Aapnu Gujarat
બિઝનેસ

ફ્લાઇટમાં મોબાઇલ અને નેટ માટે વધુ પૈસા ખર્ચ થશે

ટૂંક સમયમાં જ ઇનફ્લાઇટ મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે પરંતુ આનો લાભ લેવા માટે વધારે પૈસા પણ ચુકવવા પડશે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, ટેરિફની કિંમતો એટલી સસ્તી રહેશે નહી જેટલી સસ્તી જમીન ઉપર રહે છે. એનો મતલબ એ થયો કે, વિમાનમાં જમીનથી ખુબ ઉંચાઈ ઉપર મોબાઇલ અને નેટનો ઉપયોગ કરવા માટે યુઝર્સને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. ફ્લાઇટમાં કનેક્ટીવીટીની સુવિધા વિમાનના ત્રણ હજાર મીટરની ઉંચાઈ ઉપર પહોંચ્યા બાદ મળી શકશે. અલબત્ત ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, અગ્રણી ટેલિકોમ કંપનીઓ ઉંચી કિંમતો વસુલ કરવા તૈયાર છે. સેટેલાઇટ લિંક મારફતે શાનદાર કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આના માટે એરલાઈન્સ કંપનીઓને પણ પોતાના વિમાનમાં ફેરફાર કરવા પડશે. આનો મતલબ સ્પષ્ટ છે કે, ટેરિફમાં કિંમતો વધશે. હાલમાં જ્યારે ગ્રાહકો ઓછી કિંમતવાળા મોબાઇલ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ સેવા તેમના માટે ખર્ચાળ પુરવાર થઇ શકે છે. કેટલીક ઇન્ટરનેશનલ એરલાઈન્સ ઇનફ્લાઇટ કનેક્ટીવીટીની ઓફર કરે છે પરંતુ ભારતમાં આ સુવિધા મળતી નથી. ઇનફ્લાઇટ કનેક્ટીવીટીની ઓફર કરનારમાં ઇતિહાદ, સિંગાપોર એરલાઈન્સ, કતાર એરવેઝ અને લુફ્તથાન્સાનો સમાવેશ થાય છે. ઇનફ્લાઇટ કનેક્ટીવીટી સર્વિસ પ્રોવાઇડરની એક નવી કેટેગરી બનાવામાં આવી છે. જરૂરી શરતો ટૂંક સમયમાં જ ટેલિકોમ અને એવિએશન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ટેલિકોમ કમિશને ઇન્ફ્લાઇટ મોબાઇલ સર્વિસ માટેની દરખાસ્તને ગઇકાલે લીલીઝંડી આપી દીધી હતી. આનો મતલબ એ થયો કે, વિમાની યાત્રા દરમિયાન પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે. વિમાની યાત્રા દરમિયાન મોબાઇલ સેવા કનેક્ટીવીટીને શરતી આધાર પર મંજુરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ સ્થાનિક અથવા તો વિદેશી વિમાની યાત્રા દરમિયાન યાત્રી મોબાઇલ ઉપર વાત કરી શકશે. સાથે સાથે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશે. ટેલિકોમ વિભાગની સૌથી સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા ટેલિકોમ કમિશન દ્વારા ગઇકાલે યોજાયેલી બેઠકમાં ઇન્ટરનેટ ટેલિફોની ઉપર ટ્રાઇની ભલામણને પણ મંજુરી આપી હતી.

Related posts

रैनबैक्सी के पूर्व प्रमोटरों मलविंदर, शिविंदर को दिल्ली हाई कोर्ट से झटका

aapnugujarat

LICના IPO માટે ઈએસબીએ બેંકો રવિવારે ચાલુ રાખવા નિર્ણય

aapnugujarat

ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે ૨૫ લાખ નોકરીની તક ઉભી કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1