Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં તમામ ધારાસભ્યો એક સાથે છે અને કોઇ મતભેદ નથી : ડી.કે.શિવકુમાર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારમાં કેબિનેટની સીટોને લઇને જારી ઘમસાણ અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાના કેટલાક ધારાસભ્યોની સાથના દાવા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. જો કે, ગઠબંધન સરકારના સંકટના સમયના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારે આજે કહ્યું હતું કે, કોઇપણ ધારાસભ્યો તુટવા માટેની સ્થિતિ નથી. કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના ચાણક્ય તરીકેની છાપ ધરાવતી ડીકે શિવકુમારે કહ્યું છે કે, યેદીયુરપ્પાને પોતાની હાર સ્વીકારી લેવી જોઇએ. પ્રજા તેમને જનાદેશ આપીને સત્તા માટે મોકલ્યા નથી. કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતા ચોક્કસપણે નાખુશ છે પરંતુ તેમને મનાવી લેવામાં આવ્યા છે. સમસ્યાનો ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. તેઓ તમામ ધારાસભ્યોના સંપર્કમાં છે. કોઇપણ ખોટુ થશે નહીં. ગઇકાલે ભાજપના નેતા યેદીયુરપ્પાએ દાવો કર્યો હતો કે, શાસક પક્ષ કોંગ્રેસ અને જેડીએસના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો તેમની પાર્ટીમાં સામેલ થવા માટે ઉત્સુક છે. ભાજપના નેતાઓને સંબોધતા યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, કોંગ્રેસ-જેડીએસના અસંતુષ્ટોને સામેલ કરવાની અમારી જવાદારી છે. યેદીયુરપ્પાની ટિપ્પણી એવા સમયે આવી હતી જ્યારે મંત્રીપદ ન મળવાથી કોંગ્રેસના ઘણા ધારાસભ્યો નાખુશ દેખાઈ રહ્યા હતા. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર બન્યા બાદથી કેબિનેટમાં બેઠકો અને વિભાગોની ફાળવણીને લઇને ઘમસાણની સ્થિતિ ચાલી રહી હતી. સતત વિરોધ પ્રદર્શનનો દોર ચાલી રહ્યો હતો. સિદ્ધારમૈયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેડીએસના કેટલાક ધારાસભ્યો સંપર્કમાં હોવાની વાત પણ યેદીયુરપ્પાએ કરી હતી.

Related posts

सोशल वेलफेयर स्कीम में मोदी सरकार का परफोर्मेस अच्छा

aapnugujarat

બ્લુ વહેલ ગેમ પછી હવે ડેયર એન્ડ બ્રેવ ગેમનો આતંક, ગેમ કરાવે છે ખરાબ કૃત્ય

aapnugujarat

પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ : પ્રિયંકા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1