૭.૦૮ મીટર થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1