Aapnu Gujarat
બ્લોગ

મંગળ ગ્રહની યાત્રા અને ભારતની મંગળસિદ્ધિ

એક દાવો છે મંગળ પર પહેલી વસાહત ઉભી કરવાનો. કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના એવી કહેવત હવે વપરાય તેવી નથી. ૨૦મી સદી વિજ્ઞાનની સદી રહી છે. વધારે સ્પષ્ટપણે કહીએ તો ટેક્નોલોજીની સદી રહી છે. ગુરુત્વાકર્ષણ અને વીજળી જેવી મૂળભૂત શોધો અગાઉની સદીઓમાં થઈ ગઈ હતી, પણ મૂળભૂત શોધા પાયા પર પછી ફટાફટ ઇમારત ચણાવા લાગી છે. ડિજિટલ થયા પછી એ ટેક્નોલોજી હરણફાળ નહીં, પણ અવકાશફાળ ભરી રહી છે. તેથી મંગળ પર વસાહત થાય તો નવાઈ નહીં. ના પાડી શકાય નહીં.આગામી થોડા જ દાયકામાં માનવી મંગળના ગ્રહ પર વસતો થાય તેવું તેનું આયોજન હોવાનું નાસાએ જણાવ્યું હતું.આ રાતા ગ્રહ ઉપર પૃથ્વીથી સ્વતંત્ર એવી વસાહતો ધરાવવી એ વર્ષોના સંશોધનનું ચરમ બિંદુ બની રહેશે અને ત્રીસીના દાયકામાં તેનું કાર્ય પૂર્ણ કરી દેવા તેનું આયોજન હોવાનું નાસા જણાવે છે. અવકાશની ખોંજમાં આગામી પગલાં -નામના વિશાળ દસ્તાવેજમાં નાસાએ આ આયોજનની છણાવટ કરી છે. આ દસ્તાવેજમાં ત્રણ તબક્કાઓ છેઃ પ્રથમ છે પૃથ્વીનું અવલંબન (અર્થ રીલાયન્ટ), બીજો છે નક્કરતા પુરવાર કરવાનો, (પ્રુવિંગ ગ્રાઉન્ડ), જેમાં કામગીરીઓને અવકાશમાં ઉંડે સુધી ચકાસવામાં આવશે, પરંતુ તે એવા વાતાવરણમાં જે માનવીને થોડા દિવસમાં પૃથ્વી પર પરત આવવા દઈ શકે. નાસાને એવી આશા છે કે પ્રથમ બે તબક્કા તેને પૃથ્વીથી સ્વતંત્ર થવાના તબક્કે લઈ જશે. પૃથ્વીથી સ્વતંત્ર એવી વસાહતો એવી વૈશ્વિક સિદ્ધિ બની રહેશે જે માનવજાતના વિસ્તરણનું સંક્રમણ બની રહેશે કારણ કે આપણે મંગળ પર માત્ર મુલાકાતે નહીં પણ ત્યાં વસવાને જઈશું.ત્યાં માનવીઓ એવા રહેઠાણોમાં રહેશે અને કાર્યરત થશે જે વર્ષો સુધી માનવજીવનને સપોર્ટ કરશે, જેમાં માત્ર રુટિન જાળવણીની જ જરૂર પડશે. તેઓ ઈંધણ પાણી, પ્રાણવાયુ અને મકાનની સામગ્રીઓ સર્જવા મંગળ પરના સ્રોતોને ખપમાં લેશે અને (પૃથ્વી પર) માહિતી મોકલવાની આધુનિક સંદેશવ્યવહાર સિસ્ટમનો ઉપયોગ કરશે, જે સંદેશ પણ માત્ર વીસ જ મિનિટના વિલંબથી મળતો થશે.
