Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોહન ભાગવત માફી માંગે તેવી રાહુલની ઉગ્ર માંગણી

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતના નિવેદનના કારણે ભારે હોબાળો થઇ ગયો છે. ત્રણ દિવસમાં જ સેના તૈયાર કરવાના મોહન ભાગવતના નિવેદનના કારણે જોરદાર વિવાદ થયો છે. તેમની ચારેબાજુ ટિકા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મોહન ભાગવતની જોરદાર ઝાટકણી કાઢી હતી અને કહ્યુ હતુ કે ભાગવતે દેશ અને સેનાના જવાનોનુ અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સંઘ પાસેથી માફીની માંગણી કરી છે. સરહદ ઉપર દુશ્મનો સામે લડવા ભારતીય સેનાની તૈયારી અંગે મોહન ભાગવતે પ્રશ્નો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મોહન ભાગવતનું નિવેદન શરમજનક છે. અમારા જવાનોની શહીદી અને તેમના સાહસનું અપમાન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યુંમ છે કે, સંઘના વડાનું નિવેદન દરેક ભારતીયનું અપમાન છે. રાષ્ટ્રીય ધ્વજનું પણ અપમાન કરાયું છે. કારણ કે, દરેક ભારતીય જવાન તિરંગા ધ્વજને સલામી આપે છે.
બીજી બાજુ ચારે બાજુ ટિકા ટિપ્પણી શરૂ થયા બાદ સંઘના લોકો નિવેદનના બચાવ માટે આગળ આવ્યા છે અને કહ્યુ છે કે તેમના નિવેદનનો અર્થ એ ન હતો. તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંઘ વડા મોહન ભાગવતે મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે દેશ માટે લડવા માટે સંઘ ત્રણ દિવસમાં સેના તૈયાર કરવામાં સક્ષણ છે.અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારના દિવસે જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સ્થિત આરમી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સંઘને વધુ ખુલાસા કરવા પડે તેવી શક્યતા છે.

Related posts

बारिश में मुंबई की बदहाली के लिए बीएमसी जिम्मेदार : गडकरी

aapnugujarat

કર્ણાટકમાં તમામ ધારાસભ્યો એક સાથે છે અને કોઇ મતભેદ નથી : ડી.કે.શિવકુમાર

aapnugujarat

राज्यसभा में जम्मू-कश्मीर से संबंधित प्रस्तावों पर टीएमसी साथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1