Aapnu Gujarat
રાષ્ટ્રીય

આધારકાર્ડ નહીં હોય તો પણ જરૂરી સવલતો મળી રહેશે

ઘણી વખત આધારકાર્ડના અભાવે કેટલીક જીવન જરૃરિયાતની પાયાની સવલતોનાં લાભથી વંચિત રહેવું પડે છે. પરંતુ હવે આધારકાર્ડ નહીં હોય તો પણ પાયાની કેટલીક સુવિધાઓનો લાભ મળી રહેશે. યુઆઇડીએઆઇ સામે કેટલાંક કિસ્સાઓ સામે આવ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આધાર કાર્ડ ન હોવાના કારણે હોસ્પિટલની બાહર ડિલીવરી કરવી પડી હોય એવા પણ કિસ્સાઓ બનેલા છે. યુઆઇડીએઆઇએ કહ્યું હતું કે, આધાર નંબર ન નહીં હોય અને વૃદ્ધાવસ્થાના કારણે બાયોમેટ્રિક મેચ નહીં થાય તો પણ લોકોને સુવિધાઓથી વંચિત રાખવમાં નહીં આવે.
યુઆઇડીએઆઇએ સરકારી વિભાગો, મંત્રાલયો તથા રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, કોઇ પણ પાયાની સુવિધા તેમજ આવશ્યક સર્વિસ માટે આધારના કારણે યોગ્ય ઉમેદવારને અન્યાય ન થવો જોઇએ. જે તે ધારકને તે સર્વિસ તથા સુવિધાનો લાભ આપવામાં આવે. આધારકાર્ડનાં ફરજિયાતપણાના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. યુઆઇડીએઆઇએ જણાવ્યું હતું કે, કેટલાક ગંભીર કેસમાં આધારકાર્ડના ફરજિયાતપણાને ધ્યાને ન લેવામાં આવે. જોકે, હોસ્પિટલમાં ભરતી તેમજ દવાઓના કેસમાં આધારકાર્ડ ન હોવાથી સૌથી વધારે મુશ્કેલીઓ દર્દીઓને પડે છે. દેશમાં જ્યાં ગંભીરતાને જોઇને ફરજિયાતપણે આધારકાર્ડની માગ કરવામાં આવે છે તે ક્ષેત્રને અધિકારીઓએ સંબંધિત સ્ટાફને સસ્પેન્ડ કરી દેવા જોઇએ. આવા સ્ટાફ સામે કડક પગલા લેવામાં આવે.

Related posts

रेल कोच फैक्ट्री में बनेगी हवाई जहाज जैसी इंटीरियर वाली बोगियां

aapnugujarat

दिल्ली की राशन की दुकानों पर बिकेगा प्याज

aapnugujarat

આરૂષિ કેસમાં હેમરાજની વિધવા દ્વારા કરાયેલી અરજી સુપ્રીમે સ્વીકારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1