Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જેટલીએ સમય કરતા વહેલી ચૂંટણી યોજવાની શકયતાઓ ફગાવી

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાને લઈને દેશભરમાં ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે આ પહેલ કરી છે. ચૂંટણી નિષ્ણાંતો અને રાજકીય પક્ષો સમય કરતા વહેલા ચૂંટણી યોજાશે તેવી અટકળો લગાવી રહ્યાં છે. કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ આશંકા વ્યક્ત કરી છે એક ભાજપ સમય કરતા વહેલા જ લોકસભાની સાથોસાથ વિધાનસભાની ચૂંટણી યોજી શકે છે. જોકે નાણાં મંત્રી અરૂણ જેટલીએ તમામ પ્રકારની આશંકાઓ ફગાવી દીધી હતી.એક જાણીતી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં અરૂણ જેટલીએ સમય કરતા વહેલી ચૂંટણી યોજવાની શકયતાઓ ફગાવી દીધી હતી.મોદી સરકારનો કાર્યકાળ ૨૦૧૯માં પૂર્ણ થઈ રહ્યો છે. હજી એકાદ વર્ષ જ એટલો સમય બાકી છે. પરંતુ ગત બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની પહેલ કરવામાં આવી હતી. તે ઉપરાંત નરેન્દ્ર મોદી સદનમાં પોતાના ભાષણમાં કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યાં છે.જેથી રાજનૈતિક વિશ્લેષકો પણ એ વાતની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે કે, આશ્ચર્ય પમાડનારી રાજનીતિ માટે જાણીતા નરેન્દ્ર મોદી કદાચ આ પ્રકારનું પગલું ભરી શકે છે. કોંગ્રેસે પણ અત્યારથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણી માટે તૈયાર છે અને મોદી મુકાબલો રાહુલ ગાંધી સાથે થશે.જો કે અરૂણ જેટલીને આ બાબતે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, તૈયાર તો અમે પણ છીએ પરંતુ, આવી કોઈ શક્યતા મને નજરે પડતી નથી

Related posts

શેરબજારમાં ૭ પરિબળોની અસર રહેશે

aapnugujarat

અમેઠી : રાહુલ અને સ્મૃતિ હવે આમને સામને આવશે

aapnugujarat

महाराष्ट्र में अगले छह महीने के लिए मास्क पहनना अनिवार्य : मुख्यमंत्री ठाकरे

editor

Leave a Comment

UA-96247877-1