Aapnu Gujarat
બ્લોગ

હવે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ પર ભાજપની નજર

દિલ્હી, બિહારમાં મોદી અને ભાજપની કારમી હાર પછી પાંચ રાજયોની ચૂંટણીમાં ભાજપનું પલ્લુ ભારે રહ્યું છે. છેલ્લે ૨૦૧૭માં ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં વિધાનસભાની ચૂંટણી થઇ છે જેમાં ભાજપને ચાર રાજ્યોમાં સત્તાનો મોકો મળ્યો છે પરંતુ પંજાબમાં કોંગ્રેસનો વિજય થયો છે. ઉત્તરપ્રદેશમાં તો ભાજપને પ્રચંડ બહુમતિ મળી છે જેમાં શાસક પક્ષો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બિલકુલ ભૂંસાઇ ગયા છે. મોદી અને અમિત શાહનું લક્ષ્ય આખું ભારત કબ્જે કરવાનું છે, જેમાં ખુદ કોંગ્રેસ જ ભાજપને મદદ કરી રહી હોવાનું દેખાઇ રહ્યું છે.
૨૦૧૮માં નાગાલેન્ડ, કર્ણાટકા, મેદ્યાલય, ત્રિપુરા, મિઝોરમ, રાજસ્થાન, છતીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી છે. આ બધી ચૂંટણીઓ પૂરી થશે ત્યારે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવશે અને તેની સાથે સાથે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની ચૂંટણી પણ ૨૦૧૯ના વર્ષમાં આવી રહી છે.
આ વખતે લોકસભાની ચૂંટણી અતિ મહત્વની બની રહેવા સંભવ છે, કારણ કે મેદાનમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે. બીજી પાર્ટીના ઉભરતા નેતાઓમાં નિતીશકુમાર, અખિલેશ યાદવ અને મમતા બેનરજી પણ મોદીને બીજીવાર સત્તામાં આવતા રોકવાના પ્રયાસો કરી શકે છે. દેશમાં આજે નોટબંધીની નેગેટીવ અસરો, ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સની માયાજાળ, મોંઘવારી, બેકારી અને કથળાતી જતી આર્થિક સ્થિતિ ભવિષ્યની ચૂંટણીના પ્રચાર મુદ્દા બની રહેવા સંભવ છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલાં મોદી વર્સિસ ઓલ- એટલે કે મહાગઠબંધન થાય તેવા સંજોગો પણ જોવા મળી રહ્યાં છે.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ૨૬ માંથી ૨૬ બેઠકો આપીને જે રેકોર્ડ કર્યો છે તેનાથી ભાજપે ફુલાઇ જવાની જરૂર નથી, કારણ કે મોદી એ સમયે પ્રાઇમ મિનિસ્ટરના કેન્ડિડેટ હતા. એ મોદીની લડાઇ હતી અને મોદીની જીત હતી. આ વખતની ચૂંટણી કોંગ્રેસ માટે ‘ડુ ઓર ડાય’ જેવી પરિસ્થિતિ છે જ્યારે મોદી માટે ‘અસ્તિવના જંગ’ સમાન છે.
ત્રિપુરામાં ૬૦ સીટો પર વિધાનસભાની ચૂંટણી ૧૮ ફેબ્રુઆરીના રોજ થવા જઇ રહી છે અને તેનું પરિણામ ૩ માર્ચના રોડ જાહેર થશે. અહીં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોચના ૧૦ ઉમેદવારોમાંથી સાત ભાજપ અને ત્રણ કૉંગ્રેસના છે. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ૨૯૭ ઉમેદવારોમાંથી ૨૨ ઉમેદવારોની વિરૂદ્ધ ગુનેગારનો કેસ નોંધાયો છે. સંવૈધાનિક સુધારની દિશામાં કામ કરી રહેલ એક બિન સરકારી સંગઠનએ થોડાંક દિવસ પહેલાં જ આ દાવો કર્યો હતો. બિનસરકારી સંગઠન ત્રિપુરા ઇલેકશન વોચ દ્વારા કરાયેલ એક અભ્યાસમાં કહ્યું છે કે ૧૭ ઉમેદવારોની વિરૂદ્ધ તોફાનો, હત્યા, ગુનાહિત ધમકી, અને બળાત્કારના આરોપ છે.ઈશાન ભારતનાં ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને અહીં પાટનગરમાં બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો વચ્ચેના સંઘર્ષના અનુસંધાન તરીકે જ જોવાય છે.’
ભાજપ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારવા માટે આક્રમક પ્રયાસો કરી રહ્યો છે, જયારે કૉંગ્રેસ પૂર્વોત્તરનાં રાજ્યોમાં તેની રહીસહી રાજકીય મૂડી બચાવવાની મથામણ કરી રહી છે. કૉંગ્રેસનો સૂર્ય તપતો હતો ત્યારે આ પ્રદેશ તેના ઘરના વંડા જેવો મનાતો હતો.’’
