Aapnu Gujarat
રમતગમત

બીજી વનડે : ન્યુઝીલેન્ડ પર ઇંગ્લેન્ડનો છ વિકેટે વિજય

માઉન્ટ ખાતે રમાયેલી વનડે શ્રેણીની બીજી વનડે મેચમાં આજે ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. ૭૩ રન ફેંકવાના બાકી હતા ત્યારે જ ઇંગ્લેન્ડે જીત મેળવી લીધી હતી. આની સાથે જ આ શ્રેણી ૧-૧થી બરોબર થઇ ગઇ છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૪૯.૪ ઓવરમાં ૨૨૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ગુપ્ટિલે ૫૦ અને સેન્ટનરે અણનમ ૬૩ રન કર્યા હતા. મુનરો એક રન કરીને આઉટ થયો હતો જ્યારે પ્રથમ મેચમાં સદી ફટકારનાર ટેલર પણ ૧૦ રન કરીને આઉટ થયો હતો. વિલિયમસનની ગેરહાજરીમાં ન્યુઝીલેન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. ગુપ્ટિલે શાનદાર શરૂઆત આપી હતી અને ૮૭ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. જો કે, નિયમિત ગાળામાં વિકેટો પડી હોવાના પરિણામ સ્વરુપે ન્યુઝીલેન્ડની ટીમ જંગી જુમલો ખડકી શકી ન હતી. ઇંગ્લેન્ડ તરફથી અલી, સ્ટોક્સ અને વોક્સે બે-બે વિકેટ ઝડપી હતી. બીજી બાજુ જીતવા માટેના ૫૦ ઓવરમાં ૨૨૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમે ચાર વિકેટે ૨૨૫ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી મોર્ગને ૬૨ રન ફટાકાર્યા હતા જ્યારે બેન સ્ટોક્સ ૬૩ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે બટલર ૩૬ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી પણ નિરાશાજનક શરૂઆત થઇ હતી. રોય આઠ રન અને બેરશો ૩૭ રન કરીને આઉટ થઇ ગયા હતા પરંતુ ત્યારબાદ મોર્ગન અને સ્ટોક્સે બાજી સંભાળી લીધી હતી. આ બંને બેટ્‌સમેનોએ ટીમને જીત સુધી લઇ જવામાં ભૂમિકા ભજવી હતી. કેપ્ટન મોર્ગન ૬૩ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૬૨ રન કરીને આઉટ થયો હતો. લાંબા સમય બાદ ટીમમાં પરત ફરેલા બેન સ્ટોક્સે જોરદાર બેટિંગ કરી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેન સ્ટોક્સની પસંદગી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે યોગ્ય સાબિત થયો હતો. શ્રેણીની પ્રથમ મેચમાં રોસ ટેલરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ શ્રેણી વધુ રોચક બને તેવી શક્યતા છે. હાલમાં એકએકથી શ્રેણી બરોબર થયેલી છે. ઇંગ્લેન્ડની ટીમ વર્તમાન શ્રેણીમાં વધારે હોટ ફેવરીટ દેખાઈ રહી છે.

 

Related posts

આજે રાજસ્થાનને પછડાટ આપવા ચેન્નાઇ સુપર સંપૂર્ણ સુસજ્જ

aapnugujarat

भारत ने इंग्लैंड को 317 रनों से हराया

editor

ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે

editor

Leave a Comment

UA-96247877-1