Aapnu Gujarat
ગુજરાત

સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૭.૦૮ મીટર થઈ

આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૭.૮ મીટર થઇ ગઇ છે. નર્મદા ડેમમાં ૯૬,૮૬૬ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા નદીમાંથી ૬૫,૩૧૪ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. આ સાથે નર્મદા ડેમના બે દરવાજા ૦.૩૫ સેમી ખોલીને ૧૦,૦૦૦ ક્યુસેક છોડવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. તેમજ ૧૨૦૦ મેગાવોટનું રીવરબેડ પાવરહાઉસ સતત ૨૪ કલાક ચાલી રહ્યું છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. નોંધનીય છે કે, બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૭ મીટર પાર કરી ગઇ છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીનો કુલ સ્ટોરેજ જથ્થો ૫૨૩૪.૧૦ મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. હવે માત્ર ૧.૦૬ મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડતો હતો. જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત ૧૩૭ પાર કરી ૧૩૭.૦૮ મીટર થઈ ગઈ છે. હાલ મંત્રીઓની નર્મદામાં વધતી વિઝીટ અને તૈયારીઓ ભાગ રૂપે આગામી ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે, બે દિવસના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી રહી છે. જે ૧૭મી સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત રાજ્ય તેમને નર્મદાના પાણી છલોછલ ભરીને ભેટ અપાશે. તે દિવસે નર્મદાના નિરના વધામણાંનો પણ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે એવી હાલ તૈયારીઓ ચાલી રહી છે.

Related posts

આમ આદમી પાર્ટીની સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સભા

editor

શરાબ પર એક્સાઇઝ ડ્યુટી વધારવા ગુજરાતની તૈયારી

aapnugujarat

ત્રણ સભ્યોના સસ્પેન્શનને લઇ કોંગ્રેસ હાઇકોર્ટના દ્વારે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1