પરંતુ તે તબક્કે જવા પૂર્વે નાસા અર્થ રીલાયન્ટ તબક્કાથી આરંભ કરશે. તે તબક્કામાંનું સંશોધન સમગ્રપણે અંાતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર આધારિત રહેશે , અને તેમાં તે ઉપકરણો કારગત નીવડે તે અંકે કરવાનો પણ સમાવેશ થતો હશે તેમ જ અવકાશમાં વિસ્તારાયેલ સમયગાળા વિતાવવાની અસરો વિશે વધુ અભ્યાસ કરવામાં આવશે, કારણ કે છેવટે તો મંગળના મિશનો વાટે એ જોવાનું રહે છે કે લોકો એ ગ્રહ ઉપર દાયકાઓ સુધી રહે છે અથવા કયારેય પરત ન આવે તેવી સંભાવના છે.તે પછી નાસા ત્યાં મેળવેલા જ્ઞાનને પ્રુવિંગ ગ્રાઉન્ડના તબક્કે લઈ જશે. તેમાં સંશોધન અવકાશમાંની ઉંડે સુધીની કામગીરીઆનો મુહાવરો પાડવાને લગતો હશે, પૃથ્વી પર ઓછામાં ઓછો આધાર રાખીને કામ કરનારા અને મંગળ ભણીની યાત્રામાં આગળ વધનારાને અવકાશમાં રાખવા દેવાશે.જ્યારે માનવી પૃથ્વીથી સ્વતંત્ર -એવા તબક્કે પહોંચી જશે અને હકીકતે મંગળ તેના એક ચંદ્રની ભ્રમણકક્ષામાં કે ખુદ મંગળ પરના મિશન પર જાય ત્યારે તેઓ સંશોધન ચાલુ રાખશે.‘નાસા અને તેના સહયોગીઓ પ્રતિ દિન એવા ઉકેલો પર કામ કરતા રહ્યા છે કે જેથી અમે પૃથ્વીથી આગળ (પાંગરતા) જીવન વિશેના મૂળભૂત સવાલોના જવાબ તે આપી શકે ’ એમ અહેવાલના સમાપનમાં જણાવાયું છે.એક દિવસ અચાનક જ ઈસરો એ મંગળયાન લોન્ચિંગની જાહેરાત કરી દીધી. માત્ર ૧૮ મહિનાનો સમય અને એ પણ કોઈ જાતની તૈયારી વિના. આવા સંજોગોમાં, નીચું માથું કરીને દિવસ રાત એક કરી નાંખ્યા, શનિ-રવિ અને અન્ય રજા તો ક્યારે આવે ને જાય એનો તો કોઈ અંદાજ પણ નહિ. ક્યારેક તો સ્ત્રી છે કે પુરુષ એ પણ ભુલાવી દે એટલી વ્યસ્તતામાં જરૂર પડે તો રોજનાં ૧૬-૧૮ કલાક કામ કર્યું. એ અગાઉ ક્યારેય ઈસરો સોશિઅલ મીડિયામાં કોઈ જ પોસ્ટ નહોતું કરતું , આપણને તો જાણવા પણ ન મળે કે અંદર શું ચાલી રહ્યું છે, પણ, મંગળયાન લોન્ચિંગ વખતે આખી દુનિયાને ખબર હતી અને છાતી ઠોકીને સરેઆમ મિશન સફળ બનાવ્યું. આંગળીને વેઢે ગણી લો એટલા દેશો જ્યાં મંગળ સુધી પહોંચવાનું વિચારી શક્યા છે અને એમાંય અડધાથી વધુ નિષ્ફળ રહી ચુક્યા છે, એવામાં ભારત પહેલીજ વખતમાં મંગળયાનનાં મિશનમાં સફળ રહ્યું એ ખરેખર અદ્ભૂત સિદ્ધિ હતી.૪૫૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો અને એ પણ ભારત જેવા દેશ માટે, થોડું અઘરું પડે સમજાવવું કે જ્યાં લોકો ભૂખ્યા સુવે છે એ દેશને એટલા રૂપિયા કેમ પરવડે? ત્યારે મીનલ કહે છે કે આ દેશ જ સપનાનો છે.
