Aapnu Gujarat
બ્લોગ

પ્લેબોય ફાઉન્ડર હ્યુ હેફનરની વિદાય

૨૮ સપ્ટેમ્બરે મેન્સ લાઈફસ્ટાઈલના પોપ્યુલર મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હ્યુ હેફનરનું ૯૧ વર્ષની વયે અવસાન થયું છે. ગત એપ્રિલ માસમાં ’પ્લેબોય મેગેઝિન’ના સંસ્થાપક હ્યુ હેફનરના જીવન પર આધારિત ’અમેરિકન પ્લેબોયઃ ધ હગ હેફનર સ્ટોરી’ નામની ડોક્યુમેન્ટ્રી પણ રીલિઝ થઈ હતી. હ્યુ હેફનર નામ સાંભળતા જ, મગજમાં ખૂબસૂરત અને હોટ હોટ યુવતીઓ દેખાવા લાગે, મોટા મોટા મહેલો, સ્વિમિંગ પૂલ, ટબ, મોટા બેડરૂમ, સ્પોટ્‌ર્સ કાર અને સતત સેક્સના ફોટોઝ દેખાવા લાગે છે. તેની આ લાઈફ જોઈ લાગે છે કે, તેણે ઈન્દ્રજાળ ફેલાવી છે, જેમાં તમામ હુર્ર ફસાતી રહેતી. હ્યુ હેફનર તેના ’પ્લેબોય’ મેન્શનમાં શાનાદાર પાર્ટીઝ કરતો અને જીવનની ખૂબ મજા પણ લેતો હતો. સુંદરીઓનો તો તે શોખીન હતો. તેના આ પ્લેબોય મેન્શન સામે તો અંબાણીનું એન્ટીલિયા પણ ફિક્કું લાગે.જુન ૨૦૧૬માં પ્લેબોય મહેલ વેચાઈ ગયો. લોસ એન્જલસમાં આ હેફનરનું ઘર હતું. જ્યાં રંગીન પાર્ટીઝ યોજાતી હતી.પાંચ એકરમાં ફેલાયેલા આ મહેલમાં ૨૯ રૂમ્સ હતા અને દારૂની અલગ કોઠી હતી.પાઈપ પીવા માટે અલગ રૂમ. ત્રણ તો ઝુ હતા. ટેનિસ કોર્ટ હતું, પાણીનું ઝરણું હતું અને સ્વિમિંગ પૂલ તો હતું જ.તમે જેટલી વસ્તુઓ વિચારી શકો તે તમામ હતી. આ પ્લેબોય મહેલ ૧૨૦ અબજ રૂપિયામાં વેચાઈ ગયો.આ ઘરને ઓર્થર કેલીએ બ્રોડવે ડિપાર્ટમેન્ટના પુત્ર આર્થર લેટ્‌સ માટે બનાવડાવ્યું હતું.બાદમાં ૧૯૭૧માં પ્લેબોય લુઈસ ડી. સ્ટેથમે ૧.૧ મિલિયનમાં ખરીદી લીધું હતું.આ ઘરમાં ૨૯ રૂમ્સ, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પૂલ, ત્રણ બિલ્ડિંગ્સ આવેલા છે.એટલું જ નહીં ઘરની બહાર એક ઝૂ પણ આવેલું છે જ્યાં વાંદરા, પક્ષીઓ પાળવામાં આવ્યા છે.પ્લેબોયના સ્થાપકનું કહેવું છે કે છેલ્લા ૪૦ વર્ષમાં મારું નિવાસસ્થળ એક રચનાત્મક કેન્દ્ર રહ્યું છે.૧૯૨૭માં બનેલા આ મેન્શનને હેફનરે ૧૯૭૧માં ૧.૧ મિલિયનમાં ખરીદ્યુ હતું.એક પુરુષ તરીકે પુરુષોને શું ગમશે તે પ્લેબોયના સ્થાપક હ્યુ હેફનર સારી રીતે જાણતા હતા. હ્યુ હેફનરને સતત ચર્ચામાં રહેવું ગમે છે. ખાસ કરીને પૌરુષીય અહમ્‌ તેમાં પોષાય છે. તેના મૃત્યુની અફવાઓએ પણ વરસ પહેલાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. હેફનરે સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. પ્લેબોય પુરુષો માટેનું જ મેગેઝિન હતું. અને