Aapnu Gujarat
રાષ્ટ્રીય

સોપિયન કેસ : મેજર આદિત્ય સામે કાર્યવાહી ઉપર અંતે બ્રેક

જમ્મુ કાશ્મીરમાં સોપિયનમાં હાલ થયેલા ગોળીબારના મામલામાં સુપ્રીમ કોર્ટે ૧૦ ગડવાલ રાયફલના મેજર આદિત્ય કુમારની સામે પોલીસની કાર્યવાહી પર આગામી સુનાવણી સુધી બ્રેક મુકી દીધી છે. પથ્થરબાજો ઉપર ગોળીબાર કરવા બદલ તપાસનો સામનો કરી રહેલા મેજર આદિત્યકુમારને હાલ પુરતી રાહત મળી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર સરકારને નોટિસ ફટકારીને બે સપ્તાહની અંદર જવાબ આપવા માટે આદેશ કર્યો છે. કારણ કે, સેના પર એફઆઈઆરને લઇને ભાજપ અને ટીડીપીના વલણ જુદા જુદા દેખાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસે સોપિયન ગોળીબારના મામલામાં મેજર આદિત્યની સામે કેસ દાખલ કર્યો હતો. મેજર આદિત્યના પિતા લેફ્ટી કર્નલ કરમવીરસિંહ (નિવૃત્ત)એ સેનાની સામે એફઆઈઆરને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકીને જોરદાર રજૂઆત કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે આ મુજબનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચની સામે અરજી કરનાર તરફથી એડવોકેટ એશ્વર્યા ભાટી તરફથી દલીલો કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, ગોળીબારના સંબંધમાં મેજર આદિત્યકુમારની સામે દાખલ કેસ ગેરકાયદે છે. કેસને ફગાવી દેવાની માંગ કરીને આદિત્યના પિતાએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ગડવાલ રાયફલનામેજર તેમના પુત્રને એફઆઈઆરમાં ખોટી રીતે સામેલ કરવામાં આવ્યો છે. સેનાના કાફલા ઉપર પથ્થરબાજોએ હુમલો કર્યો હતો. અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. તેમના પુત્રની યોજના હતી કે, સેનાની સંપત્તિને થતાં નુકસાનને રોકવામાં આવે. સેનાની સંપત્તિને નુકસાન ન કરવા માટે ટોળાને કહેવામાં આવ્યું હતું પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતા રહેતા સેનાએ ચેતવણી આપી હતી. એક જુનિયર અધિકારીને ટોળાએ પકડી લીધો હતો અને માર મારીને મારી નાંખવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ૨૭મી જાન્યુઆરીના દિવસે સોપિયનના ગનોવપોરા વિસ્તારમાં પથ્થરમારો કરી રહેલી ટોળકી ઉપર સેનાએ ગોળીબાર કર્યો હતો જેમાં બે લોકોના મોત થયા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ તપાસનો આદેશ જારી કર્યો હતો. મેજર આદિત્યકુમાર સહિત ગડવાલ રાયફલના ૧૦ કર્મીઓની સામે આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો. સેનાની યુનિટની સામે એફઆઈઆર પર જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપી વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નિર્મલસિંહે કહ્યું હતું કે, મેજર આદિત્ય કોઇપણ રીતે દોષિત દેખાતા નથી. સેનાએ પણ પોતાની યુનિટની સામે એફઆઈઆરને ખોટી ગણાવી હતી.

Related posts

મુંબઇમાં સગીરા સાથે સામૂહિક દૂષ્કર્મ

editor

पटना रैली : पान खाने के लिए गाड़ी रोकते थे तो इतनी भीड़ हो जाती थी : लालू का तंज

aapnugujarat

ભારતીય મિસાઈલ ટેકનોલોજીમાં અનેક દેશોને રુચિ : રક્ષાપ્રધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1