Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પંજાબ નેશનલ બેંકની મુંબઈ શાખામાં હજારો કરોડનો ફ્રોડ

ભારતમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકની મુંબઇ શાખામાં હજારો કરોડ રૂપિયાના ફ્રોડના કારણે દેશ અને બેકિંગ ક્ષેત્રમાં આજે ખળભળાટ મચી ગયો હતો. પંજાબ નેશનલ બેંકે મુંબઇની એક શાખામાંથી ૧૧૫૦૦ કરોડથી વધુ રકમની ગેરકાયદે લેવડદેવડ અથવા તો ગેરકાયદે ટ્રાન્જેક્શનને પકડી લીધા બાદ લોકોમાં પણ આની આજે દિવસભર ચર્ચા રહી હતી. આ ગેરકાયદે લેવડદેવડથી કેટલાક પસંદગીના ખાતા ધારકોને ફાયદો થઇ રહ્યો હતો. બેંકે મુંબઇ સ્ટોક એક્સચેંજને આ માહિતી આજે આપી હતી. આ ગેરકાયદે લેવડદેવડ અને ઉંચાપતની સીધી અસર અન્ય બેંકો પર જોવા મળે તેવી શક્યતા છે. હજારો કરોડનો ફ્રોડ પકડી પાડ્યા બાદ પંજાબ નેશનલ બેંકે આજે શાખાના ડેપ્યુટી મેનેજર સહિત તેના દસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ફ્રોડના સંબંધમાં તપાસ સંસ્થાઓને પણ માહિતી આપી દેવામાં આવી છે. બેંકે કહ્યુ છે કે તે આ બાબતનુ મુલ્યાંકન કરશે કે આ પ્રકારના ટ્રાન્જેક્શનના કારણે તેની કોઇ જવાબદારી બને છે કે કેમ. આજે સમગ્ર મામલો સપાટ પર આવ્યા બાદ કારોબારના અંતે પંજાબ નેશનલ બેંકના શેરમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. તમામ જાણકાર લોકો માને છે કે પીએનબી પહેલાથ જ આ પ્રકારના ફ્રોડના મામલે તપાસ કરે છે. ગયા સપ્તાહમાં જ સબીઆઇએ કહ્યુ હતુ કે તે પીએનબીની ફરિયાદના આધાર પર અબજોપતિ જ્વેલર નિરવ મોદીની સામે તપાસ હાથ ધરી છે. હકીકતમાં પીએનબી દ્વારા જ્વેલર અને અન્ય કેટલાક પર ૪.૪ કરોડ ડોલરની ફોર્જરી માટે ફરિયાદ દાખલ કરી હતી. બેંક સાથે ૨૮૦ કરોડની છેતરપિંડીનો આક્ષેપ કરવામા ંઆવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસના સેક્રેટરી રાજીવ કુમારે કહ્યુ છે કે કેસમાં તમામ જરૂરી પગલા લેવામાં આવનાર છે. પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક છે. અન્ય ધિરાણદારોને લોન આપનાર બેંકો ઉપર પણ તેની અસર થઇ શકે છે. સ્ટોક એક્સચેંજ સમક્ષ ફ્રોડ અંગેની માહિતી આપવામાં આવ્યા બાદ બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસના કારણે ભારતીય બેંકોની સ્થિતિના સંદર્ભમાં વધુ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. મોટા અર્થતંત્રની અંદર બેડલોનના રેશિયો પૈકીના એક તરીકે ભારતીય બેંકો ફસાયેલી છે. પીએનબી અને ૧૨ બેંકો ઉપર નિયમોના ભંગ બદલ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ અને બંધ કરવામાં આવ્યા પછી ગયા વર્ષે મે મહિનામાં જવાબદારી સંભાળી લેનાર ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર સુનિલ મહેતા માટે પણ પડકારરુપ સ્થિતિ સર્જાઈ ગઈ છે. રિઝર્વ બેેંક ઓફ ઇન્ડિયાએ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તપાસ સંસ્થાઓને નવેસરની છેતરપિંડીના સંદર્ભમાં માહિતી આપી દેવામાં આવી છે. તેના ફાયનાન્સ ઉપર આ ફ્રોડની અસર કેટલી થશે તે સંદર્ભમાં હજુ સુધી પીએનબી દ્વારા પણ કોઇ માહિતી આપવામાં આવી નથી. હજુ સુધી ધિરાણદારો પર અસરને લઇને પણ કોઇ વાત કરવામાં આવી નથી. આ છેતરપિંડીને ફ્રોડ લેવડદેવડ ૧૩૨૦ કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંકની ૨૦૧૭ની નેટ આવક કરતા આઠ ગણીની બરોબર હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ સુધી આ મહિનાની શરૂઆતમાં પીએનબી સાથે જોડાયેલા અન્ય કેસ સાથે આના કોઇ કનેક્શન છે કે કેમ તેમાં પણ તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક મુંબઈમાં તેની શાખાઓ પૈકીની એક શાખામાં ૧૧૫૦૦ કરોડથી વધુના ફ્રોડને લઇને આજે ચર્ચા જોવા મળી રહી છે. આ સંદર્ભમાં અન્ય બેંકો ઉપર પણ તેની માઠી અસર થઇ શકે છે.  પીએનબી દ્વારા ૧૦ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે જેમાં બ્રાંચના ડેપ્યુટી મેનેજરનો સમાવેશ થાય છે. પીએનબી દ્વારા કૌભાંડમાં સામેલ રહેલા લોકોના નામ અને વિગતો હજુ સુધી જાહેર કરી નથી. જો કે, બેંક સમક્ષ દાખલ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાન્ઝિક્શનના લીધે ચોક્કસ લોકોને ફાયદો થઇ રહ્યો હતો. સ્ટોક એક્સચેંજ સમક્ષ આપવામાં આવેલી માહિતીમાં પીએનબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફ્રોડના સંદર્ભમાં લો એન્ફોર્સમેન્ટ સંસ્થાઓ અને અન્ય તપાસ સંસ્થાઓને પુરતી માહિતી આપી દેવામાં આવી છે. ઇક્વિટી માર્કેટ ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન તેના શેરમાં આઠ ટકાનો અને અંતે ૧૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. ફ્રોડના સંદર્ભમાં અસર અંગે માહિતી આપવામાં આવી નથી. સરકારી બેંકો હાલમાં ખુબ જ મુશ્કેલ હાલતમાં છે. એનપીએને લઇને પહેલાથી જ બેંકોની હાલત કફોડી બનેલી છે. અબજોપતિ જ્વેલર નિરવ મોદી ૨૮૨ કરોડની છેતરપિંડી પીએનબી સાથે કરી ચુક્યા છે. આ બંને કેસો એકબીજા સાથે કનેક્શન ધરાવે છે કે કેમ તેમાં તપાસ ચાલી રહી છે.

Related posts

કેન્દ્ર સરકારે પીપીઓને લઈને ભર્યા ખાસ પગલા

editor

અમરનાથ યાત્રામાં જંકફૂડ પર પ્રતિબંધ

aapnugujarat

નેવીએ સ્કોર્પીન ક્લાસની ચોથી સબમરીન વેલા લોન્ચ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1