Aapnu Gujarat
ગુજરાત

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની થનાર ભવ્ય ઉજવણી

હરેકૃષ્ણ મંદિર- ભાડજ તા. 2 માર્ચ, 2018 ના  રોજ ગૌર પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યું છે. આ દિન ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના અવતરણનો શુભદિન છે. પૌરાણિક ગ્રંથો અનુસાર સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ એ ભક્ત તરીકે શ્રી ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપમાં શ્રીધામ માયાપુરમાં (કલકત્તાથી ઉત્તર દિશામાં 150 કિલોમીટર દૂર આવેલ ગામમાં) આશરે 500 વર્ષ પહેલા અવતર્યા હતા. તેમણે કલિયુગમાં હરિનામ સંકિર્તનનો પ્રચાર કર્યો  તેમજ લોકસમુદાયને ભગવાનના નામનું રટણ કરવાના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું જે કલિયુગનો યુગધર્મ મનાય છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સુવર્ણરૂપી કાયાને કારણે ગૌરાંગા તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 531મી જન્મજયંતિ આવી રહી છે તેમજ આ ઉત્સવ ગૌડીય વેષ્ણવો માટે નવવર્ષના શરૂઆતનો નિર્દેશ કરે છે. આ દિવસે ભક્તો ચંદ્ર રાત્રે પૂર્ણપણે ખીલે ત્યાં સુધી ઉપવાસ રાખે છે.

શ્રી ચૈતન્ય મહાપ્રભુ કોણ છે ?

સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રસાર કરવા– જે કલિયુગનો યુગધર્મ મનાય છે – શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગટયા.તેઓ ફાગણ સુદ પૂનમના શુભદિવસે વર્ષ 1486માં કલકત્તાથી ઉત્તર દિશામાં 150 કિલોમીટર દૂર આવેલ શ્રીધામ માયાપુરમાં શ્રી જગન્નાથ મિશ્રા અને શ્રીમતી સચીદેવીના પૂત્રસ્વરૂપે અવતર્યા હતા. તેમનો જન્મ તેમના ઘરઆગંણાની બહાર આવેલ લીમડાના ઝાડ નીચે થયો હતો આથી તેમના માતાપિતાએ તેમનું નામ “નીમાઈ” રાખ્યું હતું.

જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા તેમજ સ્વંયમના ઉદાહરણ દ્રારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી શ્રીમતી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા. તેમના અવતરણના આ દિવસને ગૌરપૂર્ણિમા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.

Related posts

પરપ્રાંતિયોને ધમકીઓ આપવા બદલ વધુ બે ગુના દાખલ

aapnugujarat

દિવાળી પહેલાં પોલીસતંત્રમાં થઈ શકે છે ફેરફારો

aapnugujarat

रथयात्रा में इजरायली बैलून, ड्रोन और सीसीटीवी से नजर रखी गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1