જો તમે સપના નહિ જુવો તો સિદ્ધિ કેવી રીતે મળશે? ભલે ૪૫૦ કરોડ રૂપિયામાં એક રોટલીનો ટુકડો પણ ન ખરીદી શકાયો, પણ જે સફળતા મળી છે એનાથી દરેક ભારતીય ગર્વ લે છે અને એ મિશન દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે કે કોઈ પણ દેશ કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી હોતી. અને જે દેશ કોઈ બાહુબલી જેવી ફિલ્મ માટે ૧૦૦૦ કરોડ ખર્ચી શકે એને ગરીબ કેહવો એ મુર્ખામી નહિ તો બીજું શું? તમારા અને મારા જેવા સામાન્ય ઘરમાં જન્મેલી મીનલ એક આદર્શ દીકરી, પત્ની, વહુ અને મા છે. કોઈ પૈસાદાર કે વગદાર ઘર નહિ પરંતુ જાતમહેનત અને સખત પરિશ્રમથી આજે રાજકોટનું નાક ઊંચું કરીને આકાશને આંબતું કર્યું છે. “યંગ સાયન્ટિસ્ટ ઓફ ઇસરો” નું માનપાત્ર સન્માન મેળવ્યું છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ અબ્દુલ કલામ સાથે પણ મુલાકાત કરી છે. અમદાવાદની નિરમા કોલેજમાંથી એન્જીનિયરિંગ પૂરું કર્યા પહેલાજ ઈસરોની ભરતીનું ફોર્મ ભરેલું અને ઇન્ટરવ્યૂ પાસ કરેલું. ઈસરોની સાથે ઇન્ડિયન આર્મીમાંથી પણ કોલ લેટર આવેલો પણ, નસીબ શાયદ આકાશમાં ચમકવાનું હતું એટલે ઇસરોમાં શરૂઆત કરી. એ પણ અલગ રીતના સૈનિકો છે જે ટેક્નોલોજીથી લડે છે. ઈસરોની આસપાસ જવું પણ જ્યાં સામાન્ય માણસ માટે મુશ્કેલ છે એવામાં જો મંગળયાન મિશનમાં મહત્વનો ભાગ બનવાનો મોકો મળ્યો હોય તો એનાં જેવી ગર્વ લેવા જેવી બીજી કઈ વાત હોય? સ્મ્છ કે એન્જીયર થયા પછી બાપાનાં ધંધામાં જોડાઈ જતા કે પરણીને સાંજે શાકભાજી લેવાજતા ભાઈઓ અને બહેનોએ એક વાર મિનલબેનની ઉપલબ્ધિઓ વિષે વિચાર કરીને શીખ લેવા જેવી ખરી.એક દિવસ અચાનક જ ઈસરો એ મંગળયાન લોન્ચિંગની જાહેરાત કરી દીધી. માત્ર ૧૮ મહિનાનો સમય અને એ પણ કોઈ જાતની તૈયારી વિના. આવા સંજોગોમાં, નીચું માથું કરીને દિવસ રાત એક કરી નાંખ્યા, શનિ-રવિ અને અન્ય રજા તો ક્યારે આવે ને જાય એનો તો કોઈ અંદાજ પણ નહિ. ક્યારેક તો સ્ત્રી છે કે પુરુષ એ પણ ભુલાવી દે એટલી વ્યસ્તતામાં જરૂર પડે તો રોજનાં ૧૬-૧૮ કલાક કામ કર્યું. એ અગાઉ ક્યારેય ઈસરો સોશિઅલ મીડિયામાં કોઈ જ પોસ્ટ નહોતું કરતું , આપણને તો જાણવા પણ ન મળે કે અંદર શું ચાલી રહ્યું છે, પણ, મંગળયાન લોન્ચિંગ વખતે આખી દુનિયાને ખબર હતી અને છાતી ઠોકીને સરેઆમ મિશન સફળ બનાવ્યું. આંગળીને વેઢે ગણી લો એટલા દેશો જ્યાં મંગળ સુધી પહોંચવાનું વિચારી શક્યા છે અને એમાંય અડધાથી વધુ નિષ્ફળ રહી ચુક્યા છે, એવામાં ભારત પહેલીજ વખતમાં મંગળયાનનાં મિશનમાં સફળ રહ્યું એ ખરેખર અદ્ભૂત સિદ્ધિ હતી.