Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પીએનબી ફ્રોડ બાદ જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં ૧૬ ટકાનો થયેલો જંગી ઘટાડો

પીએનબી ફ્રોડના પરિણામ સ્વરુપે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં મોટો ફટકો પડી ચુક્યો છે. આ સેક્ટરમાં ૧૬ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ગીતાંજલિ, ફાયર સ્ટાર ડાયમંડ બંધ કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકોની નોકરી ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. મેહુલ ચોક્સી ગ્રુપ અને નિરવ મોદી ગ્રુપના મોટા કારોબારને બંધ કરી દેવામાં આવ્યા બાદ દૂરગામી પરિણામો જોવા મળી રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઉપર માઠી અસર પડી રહી છે. બે કંપનીઓની ગેરહાજરીમાં આ ઇન્ડસ્ટ્રીમાં ૧૬ ટકા સુધીનો ઘટાડો થયો છે. ડાયમંડ અને જ્વેલરી કારોબારમાં ૫-૬ ટકા સુધીનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ડિફોલ્ટની પ્રક્રિયા આ સેગ્મેન્ટમાં ૩૦ ટકા સુધી વધી શકે છે. કેર રેટિંગ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફાયર સ્ટાર ડાયમંડને જ ૧૫૮૮ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચુક્યું છે. આ ઉપરાંત અન્ય કંપનીઓને પણ નુકસાન થઇ રહ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં બેંક લોનનો આંકડો ડિસેમ્બર ૨૦૧૭માં ૬૯૦૦૦ કરોડનો હતો જે ગ્રોસ બેંક ક્રેડિટની સરખામણીમાં ૭૩ લાખ કરોડ પૈકી એક ટકાની આસપાસ છે. આ બે કંપનીઓને ૧૬૦૦૦ કરોડ અને ૧૭૦૦૦ કરોડ રૂપિયા લીધા હતા. આમા લેટર્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના પત્રો સામે લેવામાં આવેલી ૧૩૦૦૦ કરોડ રૂપિયાની લોનનો સમાવેશ કરાયો નથી. જો આને પણ ધ્યાનમાં લેવામાં આવે તો એનપીએનો આ સેક્ટર માટેનો રેશિયો ૩૦ ટકાની આસપાસ પહોંચી શકે છે. હાલમાં જ પીએનબી કૌભાંડના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ સેક્ટર માટે એકંદરે એનપીએ રેશિયોનો આંકડો આરબીઆઈના ડેટા મુજબ ૨૦ ટકાની આસપાસ છે. હાલમાં જ સીબીઆઈ, ઇડી અને આવકવેરા દ્વારા મેહુલ ચોક્સી અને નિરવ મોદી સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી ચુકી છે. મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓમાં ક્રમશઃ મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. ગીતાંજલિ અને નિરવ મોદીમાં ૬૪૧ અને ૨૨૦૦ કર્મચારી કામ કરે છે. કુલ ૩૦૦૦ લોકો નોકરી ગુમાવી શકે છે. આ ઉપરાંત બીજા ૭૦૦૦થી ૮૦૦૦ લોકો જે ફ્રેન્ચાઇઝીમાં તેમને પણ ફટકો પડી શકે છે. આ સેક્ટરમાં ૨૨૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. ૨૨ કંપનીઓના આ આંકડા રહેલા છે. બેંક લોનનો આંકડો પણ ખુબ મોટો રહેલો છે.

Related posts

શિવરાજ અને દિગ્વિજયની વચ્ચે ભોપાલમાં જંગ રહેશે

aapnugujarat

જોબવર્ક માટે ટેક્સરેટમાં ઘટાડો કરવા તૈયારી : રેટ પાંચ ટકા થશે

aapnugujarat

WCD ministry develop online management information system to monitor and evaluate at each level the ‘Beti Bachao Beti Padhao’ scheme

aapnugujarat

Leave a Comment

UA-96247877-1