પુરુષ માનસિકતાને સમજીને જ તેને પબ્લિશ કરવામાં આવતું હતું અને આવે છે. જો કે, તેનું બહુ ચર્ચિત સેન્ટર ફોલ્ડ પેજની ઈમેજ બદલાઈ રહી છે. મોટાભાગના પુરુષોને એકવાત ખબર જ હશે કે પ્લેબોય મેગેઝિન હવે સ્ત્રીઓના નગ્ન ફોટા છાપવાનું બંધ કરશે. આ સમાચારથી હવે જો કે કશો જ ફરક નથી પડતો,કારણ કે ઈન્ટરનેટ અને ટેક્નૉલૉજીને કારણે નગ્ન ફોટા જ નહીં પણ વીડિયો પણ સહજતાથી મળી શકે છે. એક જમાનો હતો કે જ્યારે કોઈ મેગેઝિન કે અખબારમાં દેહ પ્રદર્શન કરતા ફોટા આવે તો ચર્ચા થતી હતી. વિવાદો અને વિરોધો થતા. પ્રતિબંધ મૂકવામાં આવતો. હજી આજના જમાનામાં સેન્સરની કાતર જેમ્સ બૉન્ડના કિસિંગ સીન પર ફરી રહી છે તે નવાઈ લાગે તેવી વાત છે. પ્લેબોય જેવું મેગેઝિન ૬૨ વરસ પહેલાં કાઢીને હ્યુ હેફનરે જબરું સાહસ ખેડ્યું હતું.
દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રી હોય છે તે કહેવત અહીં હ્યુની સફળતા પાછળ પણ સાચી ઠરી હતી. ફક્ત એમ કહેવું પડે કે હ્યુની સફળતા પાછળ અનેક સ્ત્રીઓનો ફાળો છે. કોઈપણ પુરુષને ઈર્ષ્યા આવે તેવી હ્યુનું જીવન છે. આજે ૮૯ વરસની વયે પણ તે હેઈલ ઍન્ડ હેલ્ધી છે. મેગેઝિન શરૂ કર્યું ત્યારે હ્યુ પાસે પૈસા નહોતા. તેણે પોતાનું ફર્નિચર ગીરો મૂકીને ૬૦૦૦ ડોલર ભેગા કર્યા અને તેની માતાએ ૧૦૦૦ ડોલર આપ્યા. તેની માતાને તેના પ્રોજેક્ટમાં વિશ્વાસ નહોતો પણ દીકરામાં વિશ્વાસ જરૂર હતો. અમેરિકાના શિકાગો શહેરમાં હેફનરના રસોડામાં પ્લેબોયનો પ્રથમ અંક તૈયાર થયો. અને તેના કવર પર મારકણી અદામાં મરલીન મનરો હતી અને સેન્ટર ફોલ્ડમાં મેરલિનનો નગ્ન ફોટો હતો. જો કેએ ફોટો કેલેન્ડર માટે શૂટ થયો હતો,પણ પ્રથમ અંકથી જ પ્લેબોય સુપર ડુપર હિટ થયું, કારણ કે તેમાં નગ્ન સૌંદર્ય છપાતું હતું. પછી તો ટ્રેન્ડ જ પડી ગયો. અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ લાંબા કે ટૂંકા ગાળાઓ માટે રહ્યો. તેમાં ભારત પણ સામેલ હતું. અનેક ચડતી પડતી છતાં પ્લેબોય દુનિયાભરના પુરુષોમાં માનીતું મેગેઝિન બન્યું. તો હેફનર અનેક સ્ત્રીઓમાં માનીતો બન્યો. તે છેક ૮૬ વરસે તેણે ૨૬ વરસની ક્રિસ્ટલ હેરિસ સાથે ત્રીજા લગ્ન કર્યા. તેણે અનેક અફેર કર્યા હશે જેની નોંધ તેણે પણ નહીં રાખી હોય. તેના માટે કિંવદતી હતી કે સેન્ટર ફોલ્ડમાં જેનો ફોટો છપાયો હોય તે દરેક સુંદરીઓનો સાથ તેણે માણ્યો છે. ભારતમાં પ્લેબોય ચોરીછુપીથી સ્મગલ થતું હોવાનું અનેક વાચકોને ખબર હશે. શક્ય છે કે અનેક વાચકોએ તેને ચોરીછુપીથી જોવાનો આનંદ પણ માણ્યો હશે. પ્લેબોય જેવું મેગેઝિન વાંચવું તે જમાનામાં ખરાબ ગણાતું. જો કે, જે પુરુષ પાસે આવ્યું હશે તે મિત્રોમાં ગૌરવ પણ લેતો હશે. પામેલા એન્ડરસનનો સૌથી છેલ્લો ફોટો હતો જે મેગેઝિનના સેન્ટર ફોલ્ડ પર નગ્ન છપાયો હતો.
