Aapnu Gujarat
બિઝનેસ

ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટમાં રિલાયન્સે 8 પદની છલાંગ લગાવી

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ વધુ એક સિદ્ધિ મેળવી છે. ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટમાં રિલાયન્સ 8 પદની છલાંગ લગાવીને 45મા ક્રમ પર પહોંચી ગઈ છે. ભારતની તમામ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડ. સૌથી આગળ છે. ગયા વર્ષે આ યાદી બહાર પડી ત્યારે રિલાયન્સ તેમાં 53મા ક્રમ પર હતી. ફોર્બ્સની આ યાદીમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓના નામ તારવવામાં આવે છે. તેમાં કંપનીના સેલ્સ, નફો, એસેટ અને માર્કેટ વેલ્યૂના આધારે રેન્કિંગ આપવામાં આવે છે. આ રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 8 સ્થાન આગળ આવી છે.

અમેરિકાની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગન આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. જેપી મોર્ગનની એસેટ લગભગ 3.7 ટ્રિલિયન ડોલરની છે અને 2011 પછી આ બેન્ક પહેલી વખત ફોર્બ્સ ગ્લોબલ 2000 લિસ્ટમાં નંબર વન બની છે. તાજેતરમાં અમેરિકાના બેન્કિંગ સેક્ટરમાં કટોકટી આવી હતી જેમાંથી જેપી મોર્ગન મજબૂત બનીને ઉભરી આવી છે. કંપનીની ડિપોઝિટમાં વધારો થયો છે અને તેણે ફર્સ્ટ રિપબ્લિક બેન્કને એક્વાયર કરી છે.

ગયા વર્ષે ફોર્બ્સની યાદીમાં નંબર વન રહેલી વોરેન બફેટની બર્કશાયર હેથવે આ વખતે સીધી 338મા ક્રમે પહોંચી ગઈ હતી. કંપનીએ તેના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં બિનવાસ્તવિક લોસ નોંધાવી હોવાથી તેની વેલ્યૂમાં જોરદાર ઘટાડો થયો છે. સાઉદી ઓઈલ કંપની અરામકો (Aramco) આ વખતે બીજા ક્રમે છે. જ્યારે ત્યાર પછી ચીનની ત્રણ સરકારી બેન્કોને સ્થાન મળ્યું છે. ટેક્નોલોજી કંપની આલ્ફાબેટ સાતમા ક્રમે છે જ્યારે એપલ (Apple) આ લિસ્ટમાં 10મા ક્રમે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં સૌથી મોટું ઔદ્યોગિક જૂથ છે અને તે ઓઈલથી લઈને ટેલિકોમ તથા રિટેલથી લઈને મીડિયા સુધીના બિઝનેસમાં હાજરી ધરાવે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે રિલાયન્સ ઈન્ડ.નું વેચાણ 109.43 અબજ ડોલર નોંધાયું હતું અને 8.3 અબજ ડોલરનો નફો થયો હતો. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર તે 45મા ક્રમ પર છે અને ગયા વર્ષની તુલનામાં 8 ક્રમની છલાંગ લગાવી છે.
રિલાયન્સે જર્મનીના BMW ગ્રૂપ, સ્વિટ્ઝર્લેન્ડની નેસ્લે, ચીનના અલીબાબા ગ્રૂપ અને અમેરિકાના પ્રોક્ટર એન્ડ ગેમ્બલ તથા જાપાનની સોની (Sony) કરતા પણ વધારે સારું રેન્કિંગ મેળવ્યું છે. ભારતની સૌથી મોટી બેન્ક SBI આ લિસ્ટમાં 77માં ક્રમે પહોંચી છે જે ગયા વર્ષે 105મા ક્રમે હતી. HDFC બેન્ક 153મા ક્રમેથી આગળ વધીને 138મા સ્થાને પહોંચી છે જ્યારે ICICI બેન્ક 204મા ક્રમેથી આગળ આવીને 163મા ક્રમે છે. આ ઉપરાંત સરકારી માલિકીની ONGC, HDFC, LIC અને TCS પણ આ લિસ્ટમાં છે.

Related posts

RBI એ રેપોરેટ ન બદલતા મોંઘવારીના ટેન્શનમાં રાહત નહીં

editor

શેરબજાર ગગડીને સેટલ

editor

આઈટી મુક્તિ મર્યાદા પાંચ લાખ કરવાની જરૂર : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1