Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નેવીએ સ્કોર્પીન ક્લાસની ચોથી સબમરીન વેલા લોન્ચ કરી

ભારતીય નેવીએ સોમવારે મઝગાંવ ડોક લિમિટેડમાં ચોથી સ્કોર્પીન ક્લાસ સબમરીન વેલા લોન્ચ કરી.પ્રોજેક્ટ ૭૫ અંતર્ગત ભારત છ સબમરીન તૈયાર કરી રહ્યું છે. રિપોટ્‌સ મુજબ બાકીની બે સબમરીન વાગરી અને વાગશીર પરનું કામ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. જેને પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ફ્રાંસની કંપની નેવલ ગ્રુપ (ડીસીએનએસ)ના સહયોગથી સ્કોર્પીન ક્લાસ સબમરીનના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. બંને કંપનીઓ વચ્ચે ૬ સબમરીન તૈયાર કરવા માટે ૨૦૦૫માં કરાર થયો હતો. જે અંતર્ગત તમામ સબમરીન મુંબઈમાં જ તૈયાર થઈ રહી છે.આ ૬ સબમરીન નેવીમાં સામેલ થતા તેની તાકાતમાં વધારો થશે. આ તમામ સ્કોર્પીન સબમરીન એન્ટી સરફેસ વોરફેર, એન્ટી સબમરીન વોરફેર, ગુપ્ત માહિતી ભેગી કરવા, માઈન્સ ગોઠવવા અને એરિયા સર્વિલાંસ જેવા કામ કરી શકે છે.પ્રોજેક્ટ ૭૫ અંતર્ગત નેવીને પહેલી સબમરીન ગત વર્ષે ડિસેમ્બરમાં મળી હતી. સ્કોર્પીન ક્લાસની પહેલી સબમરીનનો નામ કલવરી છે. રિપોટ્‌સ મુજબ ખંડેરી (જાન્યુઆરી ૨૦૧૭) અને કરંજ (૩૧ જાન્યુઆરી ૨૦૧૮) પહેલાં જ ભારતીય નેવીમાં સામેલ કરાઈ છે. આ બંને એડવાન્સ સ્ટેજની સબમરીન છે, જેનાથી નેવીની તાકાતમાં વધારો થયો છે.

Related posts

પ્રણવ મુખર્જીને ‘ભારત રત્ન’ સંઘના કાર્યક્રમમાં જવાનું ઇનામ મળ્યું : આઝમ ખાન

aapnugujarat

राहुल गांधी जैसे नेता राजनीति में कम ही देखने को मिलते हैं : अधीर रंजन

aapnugujarat

भूटान नरेश से मिले जयशंकर, भारत की ‘पड़ोसी प्रथम’ की नीति की रेखांकित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1