Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે પીપીઓને લઈને ભર્યા ખાસ પગલા

કેન્દ્ર સરકારએ નવા વર્ષમાં પેન્શનર્સને મોટી રાહત આપી છે. હવે પેન્શનર્સને પેન્શન પેમેન્ટ ઓર્ડર માટે ભટકવું નહીં પડે. આટલું જ નહીં જરૂર પડતાં પેન્શનર પણ એક ક્લિક કરીને પીપીઓની પ્રિન્ટ આઉટ મેળવી શકશે. લૉકડાઉન દરમિયાન પેન્શનર્સ પીપીઓને લઈને ખૂબ પરેશાન રહ્યા હતા. આ ઉપરાંત જ્યારે પણ પેન્શનને લઈ થનારા ફેરફારો દરમિયાન પીપીઓની જરૂર હોય છે તો દસ્તાવેજોમાં સરળતાથી નથી મળતું. આ મુશ્કેલીને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે પીપીઓને ઇલેક્ટ્રોનિક કરવાનું મોટું પગલું ભર્યું છે.
પર્સોનલ, પબ્લિક ગ્રીવિયન્સ એન્ડ પેન્શન્સના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ વિશે કહ્યું કે પેન્શન વિભાગને અનેકવાર સીનિયર સીટિઝનોથી ફરિયાદ સાંભળવી પડે છે કે તેમના પેન્શન પેમેન્ટ ઓર્ડરનો મૂળ કોપી અનેકવાર ખોટા સ્થાને મૂકી દેવાતી હોય છે.
આવી સ્થિતિમાં પેન્શનધારકો, વિશેષ રૂપથી જૂના પેન્શનધારકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હાલમાં લાગુ કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક પીપીઓથી સીનિયર સીટિઝનો (પેન્શનધારકો)ને કામગીરીમાં સરળતા રહેશે.તેઓએ પેન્શન વિભાગના અધિકારીઓને શુભેચ્છા પાઠવી, જેઓએ કોવિડ મહામારી દરમિયાન ઇલેક્ટ્રોનિક પીપીઓને સફળતાપૂર્વક લાગુ કર્યું. આ એવા અનેક સેવાનિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ માટે વરદાન રૂપે સામે આવ્યું જેઓ લૉકડાઉન દરમિયાન નિવૃત્ત થયા હતા. અને જેઓએ પોતાના પીપીઓની હાર્ડ કોપીને વ્યક્તિગત રીતે મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
નિવૃત્ત ચીફ ટ્રેઝરી અધિકારી ઓ.પી. સિંહે જણાવ્યું કે જ્યારે પણ કોઈ અધિકારી કે કર્મચારી નિવૃત્ત થાય છે તો તેનું એક પીપીઓ બનાવવામાં આવે છે. આ પીપીઓ ટ્રેઝરી ઓફિસ જાય છે અને તેના આધાર પર પેન્શન જાહેર કરવામાં આવે છે. આટલું જ નહીં જ્યારે પણ સરકાર પેન્શનમાં કોઈ પણ પ્રકારનો વધારો કરે છે તો તેવા સમયે પીપીઓની જરૂર પડે છે. ક્યારેક પીપીઓ દસ્તાવેજોની વચ્ચે ગુમ થઈ જાય છે અને સરળતાથી નથી મળતું.પરંતુ કેન્દ્ર સરકારની આ પહેલ બાદ હવે પેન્શનભોગી કલ્યાણ વિભાગે ડિજી-લૉકરની સાથે સીજીએના પીએફએમએસ એપ્લીકેશનના માધ્યમથી જનરેટેડ ઇલેક્ટ્રોનિક પીપીઓને સામેલ કરવાનો નિર્ણય લીધો. તેનાથી પેન્શનધારકોને ડિજી-લૉકર ખાતાથી તેમના પીપીઓની નવી નકલ તાત્કાલિક પ્રિન્ટ આઉટ પ્રાપ્ત કરવામાં સરળતા થઈ છે.

Related posts

आकार ले रहा है फेडरल फ्रंट : के. चंद्रशेखर राव

aapnugujarat

લોકો દીદીનો ખેલ સમજી ગયા, ૨ મેએ વિદાય નક્કી : મોદી

editor

શરતો સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની રાહુલની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1