Aapnu Gujarat
બિઝનેસ

જોબવર્ક માટે ટેક્સરેટમાં ઘટાડો કરવા તૈયારી : રેટ પાંચ ટકા થશે

જીએસટી કાઉન્સિલ દ્વારા આવતીકાલે ઇ-વે નિયમોને આખરી ઓપ આપી દેવામાં આવશે. જીએસટી કાઉન્સિલમાં જોબવર્ક પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ચોક્કસ વેલ્યુથી ઉપરની ચીજવસ્તુઓની ઓનલાઈન નોંધણી માટે એક વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે. નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં કાઉન્સિલની બેઠક મળશે જેમાં પહેલી જુલાઈ બાદથી જીએસટીના અમલીકરણના મુદ્દે સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા મુકવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ (સીબીઇસી) ચેરમેન વન્જા શરણાએ આજે કહ્યું હતું કે, રાજ્યો વચ્ચે ચીજવસ્તુઓની અવરજવર કોઇપણ રીતે ખોરવાઈ ન જાય તે માટે પગલા લેવાઈ રહ્યા છે. ચેકપોસ્ટને નાબૂદ કરવાની દિશામાં ૨૯ રાજ્યો પૈકી ૨૫ રાજ્યો આગળ વધી ચુક્યા છે. ૨૫ રાજ્યો આ પ્રકારના ચેકપોસ્ટને દૂર કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, જીએસટીમાં ઇ-વે બિલ આવી ગયા બાદ સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બની જશે. જીએસટીમાં કિંમતમાં ૫૦૦૦૦થી ઉપરની કોઇપણ ચીજવસ્તુઓની નોંધણી ઓનલાઇન કરવામાં આવે તે જરૂરી છે. સમગ્ર ભારતમાં ઇ-વે બિલ પ્રક્રિયા અમલી કરવામાં આવી રહી છે. આવતીકાલથી નવી જીએસટી વ્યવસ્થા હેઠળ પ્રથમ ટેક્સ રિટર્ન પણ દાખલ કરી શકાશે. આ સુવિધા ૨૦મી ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે. જીએસટી નેટવર્કના સીઈઓ નવીન કુમારે માહિતી આપતા કહ્યું છે કે, કારોબારીઓ જીએસટી નેટવર્કના પોર્ટલ ઉપર પ્રથમ જીએસટી રિટર્ન દાખલ કરી શકે છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં ચોક્કસ પ્રકારની માહિતી પણ પહેલાથી જ ઉપલબ્ધ કરાવી દીધી છે. જીએસટી રિટર્ન ભરવા માટેની આવતીકાલથી શરૂઆત થશે. કારોબારીઓ દ્વારા આ મામલામાં તેમની પ્રતિક્રિયા આપી નથી પરંતુ નવી જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદથી મોટાભાગના રાજ્યો આને અપનાવીને આગળ વધી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં જ નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે, જીએસટી વ્યવસ્થા બાદ ટેક્સમાં કોઇપણ ઘટાડાના લાભ કંપનીઓને ગ્રાહકોને આપવાની જરૂર રહેશે અથવા તો ફરજિયાત રહેશે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે, ટેક્સમાં કોઇપણ ઘટાડાનો લાભ સીધીરીતે લોકોને મળેતે જરૂરી છે. અધિકારીઓના કહેવા મુજબ વસ્ત્રો બનાવવા માટે જોબવર્ક માટે ટેક્સના રેટને ૧૮ ટકાથી ઘટાડીને ૫ પાંચ ટકા ઉપર પણ કાઉન્સિલમાં વિચારણા કરવામાં આવી શકે છે. ટેક્સટાઇલ ગાર્ન સાથે સંબંધિત જોબવર્ક મારફતે સર્વિસ કરનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે. ટેક્સટાઇલ ફેબ્રીક્સમાં પાંચ ટકા જીએસટી છે જ્યારે ગારમેન્ટ સાથે સંબંધિત અન્ય જોબવર્કમાં ૧૮ ટકા ટેક્સની વ્યવસ્થા છે. કાઉન્સિલ દ્વારા તમામ જોબવર્કને એક સમાન રેટમાં લાવવામાં તૈયારી કરી છે. જેના ભાગરુપે વસ્ત્રો બનાવવાથી ફેબ્રીક્સને પાંચ ટકાના સ્લેબમાં લઇ લેવામાં આવશે. જીએસટી વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદ કાઉન્સિલની ૧૯મી બેઠક આવતીકાલે યોજાશે. આ બેઠકમાં તમામ ૨૯ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ફેબ્રીક્સમાં તમામ કેટેગરીમાં પાંચ ટકાના રેટ છે જ્યારે ૧૦૦૦ રૂપિયા સુધીના વસ્ત્રોમાં પાંચ ટકા ટેક્સ છે જ્યારે ૧૦૦૦થી ઉપરના વસ્ત્રો માટે ૧૨ ટકા ટેક્સ લાગૂ કરવામાં આવ્યો છે. જેટલીએ હાલમાં ટેક્સટાઇલ સેક્ટર માટે ટેક્સ રેટમાં ઘટાડો કરવાનો ઇન્કાર કર્યો હતો.

Related posts

मारुति सुजुकी की बिक्री में बड़ी गिरावट, अगस्त में 33% घटी कारों की सेल

aapnugujarat

ફ્લાઇટમાં મોબાઇલ અને નેટ માટે વધુ પૈસા ખર્ચ થશે

aapnugujarat

વિવિધ પડકારો વચ્ચે બજેટમાં વધુ ટેક્સ રાહત હાલ નહીં મળે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1