Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં ૭ પરિબળોની અસર રહેશે

શેરબજારમાં નવા કારોબારી સેશનમાં સાત પરિબળોની સીધી અસર થવાના સંકેત ેખાઈ રહ્યા છે. ફેબ્રુઆરી એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ, માઇક્રો ઇકોનોમિકના આંકડા અને ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગ બનેલી સ્થિતિ જેવા પરિબળની સીધી અસર જોવા મળી શકે છે. શેરબજારમાં ભારે ઉથલપાથલનો માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સાપ્તાહિક કારોબાર દરમિયાન શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. આગામી સપ્તાહમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. ગયા સપ્તાહમાં સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ ઉછળીને અને નિફ્ટી ૭૨ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. એફપીઆઈ પ્રવાહના આંકડાની અસર પણ જોવા મળી શકે છે. ભારતીય ઇક્વિટી, કોમોડિટી અને ફોરેક્સ માર્કેટમાં આવતીકાલે સોમવારના દિવસે મહાશિવરાત્રિ પ્રસંગે રજા રહેશે. ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોની ચર્ચા મુખ્યરીતે રહેશે. અલબત્ત બંને દેશો વચ્ચે તંગદિલી હળવી બની છે. કારણ કે, પાકિસ્તાને બાનમાં પકડેલા આઈએએફના પાયલોટ અભિનંદન વર્તમાનને પરત સોંપી દીધો છે. બંને દેશો વચ્ચે સરહદ ઉપર તંગદિલી હજુ પણ અકબંધ છે પરંતુ એકંદરે વિસ્ફોટક સ્થિતિ હળવી બની છે. રાજકીય ઘટનાક્રમની વાત કરવામાં આવે તો સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે.
આ વખતે શેરબજારમાં તેની અસર પણ રહેશે. કારોબારીઓના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારના ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે તે જોતા ફરીવાર મોદીની જીતવાની શક્યતા વધી ગઈ છે. તે પહેલા અનિશ્ચિતતા દેખાઈ રહી હતી પરંતુ હવે ફરી એકવાર સ્થિર સરકારની શક્યતા દેખાઈ રહી છે. કઠોર પોલિસી નિર્ણય લેવામાં સક્ષમ સરકાર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા પણ યોજાનાર છે. આ સપ્તાહમાં જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની સમકક્ષ જિંગપિંગ મળનાર છે. આ બેઠક સફળ સાબિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક ૭મી માર્ચના દિવસે યોજાનાર છે જેમાં આ વખતે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ઇસીબીની બેઠક પહેલા ડઝન જેટલા યુરો ઝોનમાં સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. ઇસીબીની બેઠકમાં યુરોઝોન અર્થતંત્રને મજબૂત બનાવવા નક્કર પગલા લેવામાં આવી શકે છે. બીજી બાજુ ફેબ્રુઆરી મહિના માટેના પીએમઆઈના આંકડા મંગળવારના દિવસે જારી કરાશે. ક્રૂડની કિંમત શુક્રવારના દિવસે બે ટકા સુધી ઘટી ગઈ હતી. આની સાથે જ એક સપ્તાહના ગાળામાં આશરે ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો હતો. વૈશ્વિક માંગણીને ધ્યાનમાં લઇને ચિંતા વધતા કિંમતોમાં ઘટાડો થયો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આર્થિક મંદીના લીધે પણ આ વર્ષે પેટ્રોલિયમ પેદાશોના વપરાશના દરને અસર કરી શકે છે અને કોમોડિટીની કિંમતોને અસર થઇ શકે છે. રૂપિયાની ચાલ, એફપીઆઈ પ્રવાહની અસર ભારતીય બજાર પર જોવા મળશે. નિફ્ટી ઇન્ડેક્સની સપાટી કેટલી રહે છે તે બાબત પણ અસર કરશે.

Related posts

૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૭૪૦૩૪ કરોડ સુધી ઘટાડો

aapnugujarat

આવતીકાલે વેલેન્ટાઈન ડે ઉજવવા માટે યુવા પેઢી સજ્જ : ચોકલેટ અને ટેડીબેરનો ક્રેઝ

aapnugujarat

४० किमी रोजाना सड़क निर्माण का लक्ष्य कठिन नहीं : गडकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1