પરંપરાગત માન્યતા એવી છે કે કેન્દ્રમાં સત્તાનાં સૂત્રો અને તેની સાથે સંકળાયેલી નાણાંની તાકાતને જોરે ઈશાન ભારતનાં રાજ્યોમાં સત્તાનાં ખેલનો ફેંસલો થાય છે. તેથી જ આ વિસ્તારમાં કૉંગ્રેસને ભાજપના કૉંગ્રેસ-મુક્ત ભારત અભિયાન’નો સૌથી ઉગ્ર પરચો મળી રહ્યો છે.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વૈચારિક અને વ્યૂહાત્મક હિતોએ આ પ્રદેશમાં ભગવાં સંગઠનોની પકડને વધુ મજબૂત બનાવવાની તેની મહેચ્છાને વધુ ધારદાર બનાવી છે. પૂર્વોત્તરનાં રાજ્યોમાં લોકસભાની ૨૫ અને રાજ્યસભાની ૧૪ બેઠકો છે એ હકીકત પણ કોઈ પક્ષની નજરબહાર નથી.’’’
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના શાસન હેઠળના ત્રિપુરામાં કૉંગ્રેસ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે અને ભાજપ તેમ જ તૃણમૂલ કૉંગ્રેસ તેના નેતાઓને ખેંચી લેવા પ્રયત્નશીલ છે. મેઘાલયમાં કૉંગ્રેસ તેના ચતુર મુખ્ય પ્રધાન સી એમ મુકુલ પર મદાર રાખી રહી છે. નાગાલૅન્ડમાં ભાજપ અને શાસક પક્ષ એનપીએફ સાથેના સંઘર્ષના આધારે કૉંગ્રેસ પોતાની વ્યૂહરચના ઘડનાર છે.’’
નાગાલૅન્ડમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિધાનસભ્યો ભાજપમાં જોડાવા ધસારો કરી રહ્યા છે.’ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે’ એલ ચીશી ભાજપમાં જોડાવાથી કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. નાગા પીપલ્સ ફ્રન્ટના વિધાનસભ્ય વિખો-ઓ યહોશુ અને વાય પેટન પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને બીજા અનેક વિધાનસભ્યો ભાજપમાં જોડાવા માટે તેના નેતાઓના સંપર્કમાં છે.’
ત્રિપુરામાં ભાજપ નેશનલ કૉન્ફરન્સ ઑફ ત્રિપુરા અને ઇન્ડિજીનસ નેશનાલિસ્ટ પાર્ટી ઑફ ત્રિપુરા સાથે ચૂંટણી જોડાણ અંગે વાતચીત ચલાવી રહ્યો છે. ભાજપ ઇન્ડિજીનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરાના એનસી દેબબર્મા જૂથ સાથે સમજૂતી ધરાવે છે. ભાજપ વતી રામ માધવ અને હિમંત બિસવા શર્મા વાતચીત ચલાવી રહ્યા છે.’’
મોદી સરકારે ૨૦૧૪માં દિલ્હીમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં તે પછી કૉંગ્રેસે આ વિસ્તારનાં ત્રણ રાજ્યો –આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર– ગુમાવ્યા છે. હવે મેઘાલયમાં ચૂંટણી યોજાવાની હોવાથી કૉંગ્રેસ પાસે માત્ર મિઝોરમ રહ્યું છે, અને ત્યાં પણ આ વર્ષના અંત ભાગમાં ચૂંટણી થવાની છે.’’
ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં સંપન્ન થશે.પ્રથમ તબક્કામાં ૧૮ ફેબ્રુઆરીએ ત્રિપુરામાં મતદાન થશે. જ્યારે બીજી તબક્કામાં ૨૭ ફેબ્રુઆરીએ મેઘાલય અને નાગાલેન્ડમાં વોટિંગ થશે. ૩ માર્ચના રોજ ત્રણેય રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ થશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક વિધાનસભા બેઠક માટે એક પોલિંગ સ્ટેશન પર વીવીપેટથી વોટિંગ થશે અને સ્લિપની ગણતરી પણ કરવામાં આવશે. ચૂંટણી પંચની જાહેરાત સાથે જ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. આ વખતે ત્રણેય રાજ્યોમાં વિધાસ સભાની ચૂંટણીમાં રસપ્રદ સ્થિતિ જોવા મળી રહી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ ભાજપે નોર્થ ઈસ્ટમાં પણ પોતાની પકડ મજબૂત બનાવવાની શરૂઆત કરી છે. પહેલા આસામ અને બાદમાં મણિપુરમાં સત્તામાં આવ્યા બાદ ભાજપની નજર હવે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણી પર છે.

Related posts

શ્રી ગણેશજીનો પ્રાગટય મહોત્સવ શ્રી ગણેશ ચતુર્થી

editor

जानिए क्या है हमारे राष्ट्रगान जन गण मन…का मतलब..

aapnugujarat

મંગળ ગ્રહની યાત્રા અને ભારતની મંગળસિદ્ધિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1