Aapnu Gujarat
Uncategorized

જામનગર એલસીબીએ લૂંટારૂ ગેંગના ત્રણ સાગરીતોને ઝડપ્યા

જામનગર શહેર અને જીલ્લામાં અનેક લૂંટના ગુન્હાઓ નોંધાયા હોય અને લૂંટારૂ ગેંગ તરખાટ મચાવતી હોય જેને દબોચી લેવા એલસીબી ટીમેં કવાયત આદરી હતી અને આખરે લૂંટારૂ ગેંગના ત્રણ શખ્શોને દબોચી લીધા હતા જે લૂંટારૂ ગેંગે છેલ્લા સાત માસના સમયગાળામાં ૧૮ લૂંટના ગુન્હાની કબુલાત આપી હતી.
જામનગરના ધુવાવ ગામના પાટીયા પાસે થોડા દિવસો પૂર્વે એક ટ્રક ડ્રાઈવરને છરી બતાવી લૂંટારૂ ગેંગે રોકડ અને મોબાઈલ સહિતની લૂંટ ચલાવી હતી અને લૂંટના વધી રહેલા બનાવોને પગલે એલસીબી ટીમના પી.આઈ. રોહિતસિંહ ડોડીયાની આગેવાની હેઠળની ટીમે ગેંગને શોધી કાઢવા સઘન પેટ્રોલિંગ શરુ કર્યું હતું. જેમાં જામનગર ધુવાવ તરફથી ખીજડીયા બાયપાસ તરફ આવતા બે મોટરસાયકલમાં લૂંટારૂ ગેંગના ઈસમો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે પસાર થતા ઈસમો અબ્દુલ ઉર્ફે અબુડો કાસમ સંધી રહે. જામનગર, ઈસ્માઈલ ઉર્ફે ભૂરો ઈબ્રાહીમ વાઘેર રહે. જામનગર અને આબિદ ઉર્ફે આબલો રસીદ વાઘેર રહે. જામનગરવાળાને ઝડપી લઈને આરોપીઓની અંગજડતી કરતા રોકડ રૂપિયા ૪૧,૦૦૦, ૭ મોબાઈલ કીમત ૧૯,૫૦૦ અને છરી ૨ કીમત ૧૦૦ તેમજ બે મોટરસાયકલ મળીને કુલ ૧,૪૫,૬૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ તેમજ આરોપીઓની સઘન પૂછપરછ કરતા લૂંટારૂ ગેંગના સદસ્યોએ બે-ચાર નહિ પરંતુ જામનગર જીલ્લામાં ૧૮ લૂંટના ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.આરોપીઓએ સાતેક માસ પૂર્વે સિક્કા પાટિયા પાસેથી ટ્રક ડ્રાઈવર પાસેથી ૨૦૦૦, છ માસ પૂર્વે સિક્કા પાટિયા પાસેથી સહયોગ હોટલ ટ્રક ડ્રાઈવર પાસેથી ૧૫૦૦ અને મોબાઈલ, ત્રણ માસ પૂર્વે ખંભાલીયા બાયપાસ પાસે ટ્રક ડ્રાઈવર પાસેથી ૪૦૦૦, મળીને કુલ ૧૮ લૂંટના બનાવોને અંજામ આપ્યો છે. જેમાં છેલ્લા એક માસના ગાળામાં જ આરોપીઓએ ૧૦ જેટલી લૂંટ ચલાવી હતી. હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી રોકડ અને મોબાઈલ સહિતની લૂંટ ચલાવતી ગેંગને આખરે જામનગર એલસીબી ટીમે દબોચી લીધી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

Related posts

भीमा कोरेगांव मामला : सुप्रीम काेर्ट से गौतम नवलखा को मिली राहत

aapnugujarat

पनडुब्बियों से परमाणु मिसाइल का परीक्षण करेगा भारत

aapnugujarat

જેતપુરના પટેલનગરમાં ચોતરફ ગંદકીના થર

editor

Leave a Comment

UA-96247877-1