૪૫૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો અને એ પણ ભારત જેવા દેશ માટે, થોડું અઘરું પડે સમજાવવું કે જ્યાં લોકો ભૂખ્યા સુવે છે એ દેશને એટલા રૂપિયા કેમ પરવડે? ત્યારે મીનલ કહે છે કે આ દેશ જ સપનાનો છે. જો તમે સપના નહિ જુવો તો સિદ્ધિ કેવી રીતે મળશે? ભલે ૪૫૦ કરોડ રૂપિયામાં એક રોટલીનો ટુકડો પણ ન ખરીદી શકાયો, પણ જે સફળતા મળી છે એનાથી દરેક ભારતીય ગર્વ લે છે અને એ મિશન દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે કે કોઈ પણ દેશ કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી હોતી. અને જે દેશ કોઈ બાહુબલી જેવી ફિલ્મ માટે ૧૦૦૦ કરોડ ખર્ચી શકે એને ગરીબ કેહવો એ મુર્ખામી નહિ તો બીજું શું? તમારા અને મારા જેવા સામાન્ય ઘરમાં જન્મેલી મીનલ એક આદર્શ દીકરી, પત્ની, વહુ અને મા છે. કોઈ પૈસાદાર કે વગદાર ઘર નહિ પરંતુ જાતમહેનત અને સખત પરિશ્રમથી આજે રાજકોટનું નાક ઊંચું કરીને આકાશને આંબતું કર્યું છે. “યંગ સાયન્ટિસ્ટ ઓફ ઇસરો” નું માનપાત્ર સન્માન મેળવ્યું છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ અબ્દુલ કલામ સાથે પણ મુલાકાત કરી છે. અમદાવાદની નિરમા કોલેજમાંથી એન્જીનિયરિંગ પૂરું કર્યા પહેલાજ ઈસરોની ભરતીનું ફોર્મ ભરેલું અને ઇન્ટરવ્યૂ પાસ કરેલું.
ઈસરોની સાથે ઇન્ડિયન આર્મીમાંથી પણ કોલ લેટર આવેલો પણ, નસીબ શાયદ આકાશમાં ચમકવાનું હતું એટલે ઇસરોમાં શરૂઆત કરી. એ પણ અલગ રીતના સૈનિકો છે જે ટેક્નોલોજીથી લડે છે. ઈસરોની આસપાસ જવું પણ જ્યાં સામાન્ય માણસ માટે મુશ્કેલ છે એવામાં જો મંગળયાન મિશનમાં મહત્વનો ભાગ બનવાનો મોકો મળ્યો હોય તો એનાં જેવી ગર્વ લેવા જેવી બીજી કઈ વાત હોય? એમબીએ કે એન્જીયર થયા પછી બાપાનાં ધંધામાં જોડાઈ જતા કે પરણીને સાંજે શાકભાજી લેવાજતા ભાઈઓ અને બહેનોએ એક વાર મિનલબેનની ઉપલબ્ધિઓ વિષે વિચાર કરીને શીખ લેવા જેવી ખરી.બુધ ગ્રહ પછી મંગળ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. રામના યુદ્ઘના દેવતા પરથી મોર્સ નામ પડ્યું છે. તેને લાલ ગ્રહના નામથી એટલા માટે બોલાવવામાં આવે છે કારણ કે ધરાતલ પર આર્યન ઓક્સાઇડની અધિકતા છે. અત્યારના સમયમાં મંગળ ગ્રહ પાંચ યાનાની મહેમાન નવાજી કરી રહ્યો છે. ત્રણ યાન તો પરિક્રમા કરી રહ્યાં છે. તેમાં મોર્સ ઓડિસી, માર્સ એક્સપ્રેસ તથા માર્સ રિકનાઇસાંસ ઓર્બિટર. બે યાન મંગળના શોધ કાર્ય પર કામ કરી રહ્યાં છે. માર્સ એક્સ્પલોરેશન રોવર, અપોર્ચ્યુનિટી તથા માર્સ સાયન્સ લેબોરેટરી ક્યુરોસિટી. ભારતનું