Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હસવા માટે કોઇની પરવાનગી જરૂરી નથી, તેના પર જીએસટી નથી : રેણુકા

રાજ્યસભામાં વડાપ્રધાનની સ્પીચ દરમિયાન હસવા પર કોંગ્રેસ મેમ્બર રેણુકા ચૌધરીએ રવિવારે નિવેદન આપ્યું. રેણુકાએ કહ્યું કે હસવા માટે તેમને કોઇની મંજૂરીની જરૂર નથી. તેના પર કોઇ જીએસટી નથી લાગ્યો. રેણુકા પણજીમાં ’ડિફિકલ્ટ ડાયલોગ્સ’ કોન્ફરન્સમાં સામેલ થવા આવી હતી.  ઉલ્લેખનીય છે કે ૭ ફેબ્રુઆરીના રોજ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સ્પીચ આપી રહ્યા હતા. આ દરમિયાન રેણુકા ચૌધરી જોરજોરથી હસવા લાગી. મોદીએ તેના પર કહ્યું, સભાપતિજી, તમને મારી વિનંતી કે રેણુકાજીને કંઇ ન કહેશો. રામાયણ સિરિયલ પછી આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે. ત્યારબાદ ગૃહમાં તમામ સભ્યો હસવા લાગ્યા હતા.કોંગ્રેસ સાંસદે કહ્યું, સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.હું ૫ વખત સાંસદ રહી છું. વડાપ્રધાન મારી એક નેગેટિવ પાત્ર સાથે તુલના કરી રહ્યા છે. પરંતુ, તેઓ ભૂલી ગયા છે કે આજે મહિલાઓ બદલાઇ ગઇ છે અને તેઓ જાણે છે કે પોતાના માટે કેવી રીતે અવાજ ઉઠાવવો જોઇએ. મોદીની કોમેન્ટ મહિલાઓ પ્રત્યે તેમની માનસિકતા દર્શાવે છે.રેણુકાએ કહ્યું,સામાજિક જીવનમાં હંમેશાં લોકોનું સમર્થન મારો આધાર રહ્યા છે. જો તમે સાચા છો તો તે દરેક જગ્યાએ જોવા મળે છે. અને તેવું જ અત્યારે પણ થઇ રહ્યું છે. તેના પર કોઇ નિયમ નથી કે ક્યારે અને કેવી રીતે. તમે હસો છો અને તેના પર કોઇ જીએસટી નથી લાગતો.

Related posts

અખિલેશની ઓરંગઝેબ સાથે યોગી આદિત્યનાથે તુલના કરી

aapnugujarat

२०१९ में कोई नहीं कर सकता मोदी का मुकाबलाः नीतीश कुमार

aapnugujarat

ઓકલેન્ડ ક્રિકેટ ટેસ્ટમાં ત્રીજા દિવસે ૧૭ બોલ ફેંકાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1