કોઈપણ પુરુષને (સમલૈંગિક સિવાયના) નગ્ન સ્ત્રી સૌંદર્ય પ્રત્યે આકર્ષણ હોય છે. તે એમના હોર્મોનને આભારી છે. અને એટલે જ પુરુષ માટેના મેગેઝિનોમાં ખાસ નગ્ન સ્ત્રીનો ફોટો હોય તો તે ચપોચપ વેચાતું. આજે પણ ફિલ્મોના આઈટમ સોન્ગ્સ ખાસ પુરુષ દર્શકોને આકર્ષવા માટે જ બનાવવામાં આવે છે. સ્ત્રીનું સૌંદર્ય આ રીતે પ્રદર્શિત થાય તે યોગ્ય છે કે અયોગ્ય તેની ચર્ચામાં નથી પડવા માગતી, જે વાસ્તવિકતા છે તેને એક તટસ્થ લેખક તરીકે કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના જોઈ રહી છું. તે છતાં સ્ત્રીની માનસિકતા અજાણપણે ય કામ કરશે જ તે જાણું છું. જેમ નગ્ન સત્ય અખરતું હોય છે તેમ નગ્ન સૌંદર્ય દરેક વખતે કે દરેક પુરુષને આકર્ષતું નથી. એટલે જ બૉલીવૂડમાં અર્ધનગ્નતાનું પ્રમાણ અને આકર્ષણ ભારોભાર છે. થોડું રહસ્ય વધારે જીજ્ઞાસા જન્માવતું હોય છે. એટલે જ દુનિયાનું પ્રથમ પોર્નોગ્રાફિક કહી શકાય તેવું મેગેઝિન હવે સ્ત્રીઓના અર્ધનગ્ન ફોટા છાપશે. જો કે, પ્લેબોયમાં છપાતાં નગ્ન ફોટામાં એસ્થેટિક સેન્સ જણાતી. ભારતમાં સમલૈંગિક અશોક રાવ કવિએ ડેબોનેઈર શરૂ કર્યું એ જ અરસામાં જ્યારે પ્લેબોયનો સિતારો બુલંદી પર હતો ૧૯૭૧માં. એ મેગેઝિનમાં પણ સેન્ટરમાં ટોપલેસ સ્ત્રીઓના ફોટા છપાતાં. તે બહુ ચાલી ન શક્યું એટલે સ્વ. પત્રકાર વિનોદ મહેતાએ તેને સંભાળ્યું થોડો સમય. જો કે આજના ટેક્નૉલૉજીના જમાનામાં હવે સ્ત્રીના નગ્ન ફોટાઓ એક જ ક્લિક દબાવતાં મળી રહેતા હોય તો મેગેઝિન કોણ ખરીદે. વળી એ જમાનામાં એટલે કે આજથી વીસ-ત્રીસ વરસ પહેલાં સામાન્ય સ્ત્રીઓ ઘણા બંધનમાં રહેતી અને બંધિયાર માનસિકતાને કારણે પોતાના પુરુષ સામે પણ નગ્ન થવામાં સંકોચ અનુભવતી હતી. તે સમયે આવા નગ્ન ફોટાઓનું આકર્ષણ હોય. તેમાંય સુંદર દેહ ધરાવતી મોડેલ-અભિનેત્રીઓને નગ્ન જોઈને કાલ્પનિક આનંદ મેળવવા સાથે એક પ્રકારનો પૌરુષીય અહં પણ સતોષાય છે, કારણ કે સામાન્યપણે પુરુષોની સેક્સુઆલિટી હોર્મોન આધારિત હોય છે તો સ્ત્રીઓની ઈમોશનને આધારિત હોય છે. સ્ત્રીઓને સેક્સ કરતાં પણ રોમાન્સમાં રસ હોય છે, જ્યારે પુરુષોને સીધેસીધું સેક્સમાં જ રસ હોય છે. આ સ્વભાવ છે. તેમાં અપવાદો અને અન્ય ફેકટર પણ કામ કરે જ છે.
