Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ઓકલેન્ડ ક્રિકેટ ટેસ્ટમાં ત્રીજા દિવસે ૧૭ બોલ ફેંકાયા

ઓકલેન્ડ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે માત્ર ૧૭ બોલની રમત શક્ય બની હતી. બીજા દિવસે વરસાદ અઇને ખરાબ હવામાનના કારણે રમત ગડી ગયા બાદ આજે ત્રીજા દિવસે પણ રમત સંપૂર્ણ પણે ખોરવાઇ ગઇ હતી. આજે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે નિકોલસ ૫૨ રન સાથે રમતમાં હતો. ન્યુઝીલેન્ડ હવે પ્રવાસી ટીમ પર ૧૭૫ રનની લીધ ધરાવે છે અને તેની છ વિકેટ હાથમાં છે. જેથી જો વરસાદ વિલન નહીં બને તો યજમાન ન્યુઝીલેન્ડની જીત નિશ્ચિત દેખાઇ રહી છે.આજે પણ રમત બગડી જતા ચાહકો નિરાશ થયા હતા. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૫૮ રનમાં ઓલઆઉટ થયા બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૫ રન કરી લીધા હતા. ગઇકાલના સ્કોરથી આગળ રમતા આજે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં ચાર વિકેટે ૨૩૩ રન બનાવ્યા હતા. રમત બંધ રહી ત્યારે નિકોલસ ૫૨ અને વેટલિંગ ૧૮ રન સાથે રમતમાં હતા. આજે મોટાભાગે વરસાદના કારણે રમત બગડી હતી. ન્યુઝીલેન્ડ હવે ઇંગ્લેન્ડ ઉપર ૧૭૫ રનની લીડ ધરાવે છે અને તેની છ વિકેટ હાથમાં છે. જો આ ટેસ્ટ મેચમાં વરસાદ વિલન નહીં બને તો યજમાન ન્યુઝીલેન્ડની ટીમ નિશ્ચિત દેખાઈ રહી છે. પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ન્યુઝીલેન્ડ માટે શાનદાર રહ્યો હતો. ઓકલેન્ડ ખાતે શરૂ થયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની શરમજનક રમત રહી હતી. ઇંગ્લેન્ડની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર ૫૮ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જો કે ઇંગ્લેન્ડે અગાઉના તેના સૌથી ઓછા જુમલાના આંકડાને પાર કરી લેવામાં સફળતા મેળવી હતી. કમાલની ફાટ બોલિંગ અને તોફાની બોલિંગના કારણે ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો મેદાનમાં ટકી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉથીએ જોરદાર દેખાવ કર્યો હતો. ઝડપી ઉછાળ વાળી વિકેટનો સંપૂર્ણ લાભ બોલ્ટે ઉઠાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે એક વખતે નવ વિકેટ તો માત્ર ૨૩ રનમાં ગુમાવી દીધી હતી. તેના પર ટેસ્ટ મેચમાં સૌથી ઓછા જુમલા પર આઉટ થવાનુ સંકટ હતુ. જો કે ક્રેગ ઓવરટને ૩૩ રનની ઇનિગ્સ રમીને પોતાની ટીમની લાજ કેટલાક અંશે બચાવી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો જુમલો ૨૬ રનનો રહ્યો છે. સંજોગની વાત એ છે કે આ જ મેદાન પર સૌથી ઓછો જુમલો થયો હતો. ૨૫મી માર્ચ ૧૯૫૫ના દિવસે ઇંગ્લેન્ડની સામે ન્યુઝીલેન્ડ ૨૬ રનમાં આઉટ થયુ હતુ. બોલ્ટે છ વિકેટ લઇને જોરદાર તરખાટ મચાવ્યો હતો. ટીમ સાઉથીએ ચાર વિકેટ ઝડપીને બોલ્ટને સાથ આપ્યો હતો. આ ટેસ્ટ મેચ હવે ખુબ ચર્ચાસ્પદ બની ગઇ છે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો મેદાન પર હતા. ન્યુઝીલેન્ડના બોલરોની બોલિંગ જોઇને રોમાંચિત હતા. આજે બીજા દિવસે વરસાદ વિલન બનતા રોમાંચક રમત જોવા ઇચ્છુક ક્રિકેટ ચાહકોને નિરાશા હાથ લાગી હતી.

Related posts

રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી અને સચિન પાયલોટ નાયબ મુખ્યમંત્રી બન્યાં

aapnugujarat

2 Terrorists killed in encounter with Security forces at Shopian

aapnugujarat

ઓકલેન્ડમાં આવતીકાલે પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્‌વેન્ટી જંગનો તખ્તો ગોઠવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1