માર્સ ઓર્બિટર મંગળ ગ્રહમાં છઠ્ઠુ મહેમાન બન્યું છે. પૃથ્વીથી સૂર્યનું અંતર અને મંગળથી સૂર્યના અંતરમાં ફેર છે અને તેથી જ કેટલીક અસમાનતાઓ જોવા મળે છે. ખાસ કરીને જે રીતે બન્ને ગ્રહનું સૂર્યથી અંતર છે અને આ બે ગ્રહ વચ્ચે જે અંતર છે તે પણ આ સમાનતાઓનું કારણ છે. બન્ને ગ્રહ વચ્ચેના અંતરની વાત કરીએ તો પૃથ્વીથી મંગળનું ઓછામાં ઓછું અંતર ૫.૬૪ કરોડ કિ.મી. છે જ્યારે વધુમાં વધુ અંતર ૪૦.૧ કરોડ કિ.મી. છે. તેથી તેની સરેરાશ ગણીએ તો બન્ને ગ્રહ વચ્ચે સરેરાશ ૨૨.૫ કરોડ કિ.મી.નું અંતર છેત ઇસરોએ જે મંગળયાન છોડ્યું છે તે માટે તેનો માર્ગ રર.પ કરોડ કિ.મી.નો નિર્ધારિત કરવામાં આવ્યો હતો અને સતત આ માર્ગ કાપી રહ્યું છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહ વિશે એક અધ્યયન કર્યું છે અને તેમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. નાસાએ આ અંગે જણાવ્યું હતું કે, મંગળની ઉત્પત્તિ વખતે મોટી માત્રામાં પાણી હતું પરંતુ તે બાષ્પ બનીને ઉડી ગયું. જ્યારે કેટલુંક પાણી બચી ગયું કે જે બરફમાં ફેરવાઇ ગયું હતું. હવે ગુરૂત્વાકર્ષણની વાત કરીએ તો મંગળ ગ્રહ પર પૃથ્વીની સરખામણીએ ૩૮ ટકા ગુરૂત્વાકર્ષણ બળ છે. તેથી જો પૃથ્વીવાસીઓ ત્યાં જાય તો તેઓને ચોક્કસ સમસ્યા થઇ શકે છે. જોકે નાસા આ અંગે વધુ સંશોધન કરી રહ્યું છે અને હજી સુધી એ બાબતે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ભારરહિતની સ્થિતિ સ્વાસ્થ્ય માટે કેટલી જોખમકારક છે કેમ કે જો પૃથ્વીવાસીઓને મંગળ ગ્રહ પર વસવાટ કરવો હશે તો ત્યાંનું ઓછુ ગુરૂત્વાકર્ષણ બળ સમસ્યારૂપ બની શકે છે ત્યાં ઓછા ગુરૂત્વાકર્ષણ બળને કારણે માનવીનું વજન ઓછું થઇ જશે અને તે ભારરહિતાની સ્થિતિ અનુભવશે.
હવે આ સ્થિતિથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઇ શકે છે તે સંશોધન બાદ જ ખબર પડશે. પરંતુ એક વાત નક્કી છે કે આગામી સમયમાં મનુષ્ય પૃથ્વી બાદ મંગળને પોતાનું આશ્ચયસ્થાન બનાવી શકે છે કેમકે સમગ્ર સૌરમંડળમાં મંગળ માત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવનની શક્યતા છે. વળી ત્યાં પાણીની સાબિતી પણ મળી હોવાનું કેટલાક નિષ્ણાતો કહી રહ્યાં છે. બીજીતરફ ભારત પણ આ ક્ષેત્રે પછાત ન રહી જાય તે માટે મંગળયાન છોડ્યું છે

Related posts

कश्मीर की यह एतिहासिक ईद

aapnugujarat

સંસદમાં ચોકીદાર,ભાગીદાર,નામદાર,કામદાર,સોદાગર ની જ ચર્ચા

aapnugujarat

પ્લેબોય ફાઉન્ડર હ્યુ હેફનરની વિદાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1