પુરુષોને હંમેશ સવાલ થતો હોય છે કે સ્ત્રીઓ નગ્નતાને કઈ રીતે જુએ છે ? તો વેલ, વળી અહીં એ જ કહેવું પડે કે સુંદર નગ્ન સ્ત્રીનો ફોટો જોઈને કે આકર્ષક સ્ત્રી જોઈને તે સૌ પ્રથમ પોતાની જાતને તેની સાથે સરખામણી કરે છે. વળી સ્ત્રી ઈમોશન એટલે કે લાગણીઓથી દોરવાતી હોવાને કારણે તેને શરીરમાં સીધો રસ નથી હોતો એટલે તેને નગ્ન પુરુષને જોઈને પણ ઉત્તેજના નથી થતી. એટલે જ નગ્ન પુરુષોના ફોટાઓ તેને આકર્ષી શકતા નથી. જો કે, આધુનિક યુગમાં હવે શર્ટલેસ કે નગ્ન સેલિબ્રિટી પુરુષના ફોટાઓ પણ મેગેઝિનના કવર પર છપાય છે.
સિલ્વસ્ટન સ્ટેલનનો નગ્ન ફોટો એક મેગેઝિનના કવર પર છપાયા બાદ અન્ય મેગેઝિને સર્વે કર્યો હતો કે પુરુષ અને સ્ત્રીને નગ્ન પુરુષનો ફોટો જોઈને કેવું લાગે છે. નવાઈ લાગે એવી બાબત છે કે બન્નેને પુરુષની નગ્નતામાં ખાસ રસ ન પડ્યો. હા પુરુષ જો સમલૈંગિક હોય તો તેને ગમી શકે છ,ે પણ હેટ્રો સેક્સુઅલ પુરુષને એવું લાગે કે એ પુરુષ તેના તરફ મૂવ કરી રહ્યો છે એ વિચાર આવતાં જ તે ફોટાને રિજેક્ટ કરે છે, જ્યારે સ્ત્રીઓને ઈમોશનલ સ્વભાવ હોવાને કારણે રસ નથી પડતો.
ટૂંકમાં નગ્નતા કરતાં સૌંદર્યમાં સ્ત્રી અને પુરુષ બન્નેને રસ પડે છે. કપડાંની શોધ શરીરને બાહ્ય વાતાવરણથી બચાવવા માટે થઈ, પરંતુ તેની સાથે શરીર જોવા માટેની લાલસા પુરુષમાં બળવત્તર બનતી ગઈ. દરેક પુરુષ મેગેઝિનના સ્થાપકો અને સંચાલકો પુરુષ જ રહ્યા છે. અહીં એકવાત એ પણ નોંધવી જ જોઈએ કે આ પુરુષના મેગેઝિનો ફક્ત પોર્નગ્રાફિક નહોતા. પ્લેબોયમાં દર મહિને પ્રખ્યાત પુરુષોની મુલાકાતો પણ છપાતી. માર્ટિન લ્યુથર કિંગનો પણ ઈન્ટરવ્યૂ તેમાં છપાયો છે. પ્રખ્યાત લેખકો અને ફોટોગ્રાફરોએ પ્લેબોય સાથે કામ કર્યું છે. હેફનરની સાથે સ્ત્રીને લગતી અનેક કથાઓ જોડાયેલી છે. ખાસ કરીને તેના રંગમહેલની પાર્ટીઓ માટે અને તેમાં ભાગ લેવા તત્પર પ્રસિદ્ધ વ્યક્તિઓની પણ ખરી. આજે પણ સ્ત્રીનું નગ્ન સૌંદર્ય પુરુષની નબળાઈ છે અને ભવિષ્યમાં રહેશે, કારણ કે પુરુષને સ્ત્રીના શરીરની ઝંખના નહીં રહે તે દિવસે સ્ત્રીઓનું વ્યક્તિત્વ શરીરની બહાર વિકસી શકશે.

Related posts

शिवसेना ने मुस्लिम समुदाय का पक्ष लिया….

aapnugujarat

ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી છે ? તો આ છે સરળ રીત, જાણી લો…

editor

સમજવા જેવું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1