Aapnu Gujarat
મનોરંજન

પદ્માવત બાદ પેડમેન પણ ફેસબુક પર લીક, ૫૦૦૦ વાર થઇ શેર

પદ્માવત બાદ પેડમેન પણ ફેસબુક પર વાઇરલ થઇ ગઇ છે. તેને ૫૦૦૦ થી વધારે વાર શેર કરવામાં આવી છે.ફિલ્મ ૯ ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી છે.આ પહેલા પદ્માવતને પણ ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવી હતી. જેના બાદ ફિલ્મના મેકર્સે ત્રણ રાજ્યોના સાઇબર સેલમાં તેની ફરિયાદ નોંધાવી હતી. પેડમેનની ક્રિટિક્સે ઘણી પ્રશંસા કરી છે. ઉપરાંત દર્શકોનો પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પહેલા દિવસે ફિલ્મે ૧૦.૨૬ કરોડની કમાણી કરી હતી.પેડમેન અને પદ્માવત પહેલા આ ફિલ્મો પણ ઓનલાઇન લીક થઇ ચુકી છે. ફિલ્મોની પાઇરેસીન ઘટના વધી રહી છે. તેનાથી ફિલ્મના બિઝનેસને નુકસાન થાય છે.૧૬૦ સપ્ટેમ્બર ૨૦૧૭ રિલીઝ થયેલી ઇમરાન હાશમીની ફિલ્મ ‘રાજ રીબૂટ’ ૧૩ સપ્ટેમ્બરે ઓનલાઇન લીક થઇ હતી. જે બાદ ઇમરાન હાશમીએ ટ્‌વીટ કરીને ફેન્સને ફિલ્મને થિયેટર્સમાં જોવાની અપીલ કરી હતી. રાધિકા આપ્ટેની ફિલ્મ પાર્ચ્ડ પણ ઓનલાઇન લીક થવાને કારણે ચર્ચામાં રહી હતી. ફિલ્મ પાર્ચ્ડ સાથે જોડાયેલી કેટલીક હોટ તસવીરો કેટલાક દિવસો પહેલા ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ હતી અને બાદમાં આખી ફિલ્મ ટોરેન્ટ પર લીક થઇ ગઈ હતી. શાહિદ કપૂરની ફિલ્મ ઉડતા પંજાબ પણ રિલીઝ પહેલા ઓનલાઇન લીક થઇ ગઇ હતી. ફિલ્મ લીક થવા પર ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને એકતા કપૂરે સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.સલમાનની ફિલ્મ રિલીઝ થવાનો દર્શકોને ખુબજ ઉત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ સલમાન જેવા એક્ટર પણ પાઇરેસીથી બચી શક્યા નથી. ૨૦૧૭માં બ્લોકબસ્ટર હિટ ફિલ્મ સુલ્તાન રિલીઝના એક દિવસ પહેલા જ સોશિયલ સાઇટ્‌સ પર લીક થઇ ગઇ. એડલ્ટ કોમેડી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી પણ ટોરેન્ટ પર લીક થઇ ગઇ હતી. ફિલ્મને ૨૨ જુલાઇએ રિલીઝ થવાની હતી પરંતુ ૧૭ દિવસ પહેલા જ ફિલ્મને ટોરેન્ટ પર લીક કરવામાં આવી હતી.ફિલ્મ કબાલી પણ રિલીઝથી પહેલા ઓનલાઇન લીક થઇ ગઇ. જોકે રજનીકાંતના ફેન ફોલોઇંગનો કદાચ નિર્માતાઓને એટલુ નુકશાન ભોગવવું ન પડ્યુ હોય. જેટલુ બાકી બોલીવુડ ડાઇરેક્ટર્સને ભોગવવું પડ્યું હોય.

Related posts

अदा शर्मा ने साझा किया ‘बांसुरीवाले भइया’ का वीडियो

editor

વેબ સીરિઝ ‘બૉમ્બે બેગમ’ ડ્રગ્ઝ સેવનને પ્રોત્સાહન નથી આપતી : પૂજા ભટ્ટ

editor

એન્જેલીના જોલી અને બ્રાડ પિટ કાયદેસર રીતે છૂટા પડયાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1