Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રામાં જંકફૂડ પર પ્રતિબંધ

અમરનાથ યાત્રામાં જંક અને બિનઆરોગ્યપ્રદ ખોરાક પર પ્રતિબંધ રહેશે. જેના પર કડક પગલાં લેતા શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)એ રવિવારે કહ્યું કે યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓને હલવા પુરી, સમોસા, જલેબી, ગુલાબ જાંબુ વગેરે જેવી ખાદ્ય ચીજો પીરસવામાં આવશે નહીં. આ વર્ષે 62 દિવસની અમરનાથ યાત્રા તારીખ 1 જુલાઈથી શરૂ થશે. SASBના અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલગામ અને બાલટાલ માર્ગો પર યાત્રાળુઓ માટે આ વર્ષે 120થી વધુ લંગર (સામુદાયિક રસોડા)ની સ્થાપના કરવામાં આવી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે તીર્થયાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને SASBએ લંગરોમાં પ્રતિબંધિત ખોરાક અને ખાદ્ય પદાર્થોની સૂચિ જાહેર કરી છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે લગભગ 120 લંગરોને જંક અને તળેલું ભોજન પીરસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લંગરના અધિકારીઓ સાથે પ્રતિબંધિત અને પરવાનગીવાળી વસ્તુઓની સૂચિ પણ શેર કરવામાં આવી છે.

અમરનાથમાં પ્રતિબંધિત ખોરાકમાં પુરી, પિઝા, બર્ગર, પરોઠા, ઢોંસા, તળેલી બ્રેડ, માખણ સાથેની બ્રેડ, ક્રીમ આધારિત ખોરાક, અથાણું, ચટણી, તળેલા પાપડ, નૂડલ્સ અને અન્ય તમામ તળેલા/ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા, નાસ્તા (વધુ ચરબીવાળા ખોરાક)નો સમાવેશ થાય છે. આ સિવાય સ્વીટમાં હલવો, જલેબી, ગુલાબ જાંબુ, લાડુ, બર્ફી, રસગુલ્લા અને અન્ય તમામ ગળી આઇટમ્સ જેમ કે ચિપ્સ/કુરકુરે, નમકીન મિશ્રણ, પકોડા, સમોસા, તળેલા ડ્રાયફ્રૂટ્સ અને અન્ય તમામ ડીપ ફ્રાઇડ વસ્તુઓ પણ સામેલ છે. તેમજ પ્રતિબંધમાં માંસાહારી ખોરાક, દારૂ, તમાકુ, ગુટખા, પાન મસાલા, સિગારેટ, અન્યનો પણ સમાવેશ થાય છે.
અમરનાથમાં ખોરાકમાં અનાજ, કઠોળ, લીલા શાકભાજી, લીલા સલાડ, ફળો, ચોખા, ગોળ, સાંભર, ઇડલી, ઉત્તાપમ, પોંઆ, હર્બલ ચા, કોફી, ઓછી ચરબીવાળું દહીં, શરબત, લીંબુ પાણી, અંજીર, કિસમિસનો સમાવેશ થાય છે. જરદાળુ અને અન્ય સૂકા ફળોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ડાયરેક્ટર હેલ્થ સર્વિસીસ જમ્મુ અને કાશ્મીરે તમામ સંબંધિત સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ મુસાફરીના સમયગાળા દરમિયાન ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફની રજા અરજીઓ મંજૂર ના કરે.

Related posts

અશોક ગેહલોતનો આરોપ : પ્રશાંત કિશોરની ટીમ છે ભ્રષ્ટાચારનો અડ્ડો

aapnugujarat

ઇચ્છામૃત્યુના અધિકારને શરતો સાથે સુપ્રીમની માન્યતા

aapnugujarat

TN govt issued guidelines permitting Jallikattu

editor

Leave a Comment

UA-96247877-1