Aapnu Gujarat
ગુજરાત

આજે સાંજે 125થી 135 કિમીની ઝડપે ત્રાટકશે Biparjoy Cyclone

ભારે અનિશ્ચિતતાઓ અને આશંકાઓની વચ્ચે આખરે શક્તિશાળી ચક્રવાત બિપોરજોય ટકરાવવા જઈ રહ્યું છે. આજે સાંજે 4થી 8 વાગ્યાની વચ્ચે કચ્છના જખૌ અને પાકિસ્તાનના કરાચીના વચ્ચેના ભાગમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તેની ગતિ વધીને 150 કિમી સુધી પણ પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૂસવાટાભેર પવનની સાથે બિપોરજોય દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર તેમજ મોરબી જિલ્લાામાં ભારે તબાહી મચાવશે તેવી શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડશે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના રિજનલ ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ ખાતે ટકરાશે અને આસપાસના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે.

હાલ ચક્રવાત બિપોરજોય કચ્છથી 240થી 260 કિમીની ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ટકારાયા બાદ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં 100 કિમીની ઝડપે ફૂંફાઈ શકે છે. આ સિવાય કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે તો રાજકોટ, મોરબી, જૂનાગઢ સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડશે. રાહત અને બચત કામગીરી માટે 18 એનડીઆરએફ, 12 એસડીઆરએફ, લશ્કરની 10 રિલીફ ટીમો, સ્થાનિક ફાયર બ્રિગેડ, મોટી સંખ્યામાં પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂરેન્દ્ર પટેલે કેન્દ્રીયય એજન્સીઓના સહયોગ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

બિપરજોય ત્રાટક્યા બાદ ગંભીર સ્થિતિ સર્જાવાની હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને બુધવાર સુધીમાં 1 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર અને ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયા હતા. જૂનાગઢના આશરે 4600, જામનગરના 10 હજાર, પોરબંદરના 3400, દ્વારકાના 5300, ગીર સોમનાથના 160, મોરબીના 9200 અને રાજકોટ જિલ્લાના 6 હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતું.
સૌથી વધારે કચ્છમાંથી 36 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આઈએમડીના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, વાવાઝોડાના કારણે મકાન ધરાશાયી થવાની, વીજળી ખોરંભાવાની, રોડને નુકસાન થવાની શક્યતા છે. આ સિવાય નાની હોડી, ઉભા પાક અને વાવેતરને પણ માઠી અસર થઈ શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોસબંદર, જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લાઓ પર આફતની સૌથી વધારે અસર દેખાશે. ઘણી બધી સરકારી એન્જસીઓ ‘ઝીરો કેઝ્યુઆલિટી’ માટે ઓવરટાઈમ કરી રહી છે.

બિપોરજોય વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખીને દ્વારકામાં આવેલા પ્રખ્યાત દ્વારકાધીશ મંદિરને એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પગલે આજે (15 જૂન) મંદિર ભક્તોના દર્શન માટે બંધ રહેશે. આ સિવાય સોમનાથ તરફ જતી રેલવે સેવા અને બસ સેવાને પણ રદ્દ રાખવામાં આવી છે. આફતને જોતા મંદિર પર બે ધજા ચડાવવામાં આવી હતી, જેમાંથી એક ક્ષતિગ્રસ્ત થઈ હતી.
1999 બાદ પહેલીવાર કોઈ વાવાઝોડું ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર ટકરાવવાનું છે. 1998માં કંડલામાં જે વાવાઝોડું આવ્યું હતું કે એ સદીનું સૌથી વિનાશક હતું. આ વાવાઝોડું જૂનના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં જ સક્રિય થયું હતું. જેના 11 મહિના બાદ 1999માં ફરી આવું જ પ્રચંડ વાવાઝોડું સર્જાયું હતું અને બિપોરજોની જેમ ટ્રેક બદલતા પાકિસ્તાનના કરાંચી તરફ ફંટાયું હતું. વાવાઝોડું ફંટાયા બાદ ગુજરાતથી એલર્ટ લગભગ હટાવી દેવામાં આવ્યું હતું અને તેણે ફરીથી કરાંચીથી નલિયામાં આવ્યા બાદ તબાહી મચાવી હતી.

Related posts

અમદાવાદમાં ડ્રગ્સ વેચતા બે શખ્સની એસઓજીએ ધરપકડ કરી

aapnugujarat

કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકારના ૩ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજપીપલા ખાતે “સૌનો સાથ સૌનો વિકાસ” સંમેલન યોજાયું

aapnugujarat

નોટબંધીના લીધે આવાસોની કિંમત ઘટી : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1